પદ્ય

કાવ્ય

ઊંચકી
આંખથી મુજને ઊંચકી
હરીવારે મારામાંથી ઊંચકી
વાંસળી જેમ રૂંવે રૂંવે
વહાલે હેત કરીને વીંધી

અંગઅંગમાં પીંછી બોળી
રગરગમાં ઝબકોળી
રસિયા, મોરપિચ્છમાં ઉમેરી.
સુની શેરી, સુતી શગ દીવાની
સખી, સાથીયા ભાત પૂરી
ઘેનના લીલાચટ્ક ચાંદલે.
ઝગમગ ચુંદડી સોતી સુતી
નેણ હુલાળે અધર ઈશારે
મુને સાતે કોઠે વીંધી રે
આંખથી મુજને ઊંચકી વહાલે.

*************************************

આરતીબા ગોહિલ ‘શ્રી’
૯૫/ એ, રૂપાળી સોસાયટી, તળાજા રોડ, ભાવનગર૩૬૪૦૦૨.