ગઝલ


છંદ વિધાન : લગાગાગા લગાગાગા લગાગાગા

જવાદો આપણા સંતાપનો અફસોસ !

થશે નહિ લાશને વિલાપનો અફસોસ !

ઝડપ મોસમની જોઇને ઉતાવળ કર.

પછી કરજે સમયના કાપનો અફસોસ !

પવન છે બહુ અને એ આજ શાંત છે,

સમંદરને થયો શું વ્યાપનો અફસોસ ?

બળે જો અંગ તો મ્હોરી ઉઠે છે એ ,

કરે છે ઝાડવાં ક્યાં તાપનો અફસોસ ?

અરીસાઓ અમે બદલીય  જોયા દોસ્ત !

છતાંપણ ના ગયો આ રૂપનો અફસોસ !

કિશનસિંહ પરમાર, મુ: વક્તાપુર, તા: તલોદ, જિ: સાબરકાંઠા, મો: ૯૪૨૮૧૦૪૭૦૩, ઇ-મેઇલ:kishansinhp@gmail.com