સ્ત્રી

 

હું તો હજીય જીવું છું.
તારતાર થયેલાં
સાડલાનાં પાલવમાંથી
તે બોલી.
ખાલી એક જ લીરો
ઘરનાં આગલા બારણે
વપરાયો છે
ને
એક લીરો પાછલે
બારણે બંધાયો !
એમ તો
જયારે જયારે
સમય આવ્યો
ત્યારે ખૂણે ખાંચરેથી
સફાઇ પણ
આનાથી જ
થઇ છે,
ને પછી
હાથ પણ
લૂછી લેવાયા છે
આજ સાડલાથી !
તો પણ
વચ્ચેનો ભાગ
સાવ સારો છે
મારા બાળકને
છાંયડો કરવા માટે.
કારણ કે
હું હજુંય
જીવું છું
વેદનાને
વહાલ કરીને

રીતા ત્રિવેદી

0000000000

***