• DSC_0754
  • DSC_0772
  • DSC_0781
  • DSC_0790
  • DSC_0680
  • DSC_0686
  • DSC_0691
  • DSC_0535
  • DSC_0616
  • image carousel
  • DSC_0706
html slider by WOWSlider.com v8.8

અનુક્રમણિકા

English

1. The Plight of Women in Bapsi Sidhwa’s The Pakistani Bride : Hasmukh Patel
2. The Stepchild as a Marginal Testimony : Vaseem Qureshi
3. THE ALCHEMIST-----BY PAULO COELHO : Dr. Minaben S. Vyas
4. An Inception into the Russian Novels: A Study in general : Foram Patel
5. Role of Realism and Fantasy in R. K. Narayan’s Novels : Rajshree Singh
6. A study of the element ‘Character is Destiny’ : Sandhya Vyas
7. ‘Transformation of Suffering’ in The Last Ride Together : Dr. Mihir M. Dave

ગુજરાતી

1. “ભોમિયા વિના મારે ભમવા’તાં ડુંગરા”નો આસ્વાદમૂલક અભ્યાસ : અલ્કેશ ડામોર
2. ‘દિશાન્તર’ કૃતિનો આસ્વાદમૂલક અભ્યાસ : ડો.સોનલ જોષી
3. સામાજિક સંદર્ભને રજૂ કરતી નવલકથા - ચેમ્મીન :ડૉ. ચીમનલાલ પટેલ
4. ‘ધ ચેર્સ’ અને ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ની પાત્રસૃષ્ટિનો રસાસ્વાદ : ડૉ. એલ.એસ. મેવાડા
5. પન્નાનાયકની "ફ્લેમિન્ગો" વાર્તાનો આસ્વાદ : ગીતા વાઘેલા
6. ‘કાદંબરીની મા’ – કૃતિલક્ષી આસ્વાદ : ભારતી જી. દેસાઈ
7. ‘કાફલો’–પ્રતીકાત્મક નવલકથા તરીકે : ડૉ. વીણા રાવલ
8. “ચમનની વહુ” ટૂંકીવાર્તાની વાર્તાકળા : ક્રિપાલીબા ગોહિલ
9. ચિનુ મોદી કૃત 'બાહુક' ખંડકાવ્યનો આસ્વાદ : વિજય પરમાર
10. કીર્તિદા બ્રહ્મભટ્ટનો બાળકાવ્યસંગ્રહ - ‘અજવાળાં લ્યો’: કિરણ ખેની
11. ‘એગામેમ્નોન’ નાટકનો આસ્વાદ : પ્રો. જયાબેન પટેલ
12. ‘ઓ શરદપૂનમની ચંદા’ : ડૉ. બિપિન ચૌધરી
13. ‘વિદાય વેળાએ’ કૃતિ આસ્વાદ: ડૉ. કુસુમ ગાંવિત
14. ‘નારી શક્તિના દર્શન કરાવતી કૃતિ- ‘કૂવો’: ભગવાન ચૌધરી
15. ‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’ : આસ્વાદમૂલક અભ્યાસ: કવિત પંડ્યા
16. ‘ઠેર ના ઠેર’ વાર્તાનો આસ્વાદ: ડો. જ્લ્પા પટેલ
17. ‘ગોરા’ એક રસાસ્વાદ: ડૉ. દિનેશ ભોયા
18. ચિનુ મોદીનું નાટક - “ જાલકા” કૃતિનો આસ્વાદ: મિતેષા પ્રજાપતિ
19. “એક મિસરો તું લખી દે”માં વ્યક્ત થતો માનવીય ભાવ: નિમિષા ટંડેલ
20. મિથ્યાભિમાન: ડૉ. ઊર્મિલા ચૌઘરી
21. અતિમાનવની કલ્પના અને કલમનો પરિચય આત્મકથાકાર મુનશી:ડૉ. લીના સ્વાદીયા
22. “યાદગાર કાવ્યો”ના કેટલાક મહત્વના કાવ્યો"- એક આસ્વાદ:આદિત્ય વીરમગામા
23. ‘શમ્યાપ્રાસ’ - એક સમીક્ષા:ડૉ. વર્ષા પ્રજાપતિ
24. કવિશ્રી વિનોદ જોશીની ગીત કવિતામાં નારી સંવેદના:રાણા બાવળિયા
25. સામાજિક વાસ્તવની કલાત્મક વાર્તા 'ઘાટની કથા':અલ્પા વિરાશ
26. હૃદયને પૂછવા જેવા પ્રશ્નોનું કાવ્ય -પ્રશ્નપત્ર:ડૉ.પીયૂષ ચાવડા
27. ‘તત્વમસિ’ નવલકથાનો આસ્વાદ:ડૉ. નિયતિ અંતાણી

સંસ્કૃત

1. ‘મધ્યમવ્યાયોગ’ની શીર્ષકની દૃષ્ટિએ સમાલોચના:ડૉ. મહેશ પટેલ
2. પ્રતિજ્ઞાયૌગન્ધરાયણનું વિહંગાવલોકન:ડો. કીર્તિદા વ્યાસ
3. ॥ रसगङ्गाधर में व्यभिचारी भाव का आस्वादन ॥:वैशाली मैयड
4. સામાજિક નાટક તરીકે મૃચ્છકટિકમ:પ્રા.ભાવના ગજેરા
5. ઉત્તરરામચરિતમ્ નાટકનો આસ્વાદ મુલક અભ્યાસ:પ્રા. પી. કે. મકવાણા
6. ॥ अभिज्ञान शाकुन्तलम् में रस योजनाका आस्वादन ॥:संगीता चौधरी
7. ॥ उत्तररामचरित्तम में रसास्वाद ॥:पायल चावडा
8. ॥ महाकविकालिदासस्य नाटकेषु रसनिरूपणम् ॥:जय दवे
9. ॥ रसगङ्गाधरे उत्तमोत्तमकाव्यस्योदाहरणे व्यङ्ग्यविमर्शः ॥:जिगरः भट्टः

શબ્દ અને અર્થના ઉપદાનને લઈને સાહિત્યની રચના કરવામાં આવે છે. જ્યારથી માનવની ઉત્પતિ છે, ભાષાની ઉત્પતિ છે ત્યારથી જ સાહિત્યની ઉત્પતિ પણ છે. રાસ સ્વરૂપથી શરુ થઈને આજે માઈક્રોફિક્શન વાર્તા સુધીની સફર સાહિત્યે સર કરી છે. સાહિત્યના પદ્ય અને ગદ્ય એ બે સ્વરૂપો છે. સર્જકની આ સિસૃક્ષાને, સાહિત્યના સૌન્દર્યને, મૂલ્યને, શબ્દશક્તિને સહૃદય ભાવક સુધી પહોંચાડવાનું કામ આસ્વાદ કરે છે. વિવેચન, આસ્વાદ, વિવરણ, મૂલ્યાંકન, આલોચના આ બધા શબ્દો અર્થની દ્રષ્ટિએ સમજાય તો છે છતાં એ કરાવતી વખતે મૂંઝવણ ઉભી કરે જ છે વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને પણ. તો આ મૂંઝવણ દૂર થાય અને સાહિત્યિક કૃતિઓનો રસાસ્વાદ કેવી રીતે કરી શકાય તેવી આપણા સૌની જિજ્ઞાસા સંતોષાય તેવા પ્રયોજનથી ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ‘સાહિત્યકૃતિઓનો આસ્વાદમૂલક અભ્યાસ’ વિષય પર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત એ ચાર ભાષાઓની સાહિત્યકૃતિઓને કેન્દ્રમાં રાખી તા.૧૬/૨/૨૦૧૮ના રોજ કોલેજના સેમિનાર હોલમાં એકદિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં જે શોધપત્રો રજૂ કરવામાં આવ્યાં તેમાંથી પસંદગી પામેલ શોધપત્રો આ અંક સ્વરૂપે આપ સૌની સમક્ષ મૂક્યાં છે.

રાષ્ટ્રીય પરિસંવાદમાં મુખ્ય મહેમાન તથા ઉદ્ઘાટક તરીકે પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા (અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય અકાદમી) તેમજ અતિથિવિશેષ તરીકે શ્રી સૈયદસાહેબ (ભૂતપૂર્વ આચાર્યશ્રી, ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ) ઉપસ્થિત રહ્યા હતા. આ પરિસંવાદના બીજરૂપ વક્તા તરીકે જાણીતા સાહિત્યકાર શ્રી મણિલાલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ બેઠકમાં ગુજરાતી કવિતાના આસ્વાદ સંદર્ભે શ્રી ગુણવંત વ્યાસ, સંસ્કૃત નાટકનો આસ્વાદ સંદર્ભે બ્રહ્મર્ષિ શ્રી વિજય પંડ્યા તેમજ દ્વિતીય બેઠકમાં અંગ્રેજી નવલકથાના આસ્વાદ સંદર્ભે શ્રી જગદીશ જોશી, હિન્દી ટૂંકી વાર્તાના આસ્વાદ સંદર્ભે ડૉ. રંજના અરગડે દ્વારા માહિતીસભર અને મનનીય વક્તવ્યો આપવામાં આવ્યાં.

ઉદ્ઘાટન બેઠક :

રાષ્ટ્રીય પરિસંવાદમાં મુખ્ય મહેમાન તથા ઉદ્ઘાટક તરીકે પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા (અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય અકાદમી) તેમજ અતિથિવિશેષ તરીકે શ્રી સૈયદસાહેબ (ભૂતપૂર્વ આચાર્યશ્રી, ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ) ઉપસ્થિત રહ્યા હતા. પ્રા. નેહા પારેખ દ્વારા કરાયેલી સરસ્વતીવંદના બાદ મંચસ્થ મહાનુભાવો અને મહેમાનો દ્વારા દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું. કોલેજના આચાર્યશ્રી ડૉ. યોગેશ યાદવ દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રીનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. આચાર્યશ્રીએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે જગતનું કોઈપણ ક્ષેત્ર હોય સાહિત્ય તેમાં આગળ વધવાની એક નવી દિશા આપે છે. સાહિત્યની આ કૃતિઓને માણવાની, જોવાની અને જાણવાની પણ એક કળા હોય છે જેણે ‘આસ્વાદ’ – appreciation કહી શકાય. આસ્વાદના આ જ વિષયને લઈને આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આચાર્યશ્રીએ આ નિમિત્તે ઉપસ્થિત સર્વ મહાનુભાવોનો અને ગુજરાત સાહિત્ય અકાદમીનો સમગ્ર કોલેજ પરિવાર તરફથી આભાર માન્યો હતો.

પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ પોતાના અધ્યક્ષીય વક્તવ્યમાં આસ્વાદ કરાવવા માટે વિધાર્થીઓને સમકાલીન પરિસ્થિતિથી વાકેફ કેવી રીતે કરી શકાય, કેવી રીતે સાંકળી શકાય તેના વિષે વાત કરી હતી. આ સંદર્ભે તમેણે પોતાના પુસ્તક ‘મિસાવાસ્ય્મ’ સંદર્ભે વાત કરી હતી. જેમાં ઈમરજન્સી વખતના તેમના અનુભવોનું વર્ણન છે. તો આ સંદર્ભે વિદ્યાર્થીઓને આસ્વાદ કરાવવાની સાથે સાથે સમકાલીન પરિસ્થિતિનો ચિતાર આપવો પણ જરૂરી છે તેમ પણ કહ્યું હતું. અધ્યક્ષશ્રીના મતે કોઈપણ કૃતિનો આસ્વાદ માત્ર શાબ્દિક નહિ પણ જે-તે સમયના ઈતિહાસ અને સંદર્ભ વિશેની જાણકારી તેમજ શક્ય હોય ત્યાં સુધી તે સ્થળની મુલાકાત પણ કરાવવામાં આવે તો આસ્વાદ વધુ રસપ્રદ અને સચોટ બને.

બીજરૂપ વક્તવ્ય :

જાણીતા ગુજરાતી સાહિત્યકાર શ્રી મણિલાલ પટેલે સાહિત્યકૃતિઓના આસ્વાદ માટે કયાં તત્વો આવશ્યક છે તેની સમગ્રલક્ષી ચર્ચા પોતાના બીજરૂપ વક્તવ્યમાં કરી.

સાહિત્યકૃતિનો આસ્વાદ કરવાનો હોય. અવલોકન, સમીક્ષા, રસદર્શન આ બધું શું એક જ છે ? અવલોકન – પુસ્તકને જોઈએ (પાકું પૂંઠું, પ્રકરણ, લેખ વિષે માહિતી, પાનાં, વિષયવસ્તુ, કે ગમ્યું એ સંક્ષેપમાં’, ‘સમીક્ષા’ – હિન્દીમાં આલોચના, રીવ્યુ સમ – ઇક્ષ (બધી રીતે) (કૃતિનું વર્ણન, રસસ્થાનો બતાવવાની સાથે સાથે એનું પ્રમાણભાન શું છે એનો પણ નિર્દેશ કર્યો. ‘મુકુન્દરાય’ વાંચ્યા પછી આ વાર્તા શાની છે ? રા. વિ. પાઠકની આ વાર્તા જે જમાનામાં નવી નવી કોલેજો શરુ થઇ અને છોકરાઓ પર એની શું અસર થઇ— છોકરો બગડી ગયા - કૃતિ વાંચ્યા પછી એનો દ્રષ્ટિકોણ સમજાય. ‘વાત્રકને કાંઠે’ (વાત્રકના બેય કાંઠા સરખા.. એક પાછો આવ્યો .. ત્યારે બીજો લંગડો પાછો .. પિતાજી ગુજરી ગયા એ સંદર્ભ.. જાણે નવલ નહોતી રડતી જાણે બે કાંઠા ભરીને વાત્રક રડતી... નારીનું મન કેવું અકળ .. બે પતિ છતાં પતિ વગરની... એક જ આશા હતી કે ઢોર ચારવા ગયેલા માસા સામા મળે તો એને પાછા વાળે. આ રીતે કોઈપણ કૃતિના આસ્વાદ માટે એના સંદર્ભ સમજવા પણ એટલા જ જરૂરી છે. સાહિત્ય શબ્દની કળા છે અને શબ્દ સમાજમાંથી આવે. સમાજના બધા સાંસ્કૃતિક સંબંધો લઈને આવે છે. નાયક – નાયિકા એ સમાજમાં પણ એ જ છે કે જુદા છે ? બંને એક જ છે છતાં બંને એક જ નથી. સાહિત્ય દર્પણથી કશું વિશેષ છે. એ રૂપાંતરિત કરીને આપે છે. સાહિત્યનો માણસ છે તે સમાજનો માણસ છે. સાહિત્યના વિષયો કયા છે તેનો ખ્યાલ હોવો જોઈએ. સાહિત્યના વિષય તો બે જ છે – પ્રકૃતિ અને માનવપ્રકૃતિ. સંવેદન અને વિચારની અર્થપૂર્ણ ભાષામાં રસમય અને સુસંકલિત અભિવ્યક્તિ એટલે સાહિત્ય. લેખક સમાજમાંથી આખું માળખું લે છે અને પછી એમાં પ્રાણ પૂરે છે. આ અભિવ્યક્તિ અર્થપૂર્ણ ભાષામાં થાય છે. રીતિ વગરનું કોઈ સર્જનાત્મક વાક્ય નથી. દરેક કૃતિનું ઘટક શું હોય છે તે, તેનું સ્વરૂપ, આસ્વાદ અને સ્વાધ્યાય કરનારે એનાં ઘટકો કયાં છે એને આધારે વાત કરવી જોઈએ. એનું કથાબીજ મળવું જોઈએ. શાકુન્તલ, નળાખ્યાન, માનવીની ભવાઈમાં કથાબીજ સમાન છે. ભૂમિકા, સંદર્ભો, જાણવું જરૂરી છે. વિદ્યાર્થી સુધી આસ્વાદ ... વાચન અનિવાર્ય છે. ‘છેલ્લો કટોરો’ તો કટોરો આગળ ‘છેલ્લો’ વિશેષણ કેમ લગાવ્યું ? પહેલાં મીરાંએ પીધો, સોક્રેટિસે પીધો હવે છેલ્લો ગાંધીજીએ પીવાનો છે. શિક્ષક બનવું મોટી જવાબદારી છે. પરિચિત પદોને અપરિચિત વિન્યાસમાં રજૂ કરે તે કવિતા છે. માટે સાહિત્યકૃતિ અપૂર્વ છે અને તેને વિદ્યાર્થી સુધી શિક્ષકે પહોંચાડવાની છે. કવિતાના આસ્વાદ માટે – કવિતા એટલે પુષ્પનું પરાગ (સૌરભ). તમે એને અનુભવો છો. કવિતા કવિ અને ભાવક બંને માટે અનુભવનો વિષય છે. ‘વળાવી બા આવી’ – ‘પ્રિયવચનમંદસ્મિતવતી’ છંદ કેવિ રીતે ઉપયોગી થયો ? શિખરિણી છંદની અહીં કઈ ભૂમિકા છે? ભાષા ક્યારે ચડે જ્યારે વધારેમાં વધારે વાંચીએ, સાંભળીએ ત્યારે. . આ રીતે શ્રી મણિલાલ પટેલે આસ્વાદની સમગ્ર પ્રક્રિયા વિષે આસ્વાદમૂલક સમજ પોતાના વક્તવ્યમાં આપી હતી.

પ્રથમ બેઠક : ગુજરાતી કવિતાનો આસ્વાદ
સંચાલન : ડૉ. નિયતિ અંતાણી
શોધપત્ર વાચન :
૧. વર્ષા પ્રજાપતિ – ‘શમ્યાપ્રાસ’ – એક સમીક્ષા
૨. કવિત પંડ્યા – ‘ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ’ – આસ્વાદમૂલક અભ્યાસ
અધ્યક્ષીય વક્તવ્ય : ડૉ. ગુણવંત વ્યાસ (જાણીતા વાર્તાકાર અને વિવેચક)

‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ સંદર્ભે શ્રી ગુણવંત વ્યાસે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આસ્વાદ એટલે કૃતિના હાર્દને રસિકતાથી સ્પર્શવું. વિવેચનથી નહિ પણ ‘વિ-વાચન’થી એ શક્ય બને. કાવ્યનું ભાવવાહી પઠન જ કાવ્યને અડધું તો ઉકેલી આપે. એનું પુનર્વાચન કાવ્યને આસ્વાદલક્ષી બનાવે છે. આપણે ત્યાં કાવ્યને વિષય અને સ્વરૂપની દ્રષ્ટિએ જોવા-તપાસવાના ઉપક્રમો સવિશેષ થાય છે. વિશેષણલક્ષી પણ જો કવિતાને જોવાય તો એ વધુ અર્થગામી બને. જેમકે, કોઈ કાવ્યમાં રંગના સંદર્ભો આવ્યા છે તો એ કયા અર્થમાં પ્રયોજાયા છે એ જોવું ગમે. ‘વીરોનાં લીલાં બલિદાનો’માં નો લીલો રંગ અને “કૈંક લીલું ચટ્ટાક’ નો લીલો રંગ એક નથી એ જોવું રહે. ‘વનનો લીલો અંધકાર’, ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’, ‘લીલા ઘોડા ડૂબ્યા..’ માંના રંગસંદર્ભો કશુક વિશેષ સૂચવે છે એ ઉકેલવું પડે. ક્યારેક સરળ લાગતી કવિતા પુનર્વાચનથી આસ્વાદક્ષમ બને છે. ‘જટાયુ’ની દેખીતી સરળતા એમાં પ્રવેશ પછી કેટલી અર્થસમૃદ્ધ જણાય છે. કાવ્યનું જેમ રંગવિશ્વ હોય છે તેમ અંકવિશ્વ પણ હોય છે. “એકડે એક્કો, પરમેશ્વરને નામે મૂકો પહેલો છેકો” માંનો ‘એક’ અને ‘એક પછી એક દાળ ખરતી જોઉંને થાય પડવાને કેટલી છે વાર’’માંનો ‘એક’ એક નથી. ‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા’ કે ‘સાત રંગને સરનામે’નું અંક ગણિત ઉકેલી શકાય ત્યારે કાવ્યનો ખરો આસ્વાદ માણી શકાય.

દ્વિતીય બેઠક : સંસ્કૃત નાટકોનો આસ્વાદમૂલક અભ્યાસ સંચાલન : ડૉ. નિયતિ અંતાણી
શોધપત્ર વાચન :
૧. ડૉ. મહેશ પટેલ
૨. ડૉ. મંજુલા વિરડીયા
અધ્યક્ષીય વકતવ્ય : બ્રહ્મર્ષિ ડૉ. વિજય પંડ્યા

આ બેઠકમાં શ્રી વિજય પંડ્યાએ સંસ્કૃતના જાણીતા નાટક ‘મૃચ્છકટિકમ’ના ઉદાહરણ દ્વારા નાટ્યસ્વરૂપનો આસ્વાદ કરાવ્યો હતો. તેમણે નાટકના પાત્રોનું મનોવૈજ્ઞાનિક મનન કરીને આસ્વાદ કેવી રીતે કરી શકાય તેનું રસપ્રદ ઉદાહરણ શકાર છે તેનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી વિજય પંડ્યાએ ૧૦ અંકના શુદ્ર્ક રચિત આ નાટકમાં સામાન્ય માણસ પણ કેવી રીતે નાયકત્વ પ્રાપ્ત કરે છે તેનો આસ્વાદ કરાવ્યો હતો.

તૃતીય બેઠક : અંગ્રેજી નવલકથાઓનો આસ્વાદમૂલક અભ્યાસ
શોધપત્ર વાચન :
૧. ડૉ. વસીમ કુરેશી
૨. ડૉ. હસમુખ પટેલ
અધ્યક્ષીય વક્તવ્ય : ડૉ. જગદીશ જોશી (પ્રોફેસર-ડિરેક્ટર, એચ.આર.ડી.સી. યુજીસી, ગુજરાત યુનિ.

આ બેઠકમાં શ્રી જોશીએ અંગ્રેજી નવલકથાનો આસ્વાદમૂલક અભ્યાસ વિષે વાત કરતા નવલકથાના સ્વરૂપ અને ઉદ્ભવ વિશેની વાત કરી. ‘નોવેલ’ શબ્દ ઈટાલીયન શબ્દ ‘નોવેલા’ પરથી ઉતરી આવ્યો છે. કાલ્પનિક, સામાજિક, સાયન્સ ફિક્શન વગેરે નવલકથાના વિવિધ પ્રકારો વિષે પણ તેમણે સમજ આપી. નવલકથાનાં ઘટકતત્વો – કથાવસ્તુ, પાત્રો, સંવાદ, સંઘર્ષ વગેરેની ચર્ચા કરીને, ચાર્લ્સ ડિકન્સ, વર્જિનિયા વુલ્ફ, અર્નેસ્ટ હેમિંગ્વે જેવા જાણીતા નવલકથાકારના ઉદાહરણો દ્વારા નવલકથાના આસ્વાદ વિશે ચર્ચા કરી હતી.

ચતુર્થ બેઠક : હિન્દી ટૂંકીવાર્તાઓનો આસ્વાદમૂલક અભ્યાસ
શોધપત્ર વાચન :
૧. ડૉ. ઓમપ્રકાશ શુક્લ
૨. ગિરીશ બંજારા
૩. ડૉ. નિયાઝ પઠાણ
અધ્યક્ષીય વક્તવ્ય : ડૉ. રંજના અરગડે

“સાહિત્યકૃતિઓનો આસ્વાદમૂલક અભ્યાસ”ની ચતુર્થ બેઠકની અધ્યક્ષતા ભાષા-સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના નિદેશક અને હિન્દી વિભાગાધ્યક્ષ પ્રો.(ડૉ.) રંજના અરગડેએ કરી હતી. તેમણે હિન્દી સાહિત્યની કેટલીક ખ્યાતનામ વાર્તાઓનું આસ્વાદન કરાવ્યું હતું. આ બેઠકમાં શોધાર્થી ગિરીશભાઈ બંજારાએ “ગુફાએં’: દલિતો કી ભીતરી કમજોરિયોં કો ઉજાગર કરતી કહાની” વિષય પર શોધપત્ર રજૂ કર્યુ હતું. શ્રી એમ.એન. કોલેજ વિસનગરથી પધારેલ પ્રાધ્યાપક ડૉ. નિયાજ઼ પઠાણે સ્વયંપ્રકાશ રચિત ‘પાર્ટિશન’ વાર્તાનો આસ્વાદમૂલક પરિચય કરાવ્યો હતો. અત્રેની કોલેજનાં પ્રા.ડૉ.ઓમપ્રકાશ શુક્લએ “ઇક્કીસવીં સદી કી કહાનિયાઁ : કથ્ય સંદર્ભ” વિષય પર શોધપત્ર રજૂ કર્યું હતું. સમગ્ર બેઠકનું સુંદર સંચાલન અત્રેની કોલેજના હિન્દી વિષયના પ્રા. ડૉ. નેહાબેન પારેખે કર્યુ હતુ.

આ રાષ્ટ્રીય પરિસંવાદમાં ગુજરાત તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા વિવિધ રાજ્યોમાંથી ૧૯૦ અધ્યાપકો તેમજ શોધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ૫૦ જેટલાં શોધપત્ર રજૂ થયાં હતાં.