કાવ્ય

મારી પંદર વરસની દિકરી,
અને આઠ વરસના દિકરા,
બંને માટે બોરિંગ છે
મારી કરાંગસા, ખરકોડી, અને પીલુંની વાતો.
એવેન્જર્સ, કેટી પેરી, અને
ફાઈવ સેકન્ડઝ અવ સમર
અકળાવે છે અમને બંનેને.
જનરેશન ગેપ અલગ રાખે છે અમને.
આખરે મેં નક્કિ કર્યું
વાતો કરીશું આપણે મિત્રોની,
એમના મિત્રોની, અમારા મિત્રોની.
અને જૂઓ,
અમે એકબીજાના મિત્રો બની ગયા.

હરીશ મહુવાકર
(‘અમે’, ૩/ એ, ૧૯૨૯, નંદાલય હવેલી પાસે, સરદારનગર, ભાવનગર ૩૬૪૦૦૨
ફોન: ૯૪૨૬ ૨૨ ૩૫ ૨૨ ,ઈમેઈલ harishmahuvakar@gmail.com)