ગઝલ

 

યુગોના  વિરહ  બાદ સંગત મળી છે,
મળી જે ક્ષણો   ખુબ  અંગત મળી છે.

ગહન  અંધકારે  સમયશૂન્ય   થઈને,
દિશાઓ હવે આ તરફ સૌ   વળી  છે.

ઋચાઓ   રૂપે સાદ  એના    સુણીને ,
ચૌદે  ભુવન   કેરી રંગત   મળી  છે.

અણદીઠ રંગો   ઝળુંબે    છલોછલ,
ખુમારી  નયનપાત્રમાં  એ  ઢળી છે.

નિખારી  હતી  જે છબી ધન્યતાની,
થઇ  તરબતર  આજ મુજમાં ભળી છે.

નથી ઝંખના  કઈ, નથી આપદા કઈ ,
બધી  એષણાઓ સહજમાં  ટળી  છે.

જગદીશ  ગૂર્જર
અંકલેશ્વર

 

0000000000

***