પદ્ય

કાવ્ય

સિંચન
ઘરને ફળીયે
ઝાડ થઇ મહોરી ઉઠેલો આંકડો લહેરાય.
ગામ લોક કહે
આંગણે સારો નહિ એ.

એમને જાણ નથી
એ આંકડો નથી
માનું સિંચન છે.
માં નથી હવે
એથીજ આંગણે આંકડો છે.

*************************************

હરીશ મહુવાકર
‘અમે’, ૩/ એ, ૧૯૨૯, નંદાલય હવેલી પાસે, સરદારનગર, ભાવનગર ૩૬૪૦૦૨
ફોન: ૦૯૪૨૬ ૨૨ ૩૫ ૨૨. ઈમેઈલ: harishmahuvakar@gmail.com