જનનીની જોડ

હું અંધારાને જોઇ રહી છું કે અંધારું મને જોઈ રહ્યું છે.પાંપણો આંખને પૂછે, આંસુ સૂકાશે ક્યારે? રાત્રિના ત્રણ વાગ્યાછે.આંખોનીઊંઘ ગાયબ થઇ ગઇ છે.હમણાં જ ખોળામાંથી દીકરીને પથારી ઉપર સૂવડાવી છે.શું થઇ રહ્યું છે એને. કંઇ સમજ પડતી નથી.હસે છે, બોલે છે, રમે છે,ભણે છે, ખાય છે,પીવે છે, એકિટવ છે, ઈન્ટલિજન્ટ છે. તો શું થઈ રહ્યું છે એને?

વિરામ ઊંઘી રહ્યો છે ઉઠાડું એને,નાહક શું કામ ઉઠાડું છુ.આખા દિવસનું ઓફિસનું કામ એનું. પ્રાઈવેટ કંપની......... ગાળો અને બોલાચાલી વચ્ચે આ રાત્રિની નિંદર તો એને શાંતિ આપે છે. સૂવા દે એને...... નથી ઉઠાડવો. હું પણ સૂવાની કોશિશ કરું. દીકરી સામે જોઉ છું તો કેટલી સરસ ઢીંગલી છે. કેટલા લોકોએ કહ્યું કે મોડેલિંગમાં મૂકી દો. છોકરી જેટલી દેખાવડી તેટલી માની ચિંતા વધારે. પણ હજી તો છ વષૅની નાનકડી પરી છે.ફ્લેટમાં રહેતા આદિત્યના પપ્પા તો એને પરી કહીને જ બોલાવે છે. આકાશમાં ઉડતી ........ મારી જીયા. વાતો તો એની ખૂટતી જ નથી.
કેટલું બોલે છે. જાતજાતની એની વાતો.મમ્મી...મમ્મી...કરી આખું ગામ ગજવી નાખે છે.પણ, આ શું થયું એને.કોલેજ છૂટી અને ઘરે ગઇ. રુમમાં જીયા હતી.રોજ દરવાજો ખખડાવું એટલે આવીને ખોલે. પણ, આજે આવી પણ નહિ.અંદર રુમમાં જોઉં તો પલંગ પર ...... અરે આ શુ થઇ ગયું એને ખેંચ તો નથી આવતી ને. જલ્દી દોડીને જીયા પાસે ગઇ હતી. એને બોલાવી, પકડી.થોડીવાર મારી સામે જોઇ રહી.પછી પાછી નોમૅલ. હું ખોળામાં લઇ એને સૂવાડું છુ. ફરીથી એ જ ....... ખેંચ આવી ગઇ. આ શું થઇ રહ્યું છે.કંઇ સમજ નહોતી પડતી. ફોન હાથમાં લીધો. નબર લગાવ્યો. હલો.. વિરામ...... જલ્દી ઘરે આવો, આ જીયાને ખેંચ આવી રહી છે. થોડી થોડી વારે આવે છે.કંઇ કરો જલ્દી. હા હું આવું છું. કહી ફોન મૂકી દીધો.હું સૂનમૂન. ખોળામાં જીયાને જોઈ રહી છું. થોડીવાર રહી એ બોલી ... મમ્મી , રમવા જવું છે. હું જોઇ જ રહી. એ તો હતી તેવી જ રમવા લાગી. સાવ નોમૅલ. પણ કદાચ હવે મને --- મારા મગજને ખાલી ચડી ગઈ હતી. પ્રથમ વાર ‘મા’ હોવાનો અથૅ સમજયો.

હવે સમજાયું મને કે, કોલેજમાં લેકચર લઇ આવું અને થોડી ફ્રી પડું તો કેમ જીયા તરત યાદ આવી જાય. સાવ બેબાકળી બની જતી હતી....... કેટલીય વાર તો કોલેજમાં જઇ પાછી ઘરે આવી જતી હતી. સમજાતું નહોતું કે આવું કેમ થાય છે.પણ, દીકરીને કંઇક થઇ રહ્યું છે, એ મુશ્કેલીમાં છે એટલે મન સાવ જ ...... કોઇ કામમાં ચિત્ત ચોંટે નહિ અને એની પાછળ ખેંચાયા કરતું.

વિરામ આવ્યા બાદ ડોકટર પાસે પણ લઇ ગયા.ડોકટર કહે, ખેંચ આવે તો હાથ વાંકા થાય,પગ સૂન થઇ જાય, આંખના ડોળા બહાર આવી જાય.પણ, આવું કશું જીયાને નહોતું થતું. એને ઘ્રૂજારી આવતી હતી. હું ડોકટરને સમજાવી શકતી નહોતી.કયા શબ્દામાં શું કહું. ધ્રુજારી આવે અને પછી નોમૅલ થઇ જાય. કશાક આવેગને રોકવાની કોશિશ એ કરતી હોય એવું લાગતું. ડોકટરે કહ્યું, યુરીન ઇન્ફેકશન હોઇ શકે.દવાઓ આપી. એક ક્ષણ માટે હાશ..... થઇ ગયું. કોઇપણ બિમારીનો ઇલાજ તો છે જ. જીયા હવે સારી થઇ જશે. ઘરે આવી દયા આપી. જીયા ઊંધી ગઇ, ઉઠી,રમવા ગઇ. બઘું નોમૅલ. બીજે દિવસે સ્કૂલમાં ગઇ. પાછી આવી, ખાઘું. હું રસોડામાં ગઇ. આવીને જોઉં તો ફરી એ જ ધ્રુજારી. ઊચકીને ખોળામાં સૂવાડું છું.ઘ્રુજારી બંઘ થઇ..... નોમૅલ ..... હું અંઘારાને જોઇ રહું છું ...... અંઘારું મને.પાંપણો આંખને પૂછે આંસુ રોકાશે ક્યારે... ત્રીજો દિવસ હતો. જીયા ટી.વી. જોઇ રહી છે. હું રસોડામાંથી રોટલી કરતા બહાર આવી. જોઉ છું તો ટી.વી. જોતાં જોતાં .....ફરી એ જ ખેંચ...... આવી રહી છે..... બારીકીઇથી એને જોઇ રહી છું. ખેચ નથી લાગતી.... એના ચહેરા પર ખુન્નસ દેખાઇ રહ્યું છે, ચહેરો બદલાઇ રહ્યો છે. શું હશે આ. અને વિરામ આવ્યો. જીયા પાછી નોમૅલ.....ચલો,ડોકટર પાસે જઇ આવીએ. સાઇકોલોજીસ્ટ....અરે બઘા રોગોનો ઇલાજ છે., પણ, આ સાઇકોલોજી પોબ્લેમ.... એને કેવી રીતે દૂર કરી શકાય.

આખરે ચાર સાઇકિયાકિસ્ટ પાસે જઇ આવ્યા. ચારેયના જુદા- જુદા રિવ્યૂ. છોકરી કંઇ ગભરાયેલી લાગે છે..... કંઇ થઇ ગયું છે એને ....સાઇકોલોજી બીમારીના ઘણા કારણો હોય.આપણે એને શોધી ન શકીએ એમ ડોકટરોએ કહ્યું. પણ, આપણે એને દૂર તો કરી શકીએને. મેં કહ્યું. એને એકિટવ રાખો. ખૂબ જ પ્રવતિમાં ડૂબેલી રાખો. બસ એને એક મા ની સફર શરુ થઇ દીકરી પાછળ.... ઇશ્વર પેટલાકરની વાતાની મંગુની મા યાદ આવી ગઇ. છેવટે મા ગાંડી થઇ જાય છે મંગુ પાછળ.....

ના એવું તો નહિ જ થવા દઉં .દીકરીને તો તારીશ જ. નીચે રમવા જવું છે એમ જીયા કહે તો રમવા જવા દેતી. સ્કૂલમાંથી ઘરે આવે એટલે એકલી પડવા જ ન દઉં. મારુ ખાવા- પીવાનું, ઊંઘવાનું , મારા અરમાનો.... પાંપણો આંખને પૂછે આંસુ રોકાશે ક્યારે ?

હું અંધારાને જોઇ રહું છું અને અંધારું મને.... કશું ગણતરીમાં નહીં. દીકરી મારી... એક મહિના.... બે મહિના.... ખેંચ આવતી જ રહી..... પણ, ઓછી થતી ગઇ, સાવ બંધ ન થઇ. ઘરનું વાતાવરણ પણ સરખું રહેતું. વિરામના ઓફિસથી આવ્યા બાદ ધમાચકડી થતી... જુદા જુદા ક્લાસિસમાં મૂકી. અવર-જવર શરુ.... એકિટવિટી શરુ થઇ. મોટી થશે પછી શું? છોકરીની જાત....પાંપણો આંખને પૂછે આંસુ રોકાશે ક્યારે હું અંઘારીને જોઈ રહું છું અંધારું મને.....કે ક્યારેક અજવાળું થશે......

મેબલ એન્થોની, અમદાવાદ.