ઈલેકટ્રિક ટ્રેઈન (મહાનગર મુંબઈનો અપૂર્વ ફોટોગ્રાફ)



ગુજરાતી સાહિત્‍યમાં ગદ્ય-૫દ્ય ક્ષેત્રે સ્‍ત્રી-લેખિકાઓનો અવાજ બળૂકો બનતો જાય છે.
        નોખું અને છતાં સરળ ગદ્ય સાવ નાવાં જ વિષયને લઈને નિબંધ રૂપે જેમાં પ્રગટે છે તે 'ઈલેકટ્રિક ટ્રેઈન'  ના લેખિકા ગીતાબેન નાયકે સાહિત્‍યક્ષેત્રે શરૂઆત કવિતા થી કરી ૫ણ 'ગદ્ય૫ર્વ' નું સંપાદન કાર્ય અને 'સાહચર્ય' (સર્જક શિબિર) ની સર્જન શિબિરોએ એમને ગદ્ય તરફ વાળ્‍યા. 'ગદ્ય૫ર્વ'  માં 'ઈલેકટ્રિક ટ્રેઈન'  ના સર્જનાત્‍મક ગદ્યને અવારનવાર માણ્‍યું જે ૫છી એ જ નામે પુસ્‍તક રૂપેપામ્‍યું. 'ગદ્ય૫ર્વ' ના સમાંતરે થતાં લેખનકાર્યમાં લેખિકાની આ પ્રવૃત્તિ મ્‍હોરી ઊઠી. મને રસ આ પુસ્‍તકના સર્જનાત્‍ક ગદ્યની સરળ પણ રસાવહ શૈલીમાં અને મુંબઈની હાડમારી ભરી જીંદગી જીવતી છતાં જીવનનો આનંદ માણતી, ટકાવતી, સંઘર્ષ કરતી નારીમાં પડયો.
        મુંબઈની જીવાદોરી છે ઈલેકટ્રિક ટ્રેઈન અહીં જીવન ટ્રેઈન પર અવલંબિત છે. ઘરથી દૂર-સુદૂર નોકરીના સ્‍થળે પહોંચવા મુંબઈગરાને 'ટ્રેઈન' આવાગમનનું મહત્‍વનું વાહન છે, જેના લેખિકાને થયેલા અનુભવો નું અહીં બયાન છે. લેખિકા 'પ્રાથમ્‍ય' માં કહે છે, '' હું કવિતા લખતી હતી. મનથી ગધ લખવાનું ખેંચાણ વધતુ જતું હતું. મુંબઇનું નારી જગત આલેખાયેલુ હતું. મુંબઇની નારી અનોખી છે. મોંઘવારી માત્ર નહીં એ હાડમારી સામે પણ પૂરી તાકાતથી ઝઝુમતી રહી છે. ઘર થી દૂર, ખૂબ દૂર, નોકરી- ધંધે જતી-આવતી આ નારી હાડમારી સામે પૂરી માનસિક તૈયારી સાથે લડી લે છે.''
        લેખિકા આ પુસ્‍કતને 'સહચર્ય' નું 'ફળ' ગણાવે છે. શ્રી જયંતભાઈ કોઠારીએ આ લખાણોઘ્‍વારા મુંબઈની નારીને ઓળખવાનો અવસર મળ્‍યો એવો આનંદ પાઠવતો પત્ર લેખિકાને લખેલો જે લેખિકાને મન પુરસ્‍કારથી વિષેશ હતો. કમલ વોરા, અજિત ઠાકોર, જેવા મિત્રો અને પતિ ભરત નાયકનું પ્રોત્‍સાહન... આમ આ સફર શરુ થઈ જે 'ગદ્યપર્વ' માં છૂટક છૂટક પ્રકરણો રૂપે ને પછી પુસ્‍કતરૂપે પરિણમી.
        આ લખાણ લેખિકાના શબ્‍દો પ્રમાણે, ''ઘણું ખરું સીધેસીધુ છે.'' અહીં વાર્તા કે જીવનચરિત્રના જેવા સ્‍વરૂપોના બંધનો વગર ગદ્યની સર્જનાત્‍મકતા પર ભાર આપવાનો લેખિકાનો ઝોક જોઈ શકાય છે. ગદ્ય રસાળ છે, એની પ્રવાહિતા - ટૂકા વકયો અને વાતની સીધી માંડણીને આભારી છે. સચોટ પાત્રાલેખનો, સાÛશ્‍ય વર્ણનો લેખિકાની સૂક્ષનિરીક્ષણશકિતનો દ્યોતક છે. ઉપમાઓ તાજગીસભર છે. સ્‍થળ-પાત્રોના વાસ્‍તવિક અને જીવંત વર્ણનોથી મુંબઈ જાણે વાચકની નજર સમક્ષ બેઠું થાય છે.
        સ્‍થળકાળના સીમાડા ભૂસીને આ ગદ્યમાં વર્ણવાયેલી મોટાભાગની ઘટનાઓને લેખિકા વર્તમાનમાં મૂકે છે. સ્‍વાભાવિક છે કે રોજ રોજ નોકરી નિમેત્‍તે વર્ષોથી ટ્રેઈનમાં અપડાઉન કરતાં થયેલા અનુભવોને જ લેખિકા સ્‍મૃતિને સહારે આકારે છે. એટલે અહીં તથ્‍ય વધુ અને કલ્‍પનાના રંગો ખૂબ ઓછા. ! આમે ય લેખિકાનો મિજાજ 'કોમળ કે કઠોર'પણ નરી હકીકતોને સ્‍વીકારવાનો છે. સંવેદનશીલતાની સાથે મુંબઈની નારી માટેની અનુકંપા સાથે હાડમારી વેઠતી એ નારીના વાસ્‍તવ જીવનની કરુણ કથનીઓ પણ મળે છે. ઈલેકટ્રિક ટ્રઈન અને નારીજીવન અહીં સમાંતરે ચાલે છે. કેટલાંક વર્ણનો તો હૈયા સોંસરવા ઊતરી જાય એવા છે. જે આંખોમાં સમભાવ સાથેના ઝળઝળિયાં મૂકી જાય છે. વાંચતા-વાંચતા અટકી જવા મજબૂર કરે -ઝકઝોર કરી નાંખે એવી ઘણી ઘટનાઓનાં અહીં વર્ણનો છે, કારણકે અહીં સંઘર્ષ કરતી નારીની વાતો છે. તો, હળવાફૂલ કરી નાખે અને સૌદર્યના જુદા જુદા સ્‍થાનોને પ્રસંગોની પણ જયાફત અહીં છે.
        પુસ્‍કત ના ચૌદ નિબંધોમાં પ્રથમ છે 'ઘાટકોપર' લેખિકા વર્ષો સુધી ઘાટકોપર રહયા અને નોકરી માટે ઘાટકોપરથી જોગેશ્વરી અપડાઉન કરતાં. પોતાની પાડોશમાં રહેતા બાબુરામનું પાત્ર અહીં સચોટતાથી ઉપસ્‍યું છે. વિચિત્ર, ઘાતકી અને ભેદી લાગતો બાબુરાવ પત્‍નીને મારઝુડ કરતો. અને પત્‍ની બદલવાની પણ ટેવ ! પશુ-પક્ષીઓનેપાળવાની ટેવ ! લેખિકા કહે છે, ''સંગ્રાહાલયમાં સૌથી સુંદર એ સ્‍ત્રી હોય.'' માલતી-બાબુરાવની પત્‍ની. જેની ઉપર ખૂબ જુલ્‍મો કરે બાબુરાવ. લેખિકાને માલતી માટે સમભાવ. સ્‍ત્રી પર થતાં જુલ્‍મ, અત્‍યાચાર પ્રત્‍યે સંવેદનશીલતાથી પ્રેરાઇ લેખિકાનું દૃઢ મનોબળ વિદ્રોહી માનસ માલતીને મદદ કરવાની ભાવના અને તત્‍૫રતા માં લેખિકાની સામાજીક નિસ્‍બત જોઇ શકાય છે. કોઇવાર માલતીની સુશ્રુ ષા કરવામાં મોડુ થાય. ને વળી નોકરીએ જવાનુ ને વળી લેખિકા કહે છે તેમ '' સેન્‍ટ્રલ રેલ્‍વેમાં ગાડી નિયમિત ૫ણે અનિયમિત દોડે'' એવા ઉચાટ વચ્‍ચે લેડીઝ ડબ્‍બામાં થતાં કારમા અનુભવોના વર્ણનો હૈયુ ઠારનારા અનુભવોના વર્ણનો લેખિકા કરતાં રહે છે. ખાસ કરીને આ નિબંધમાં એક સ્‍ત્રી પોતાના બાળકને શાળામાં ભણવા મુકતા પહેલાં જે સરસ્‍વતીપૂજન કરાવવાની વાત માંડીને અન્‍ય સખીને કહેતી હોય એના મૂક શ્રોતા બનેલા લેખિકાએ આખોય પ્રસંગ રસપ્રદ વાર્તા કહેતા હોય એ રીતે ભાવકો સાથે શેર કરે છે.
        નોકરીએથી પાછા ફરતી સ્‍ત્રીની જે સહજ ચેષ્‍ટા હોય ''સાડીને ગડીબંધ જકડી રાખતી સેફટીપીન કાઢી પર્સમાં મૂકી. ગડી ખોલી પાલવ છૂટો કર્યો. હાથ પરથી ઘડીયાળ ઉતારી પર્સના ચેઈનવાળા ખાનામાં મૂકી પર્સ બંધ કરી અંબોડો છોડી ફરીથી થોડો ઢીલો વાળ્‍યો.''  રાહ જોતી માલતી માટે ફળો ખરીદ્યા. માલતીને બચાવવાનો પોતાનો Ûઢ સંકલ્‍પપણ પોતાના માટે સરસ્‍વતીપુજનથી કમ ન હતો. પરસ્‍પર આવી ઘટનાઓને જોડાજોડ મૂકી લેખિકા નારીજીવનની નકકર હકીકતો આપણી સમક્ષ મૂકતા જાય છે. અહીં ગદ્ય રસાળ છે. ટૂંકા વાકયો અને સીધી વાતને કારણે ગદ્યની પ્રવાહિતા વાચકના રસને જકડી રાખે છે.
        'કુર્લા' નિબંધ પણ રસપ્રદ બને છે : ખાસ કરીને 'આઈ' નું પાત્ર કરુણ-વાસ્‍તવનું ચિત્રણ કરે છે. મુંબઈના 'ઝુલકાભાકર' ટ્રસ્‍ટમાં નોકરી કરતાં આઈની પાન બનાવવાની પ્રક્રિયા અહીં શબ્‍દરૂપી કેમેરામાં આબાદ કેદ થઈ છે. એકવાર ટ્રેઈનમાં અચાનક એક સગર્ભા સ્‍ત્રીને પ્રસૂતિ કરાવવી પડે એવી સ્‍થિતિમાં આઈની હીંમત અને સમયસૂચકતા તથા અન્‍ય સ્‍ત્રીઓના લેખિકાએ કરેલા શબ્‍દચિત્રો જે-તે ઘટનાનો આબેહૂબ ચિતાર આપે છે. ' હાડમારી' તે કેવી ! મુંબઈની નારીની હાડમારીનું અહીં જે વર્ણન છે તે ìદયદ્રાવક છે. નકકર વાસ્‍તવિકતાનું વર્ણન શ્વાસ અદ્ધર કરી નાંખનારું ને સમભાવ જગાડનારું છે.
        વળી, Ûશ્‍યો ખડાં કરતા વર્ણનો પણ ઘ્‍યાનાર્હ છે. જેમકે, ''શ્રાવણ વરસે છે, સરવડે નહીં, ધોધમાર. ચારેકોર પાણી. મુંબઈ બંધ પેટી.'' વર્ણનોથી મુંબઈથી ચોકકસપણે અજાણ ભાવક પણ મુંબઈને જાણી શકે છે. વળી તાજી ઉપમાઓ, જેવી કે, ''પાટા ઓ પાસે લીલોતરી ઉગી આવી છે. લીલા વટાણામાં પીળી ઈયળ સરીખી ગાડી સરકતી લાગે'' ગદ્યમાં સંદર રંગો પૂરે છે.
        'દાદર' વિષેના ત્રણ પ્રકરણો માતબર છે. માનવમનના પારખુ લેખિકાની મહિલાઓના ડબ્‍બામાં મુસાફરી કરતી મુંબઈની જાત-ભાતની નારીના તાÛશ ચિત્રો અહીં મળે. લોલૂપતા, લાલચ, મજબૂરીથી ભરેલી સ્‍ત્રીઓતો મુંબઈની હાડમારી વચ્‍ચે પણ 'માથામાં ચંપો, મોગરો કે કેવડાના પાનની પટી માંથી કંઈને કંઈ સુગંધ રેલાવતુ' ભેરવવાની ટેવ પણ લેખિકાની નજર માંથી બાકાત રહી નથી. નોકરી કરતી સ્‍ત્રીઓની ચપળતા અને તેન અજાણી હોવા છતાં કેટલીક તો આત્‍મીય લાગે. અહીં સિંધી ટિકિટ ચેકર બાઈ મધુ પંજવાણીનું આપખુદ પણું અને કોઈ ઉતાળવમાં કે ભુલમાં ફર્સ્‍ટ કલાસના ડબ્‍બામાં ચડી ગયું હોય તો મનફાવે એવી તગડી રકમ રસીદ વગર જ વસુલતી જેની સામે લેખિકાએ નિર્ભીકતાથી જે લડત ચલાવી એનું દાદ માગી લે તેવું વર્ણન લેખિકાનો મિજાજ અને સત્‍ય માટેના આગ્રહનો સ્‍વભાવ સુચવી જાય છે. ફાર્સ્‍ટ ટ્રેન એકવાર રદ થતાં બારમા ધોરણની બોર્ડની પરીક્ષાનો સમય સાચવવા ટોળુ ફર્સ્‍ટ કલાસના ડબ્‍બામાં ચડી ગયુ અને પંજવાણીની જે પજવણી શરુ થઈ ત્‍યારે લેખિકા મઘ્‍યમવર્ગની દિકરીઓની વ્‍હારે ધાયા અને પંજવાણીને પદાર્થ પાઠ શીખવવાનો સંકલ્‍પ કર્યો એમાં નારીશકિતનો પરિચય આપો આપ મળે છે. આમ ય ગીતાબેન નાયક જડ સિસ્‍ટમ, ભ્રષ્‍ટઅધિકારીઓ-કર્મચારીઓ કે જયાં જયાં અન્‍યાય દેખાય ત્‍યાં ત્‍યાં કંઈક કરી છૂટનારા, હાથમાં ઝંડો લીધા વગર કે મીડીયામાં સોફીસ્‍ટીકેટેડ ઈન્‍ટરવ્‍યૂ આપ્‍યા વગર કોઈને ય ખબર ન પડે એ રીતે મદદરૂપ થવા હંમેશ તત્‍પર હોય એ માટે જાણીતા છે.
        'શબ્‍દસૃષ્‍ટિ' ના લલિતનિબંધના વિશેષાંક માટે શ્રી હર્ષદ ત્રિવેદીએ બીજુ કંઈ નહીં લખાણરૂપે ઈલેકટ્રિક ટ્રેઈનનો 'ડબ્‍બો' જ માગ્‍યો ને લેખિકાએ નિસ્‍બતથી 'ભાયખલા' સ્‍ટેશન જ આખું મોકલી દીધુ. લેખિકા ટ્રેઈનના અનુભવોના વર્ણન કરતાં કરતાં સાહિત્‍યની અને સર્જકોની વાતોપણ માંડે છે. અપડાઉનમાં જાગૃત નારી સાથે એક પુસ્‍તક તો રાખે જ. અહીં મહાશ્વેતાદેવીની 'હજાર સુરાશીર માં ' નો ઉલ્‍લેખ છે. જીવનને મોટા વ્‍યાપમાં જોઇ શકતા મહાશ્વેતાદેવી માત્ર સુખ સૌદયનું જ ગાન નથી ગાતાં પણ વિમુકત જનજાતિના શોષણ અને વાસ્‍તવિકતા નો મુકાબલો કરતાં લેખિકાનને આવી નિસ્‍બત ધરાવતી કલમમાં વધુ રસ પડે એ સહેજે પમાય છે. મહાશ્વેતાદેવી નો મહિમા એ રીતે કરે છે જયારે હજારો તરુણોની જીંદગી લાસમાં ફેરવાઈ હતી ત્‍યારે તે હકીકત કલકત્તાના કવિ-લેખકોએ કેમ અણદેખી કરી ? આવા ધારદાર-વ્‍યાજબી પ્રશ્‍નને, ઉઠાવી મહાશ્વેતાદેવી એ કરેલા લેખન-કાર્યને બિરદાવી 'હજાર ચુરાશીર મા' ની નાયીકા સુજાતાની પીડાની વાત માંડે છે. ખૂબ લાઘવમાં આખી યે નવલકથાના હાર્દનો ઉઘાડ વર્ણવવામાં લેખિકા સફળ રહયા છે. લેખિકાના સમૃદ્ધ માંહયલા નો પરિચય પણ આવે ટાણે મળે છે.
        મુંબઈની ઝૂંપડપટી ના, બોમ્‍બવિસ્‍ફોટ ના, વસ્‍તુ જગત નિબંધોના ગદ્યને સતત ગતિશીલતા બક્ષે છે. ''મુંબઈમાં રોજની જિંદગી એ જ દિવસે, એ જ સમયે જીવી લેવી પડે, બીજા દિવસે ઉધારીમાં જીવવાની નોટ સૈયા !''જેવી મુંબઈની વાસ્‍તવિકતા કે અચાનક અટકી પડેલી ટ્રેઈનને કારણે પડતી અનેક મુશ્‍કેલીઓ, સવિશેષ સ્‍ત્રીઓને પડતી મુશ્‍કેલીઓના વાસ્‍તવદર્શી વર્ણનો કૃતિમાં જીવ રેડે છે. તોય મુંબઈગરા 'અપાર ધીરજ' સાથે 'લાંબી લાઈનોમાં ઉભા રહેવા' જાણીતા છે. એ સામાન્‍ય માનવીઓના રોજ રોજના તપનો લેખિકા મહિમા કરે છે.
        'પરેલ' પ્રકરણમાં સ્‍વાતંત્ર્યદિનની ઉજવણીમાં શિક્ષકોને ફરજીયાત હાજર થવું પડે એની ચીડ અને ભારત આખાની રાષ્‍ટ્ર-પ્રીતિ આજે શિક્ષકોમાં સંચિત થશે : ''સાંજે ટી.વી.ના સમાચાર માં નહીં તો સરકારથી બીજુ શુ બતાવી શકશે ? જેવ ધારદાર પ્રશ્‍ન મુકી ગણું બધું સુચવી જાય છે. 'અઘ્‍યાપિકા કરતાં સરકારી, નોકર છીએ એવું ભાન રખાવતી સરકારી નીતિ' સામેનો અહીં પ્રગટ થતો પૂણ્‍ય પ્રકોપપણ સાચો જ ને ?
        'ચિંચપોકલી' નિબંધના વર્ણનો ખૂબ ચિત્રાત્‍મ છે. નિર્જન કબ્રસ્‍તાન જે જતાં-આવતાં ટ્રેઈનની બારીમાંથી દેખાતુ એ અહીં જાણે કે બેંઠુ થાય છે ? રોજે રોજની રેઢિયાળ-કંટાળાજનક મુસાફરીને જીવંત બનવતા-રસથી ભરી દેતા Ûશ્‍યો લેખિકાની નજર બહાર નથી રહેતા. ચિંચપોકલી ની ચાલીના અને એમાં ધબકતા જીવનના વિવિધ રૂપોના વર્ણનો મુંબઈની ડોકયુમેન્‍ટરી જોતાં હોઈ એ એવાં છે.
        'વી.ટી.' નામના નિબંધમાં મહિલાઓના ડબ્‍બાને એમના રંગબેંરંગી પોશાકને કારણે 'ડોલરીયો ડબ્‍બો'કહી 'નારી અને નાવીન્‍ય જોડાજોડ હોય' એનુ ગૌરવ  કરતાં જઈ નારીના ર્સૌદર્યને, આનંદને લેખિકા નોંધતા જાય છે. નારીવાદનો ઝંડો પકડયા વીના, નારીની પીડાને જરાય બોલકા બન્‍યા સિવાય, વિવશ નારી માટેની સહજ સહાનુભૂતિ, અનુકંપા ધરાવનારા લેખિકા અહીં નારીના સૌદય અને રસસભરતા ના રોચક વર્ણનો પણ આપે છે.
        'જોગેશ્વરી' નિબંધમાં લેખિકા જે કોલેજમાં નોકરી કરતાં હતાં એ ઇસ્‍માઇલ યુસુફ ગવર્નમેન્‍ટ કોલેજ જે જોગેશ્વરી માં ટેકરી ઉપર આવેલી છે એનુ’ અને કોલેજની કેડીનું રમણીય વર્ણન છે. તો એકવખત લેડીઝ ડબ્‍બામાં તેઓ એકલા હતા અને એક લઘરવઘર તગડો માણસ લેડીઝ ડબ્‍બામાં ચડવા જતો હતો એને પોતાના સ્‍વરક્ષણ માટે જે હિંતમ એકઠી કરી ધકકો માર્યો ને તે માણસ જે પ્‍લેટફોર્મ પર પટકાયો એ સમયે જે ગુનાહિત લાગણી લેખિકાએ અનુભવી એનુ વર્ણન એક શ્વાસે વાંચવા પ્રેરે એટલું આબેહુબ છે. પછી નો પ્રસંગ : એક યુવતીને પોતે સમયસૂચકતા વાપરી બચાવી એમાં તો એ Ûશ્‍ય જાણે આંખ સામે ભજવાય છે. ! થાય છે, આ લેખિકાએ અને હજારો આવી કેટલીય મુંબઈની નારીને રોજ-રોજેરોજ કેટલુ વેઠવુ પડે છે, જોવું પડે છે, સહેવું પડે છે અને હિંમત થી ટકવું પડે છે.
        'કાંદિવલી' નિબંધમાં ઘાટકોપરના સ્‍મરણોનું આલેખન છે પણ આખાય પુસ્‍તકનું સૌથી અસરકારક ચિત્ર અહીં મળે છે. બાળકો થી વિખૂટી પડેલી માનુ બાળકો સાથે મિલન અને એના બાળકોને સાચવનારા એક ગરીબ ફેરીયાનું આભાર માનતી મા આપણા 'માનવીય' ને ઉજાગર કરે છે. કૃતિની સૌથી સુંદર ભેટ આ વર્ણન છે ! આ અનુભવ લેખિકા માટે પણ યાદગાર છે. અનુભવોના આ ભાથાંએ તો લેખિકાને કદાચ કલમ ઉઠાવવા પ્રેર્યા છે. કેવળ શુષ્‍ક, બેઢંગી રફતાર જેવું અપડાઉન નહીં પણ અપડાઉનના 'સમય' ની ક્ષણેક્ષણ સારી-નરસી સ્‍મૃતિઓના જીવંત સાક્ષી બનેલા આ લેખિકા મુંબઈ ને, એના રોજરોજના સંઘર્ષને જે શબ્‍દોમાં પરોવતા જાય છે એમાં થી એક નકકર, મૂર્ત, તાજું, રસાળ ગદ્ય નિપજી આવે છે. આ કૃતિના અંગ્રેજી, હિન્‍દી, મરાઠી અનુવાદો થાય તો જરૂર દરેક અપડાઉન કરતી નારી આ પુસ્‍તક અ-ચૂક વાંચે.
        'ઈલેકટ્રિક ટ્રઈન' ના નિબંધોનું લાઘવ ઘ્‍યનાર્હ છે. સહજ રીતે ર્કાળતું ગદ્ય ગુજરાતી સર્જનાત્‍મક ગદ્યમાં નવી જ અપક્ષાઓ જગાડે છે. સાદગીપૂર્ણ સીધી વાતો છતાં કહેવા ઘારેલી વાતને પૂરેપૂરી અર્થપૂર્ણ બનાવી શકતી શૈલી આ પુસ્‍કતનું જમાપાસું છે. વિવિધ પ્રસંગો, ઘટનાઓ, અનુભવોના વર્ણનો Ûશ્‍યાવલિઓ રચતા જાય છે. લેખિકાની સૂક્ષ્‍મ નીરીક્ષણ શકિત અને દરેક બાબતમાં ઉંડો રસ, માનવમનને પારખવાની મથામણો, સ્‍ત્રીગત સંવેદનો, પીડા, આશા, ઉત્‍સાહ, ઉમંગ, સંઘર્ષ, શૃંગાર-બધું યથાતથ નજર સમક્ષ ખડું કરવાની ક્ષમતા અને સ્‍ત્રીનુ સન્‍માન જાળવતા વર્ણનો છતાં નર્યા નારીવાદમાં ન રાચતા જાગૃત લેખિકા સંસારમાં સ્‍ત્રી-પુરુષના સહઅસ્‍િતત્‍વને સ્‍વીકારીને ચાલવામાં જ નારીનું ગૌરવ અને ઇતિશ્રી માને છે. વાસ્‍તવનો સ્‍વીકાર ને કલ્‍પનામાં ન રાચવાનો સ્‍વભાવ ડોકાયા વગર નથી રહેતો. સત્‍ય માટે લડી લેવાની, કોઇનુ રક્ષણ કરવા કંઇ પણ કરી છુટવાની, અજાણ અને પારકી જીદગીઓમાં સંદેદનશીલતાથી જાતને પરોવી શકવાની સહજતા એમના માનવીય ને ઉજાગર કરે છે. રોજેરોજ ટ્રેઈનમાં સર્જાતા Ûશ્‍યોને સાક્ષીભાવે સમસંવેદનથી જેમણે જોયા-અનુભવ્‍યા છે, જેવા રૂપે-ભાવે અનુભવાયા છે એવા જ આકારમાં જઈ વાસ્‍તવનો અનુભવ ભાવકને પણ કરાવ્‍યો છે.
        મુંબઈના સમસ્‍ત નારી સમાજનો અવાજ અને એમના સંઘર્ષનું પ્રતિનિધિત્‍વ કરતી આ કૃતિ ઘણું બધું કહી જાય છે. લેખિકાની સંઘર્ષભરી, મુશ્‍કેલીઓભરી અપ-ડાઉનની રૂટિન-બોરીગ જીંગદગીમાં પણ 'જીવન' ની ભારોભાર શોધ, ર્સૌદર્ય અને આનંદના સ્‍થાનો શોધી લેવાની સહજતા, મનુષ્‍યત્‍વમાં રસ અને એનો મહિમા, ઈંદ્રિયસજગતા,કુમાશ અને સમભાવ, અજોડ નિર્ણય-શકિત, Ûઢ મનોબળ, તત્‍પરતા નિબંધો ધ્‍વારા પમાય છે.
        અહીં છે ભારતની નારી - જેના દર્શન 'ઈલેકટ્રિક ટ્રેઈન' માં થાય છે, જે સઘર્ષ કરતાં કરતાં પણ પરિવાર પ્રત્‍યે પુરેપુરી વફાદાર સાબિત થાય છે. મુંબઈની ટ્રેઈનમાં અપડાઉન કરતી કોઈ પણ નારીને એમજ લાગે કે આ તો અમારી જ વાત છે જે લેખિકાએ નિબંધમાં માંડી છે, તેથી અહીં નાની વાર્તાઓ પણ મળે છે. ભારતની નારીની સશકત વાર્તાઓનું સર્જન કરવાની શકયતાઓ દર્શાવતી અનેક નાયિકાઓ અહીં મળી આવે મુંબઈના વાસ્‍તવ જગતનું ચિત્ર, નારીજીવનના વિવિધ પાસા, નારીનાં વિવિધ રૂપ, નારીની વ્‍યકિતતા, સંઘર્ષો વચ્‍ચે પણ આનંદ શોધી લેવાની કોઠાસૂઝને ગીતાબેન ઉજાગર કરે છે. સંઘર્ષ અને યાતનાની વાત અહીં સમસંવેદનથી મંડાઈ છે.
        ગીતાબેન નાયક : જે આત્‍મસ્‍વમાન માટે નોકરી છોડી શકે છે, સાહિત્‍યિક પ્રવૃત્‍તિમાં નકકરતા માટે જે ખૂબ નિસ્‍બતથી વર્તે છે,ગુરુ શ્રી સુરેશ જોષીની સંસ્‍કાર-આભાથી જેમનું સર્જકત્‍વ પ્રતિબદ્ધતાથી મથામણ કરે છે એવા સર્જક શ્રી ભરતભાઈ નાયક જેમના પતિ છે, ગુજરાતી ગદ્યની વસંતને 'ગદ્યપર્વ' સામયિક થી પતિ સાથે ખભેખભા મીલાવી ઉજવી છે, શકિત નહીંપણ 'વ્‍યકિત' થવાની જેમની નેમ રહી છે. સર્જન વિષે ''પોતાની અહમતા, હોવાપણું જેને મહત્‍વનું લાગે તે જ સર્જન કરે'' એવું જેઓ માને છે ને જાણે છે કે 'જે મુકિત પામે તે મુકિતનો અનુભવ કરાવે'' તે સર્જનમાં તાદાત્‍મ્‍યપૂર્વક નું તાટસ્‍થ્‍ય દાખવી શકે છે. ''હકીકતો એટલી કારમી હોય ત્‍યાં સપનાં કયાં જોવા ?'' એવા નકકર ધરાતલ પર પગ માંડીને ચાલનારા લેખિકા વર્તમાનનો મહિમા કરી વર્તમાનની ક્ષણમાં જીવી લેવામાં માને છે.
        મુંબઈ અને ઈલેકટ્રિક ટ્રેઈન એકબીજાના પર્યાય છે, એના અનુભવો શેર કરતાં તેઓ કહે છે ''અતિત એક એવો કૂવો છે જેને તળિયું નથી. મુંબઈની સ્‍ત્રીઓ મારા ìદયની નજીક છે. અહીંની હજારો સ્‍ત્રીઓ માટે જીવનધર્મ એ લડતધર્મ સમાન છે એની વાતોનુ આ કૃતિમાં સહજ-સ-રસ પ્રાગટય છે.
        લેખિકાના પોતાના જીવનભરના આ અમૂલ્‍ય સ્‍મરણો ગુજરાતી ગદ્યની મોંઘી મિરાત બને છે. અહીં પગલાં આકાશમાં નહીં પણ ભારોભાર સુખ-દુઃખ જેણે ઝીલ્‍યાં છે, જીરવ્‍યા છે એ વાસ્‍તવની નકકર ભોંય પર ઉભા રહી નારીવાદની સૂફીયાણી વાતો ન કરતાં છતાં 'નારી' મૂલ્‍ય પ્રસ્‍થાપિત કરી આપવામાં સફળ થયા છે. 'ઈલેકટ્રિક ટ્રેઈન' વર્ષો સુધી આપડાઉન દરમ્‍યાન આદરેલા આકરા 'તપ' નું સુફળ છે.

પ્રા. દક્ષા ભાવસાર.

*******************************