ગઝલ

 

 

આવીને કોરાં કાગળ પર લખી ગયું કોઈ,
આંખોમાં સપના ભીનાં મૂકી ગયું કોઈ...

ઝાકળના ટીપાં રાતભર ઓગળતા રહ્યાં,
જળનું સરનામું વરસાદમાં  આપી ગયું કોઈ...

મારા નગરમાં સ્મરણની ગલીઓ મળી તો –
અકબંધ તસ્વીર આયનામાં પાડી ગયું કોઈ...

ખુશ્બુમાં પણ ભૂલા પડ્યાં પતંગિયા બનાવના,
શહેરમાં બગીચાના આગમનનું કહી ગયું કોઈ...

તું મારી કલ્પના અને તું જ મારું અસ્તિત્વ,
દરિયાની ઈચ્છા ‘જૂઈ’ ગઝલમાં રચી ગયું કોઈ...

પ્રા.જેનીફર એ. ક્રીચિયન ( Jenifar A. Christian )

આણંદ કોલેજ ઓફ એજ્યુકેશન, આણંદ

000000000

***