Download this page in

પ્રતિજ્ઞાયૌગન્ધરાયણનું વિહંગાવલોકન

મહાકવિકાલિદાસે સ્પષ્ટ રીતે ભાસને ‘प्रथितयशय ‘ તરીકે નિરૂપ્યા છે. ( प्रथितयशसां भास सौमिल्ल कविपुत्रा .....मा लविकाग्मिमित्रम् l ) અને ભાસ રચિત ઉદયન કથા માં ક્રમ બદ્રતાની દ્રષ્ટિએ પ્રતિજ્ઞાયૌગન્ધરાયણ નું કથાનક પ્રથમ છે જ્યારે સ્વપ્ન વાસવદતમ પ્રૌઢ રચના છે. પ્રાચીનકાળથી ઉદયન કથા લોકપ્રિય હતી. ઉદયનના લોકોત્તર રુપ , ગુષ , શીલ ચરિત્ર ને કારણે આ કથાઓ અમર બની રહી છે.

રાજા ઉદયનનો મુખ્યમંત્રી યૌગંધરાયણ આ રાજકીય નાટકનો નાયક છે. તેની બે પ્રતિજ્ઞાઓની કેન્દ્રવર્તી ધટનાએ નાટકને શીષર્ક તેના પરથી આપ્યુ છે. તેની જાસુરી વ્યવસ્થા એટલી સાવધ છે કે ઉદયનના અંગરક્ષકો રાજાના પકડાયાના સમાચાર લાવે તે પહેલા ઉજજૈનના પડોશીશત્રુ , ઉજજયિની ના રાજા મહાસેને ઉદયનને કેવી રીતે પકડયો તેની રજેરજની માહિતી તેની પાસે આવી ગઇ છે. રાજા પકડાઇ ચૂક્યો છે. શત્રુના સૈનિકોએ અપમાન કર્યુ છે તેથી ખૂબ દુ:ખી છે. રાજાને છોડાવવાની તે પ્રતિજ્ઞા લે છે જેમાં વાસવદત્તાના વિવાહ અંગેની ચિંતા વ્યક્ત થઇ છે. ત્રીજા અંકમાં ઉન્મતક ના વેરામાં રહેલા યૌગંધરાયણ , ભિખારીનાં વેરામાં વિદૂષક વસંતક, બૌધ્ધ સાધુનાં વેરામાં બીજા મંત્રી રુમણ્વાન અને આ ત્રણેયની સાંકેતિક ભાષામાં વાર્તાલાપ યૌગંધરાયણની યોજના ઉન્મત્તક વેશમાં યૌગંધરાયણને હંમેશની સંસ્કૃતમાંથી પ્રાકૃતમાં પરિવર્તન કરતો દર્શાવીને ભાસે સંક્રાંતિને સરળ બનાવી છે. કાવતરા બાજ માં શ્રેષ્ઠ યૌગંધરાયણ તેમજ ભિક્ષુક વિદૂષક રાજાની મુક્ત થવાની અનિચ્છાના સમાચાર લાવે છે ત્યારે મંત્રીની બધી યોજના છિન્ન ભિન્ન થતી લાગતાં નિરાશ ન થતાં , બીજી પ્રતિજ્ઞા લે છે કે તે વાસવદત્તા સાથે રાજાને મુક્ત કરશે.

૨.

યૌગંધરાયણની ચોકસાઇ સાથે યોજના સફળ થાય છે. રાજાનો વાસવદત્તા સાથે ભાગી છૂટે છે. પણ યૌગંધરાયણ પકડાઇ જાય છે. પછીથી તેને સન્માનપૂર્વક મુક્ત કરવામાં આવે છે. ભાગી છૂટેલા પ્રેમી પંખીઓના ખિન્ન માતા – પિતા તેઓની અનુપસ્થિતિમાં ચિત્રો દ્વારા લગ્ન વિધિ કરે છે.

આ નાટકમાં ઉન્મત્તક દૅશ્ય ભાસનાં સર્વોત્તમ સર્જન માંનુ એક છે. હાસ્યકાર ભાસની ઉત્તમતાને દર્શાવે છે ભરચક પીધેલા મનાતા યૌગંધરાયણની વિશિષ્ટ , ઉન્મત્તસૂર સાથેની પ્રાકૃત પ્રશસ્તિ મોહક છે.
ધણ્ણા સુરાહિ મત્તા ધણ્ણા સુરાહિ અણુલિંત્તા ........
“જે સૂરાથી પૂરેપૂરા મત્ત છે તે ધન્ય છે
જે સૂરાથી અનુલિપ્ત છે તે ધન્ય છે
જે સૂરામાં સ્નાન કરે છે તેઓ સાચે જ ધન્ય જ ધન્ય છે.
તેઓ કેટલા ધન્ય છે કે જે સુરાની મૂર્ચ્છા માં સુપ્ત છે.

આ મદ્યમત્તાવસ્થાની ધન્યતા વધતા જતા સુંદર ક્રમમાં છે. શેકસ-પિયર નો વાક્યાંશ વાપરીને તો તેમાં કોઇક વ્યવસ્થા સૂચવાય છે. સાદાપાનથી લેપ, લેપથી સ્નાન અને નાનકડી પૃથ્વી પૃથ્વીની દુનિયા અને તેના દુ:ખો સાથેના સંબંધોનો છેદ કરીને મૌફીઅસના બાહુઓનાં સ્વસર્જિત સ્વર્ગમાં ઉપર ઉઠવાથી પરાકાષ્ઠા આવે છે. આની સામે પોતાની પાસે ક્ષમતા હોવા છતાં , પત્નીઓ અને બાળકો તરફના દુ:ખોના રામબાણ ઉપાય તરીકે પોતાનાં આંગણ માં સૂરાનાં તળાવો નહીં બંધાવનારા ધનિક મૂર્ખોને વખોડી કાઢવાનું સૂચવતાં પીધેલાનો શ્ર્લોક આસ્વાદ્ય છે. આ નાટકમાંથી ઉન્મત્તકની એકોક્તિઓ અંત્યંત સફળ છે અને શ્રી એ. એસ. પી. અય્યર ના શબ્દોમાં,આનંદી, ઝ્ગડાળુ અને રોતલ તબક્કઓ માં પીધેલાની મૂર્ખતાભરી શિથિલ વર્તણૂકનો તેમાં સમાવેશ થાય છે. (1)

ત્રીજા અંક માં ગુપ્તરીતે મિત્રો વસંતક રુમણ્વાન અને યૌગંધરાયણ વચ્ચે થતી પ્રાકૃત માં છે જે ને દ્વિઅર્થી માની શ્રી ગણપતિ શાસ્ત્રી એક હાસ્યપ્રેરક અર્થ અને બીજો ગૂઢઅર્થ સ્પષ્ટ કરે છે. પ્રો.કેશવલાલ ધ્રુવ આ સંવાદ દ્રિઅર્થી માનતા નથી.આ શિવાલયના સંવાદમાં પેટભરૂ બ્રહ્મચારીના વેષ અને ભાષણથી ધેલાની ધેલછાથી જતિના દંભથી કવિએ મધ્યમ કોટિનો હાસ્યરસ જમાવ્યો છે. ભલે આખો, સંવાદ આપણે સાંકેતિક ન માનીએ જેમકે ઇન્ટ્ર બંધાય છે ઓમાં રાજાનાં બંધનનો નિર્દેશ સ્પષ્ટ છે. (2)

(3)

વીર રસ પ્રધાન નાટકમાં ઉદયન અને વાસવદત્તાના શૃંગારની વિગત ગૌણ છે, રંગભૂમિ પર રજૂ થઇ નથી.રાજકીય ખટપટ દાવ પેચની આ સૌથી પુરાણી ઉપલબ્ધ કૃતિ છે. આદિથી અંત સુધી નાટકમાં યૌગંધરાયણની પ્રતિજ્ઞા ધ્યાન કેન્દ્ર છે. યૌગંધરાયણની પ્રતિજ્ઞા ઉત્સાહરૂપી સ્થાયીભાવને નિરૂપતુ વીર રસ પ્રધાન જેમાં શૌર્ય ,પરાક્રમ , કપટ ,રાજનીતિ કેન્દ્ર માં રાખીને નાટક અનેરી છાપ ઉપસાવે છે. જેમ કે
अमात्य अपने दायित्व के निर्वाह हेतु सभी रुपको में चितित्त दिखलायी पड़ता है वह अपनी सुख सुविधा की अवहेलना कर स्वामी के कार्य को सम्पन्न कर के निमित अपना सर्वस्व त्याग करने के हेतु प्रस्तुत रहता है l इस प्रकार भास के रूपकी में समान भावो से अंकन पाया गया है l (३)

કથાનક વિન્યાસ પૂર્ણ પ્રૌઢતા પ્રભાવાન્વિતિ , ચરિત્રાંકન , સંવાદોની વિશેષતા છે. यर्हा लोककथा की अपेक्षl नाटक की कथा अधिक जीवन्त और सशक्त है l A.S.P Ayyar ने लिखा है कि
The Interesting account of the soldiers who bewailed the loss of their relatives, and of the single soldiers who caught udayana by his hair and caught to chop off his head , but slipped in the pools of blood and died and of salankayena who had been wonded earlier but recovered conciousness at the critical moment and prevented farther violence on udayana are not found in the folklore version , and are Bhasa’s own creation (4)

नाटक के मुखपात्र उदयन तथा वासवदता का नाटक में सर्वत्र केवल नाम ही सुनाई पड़ता है, मंच पर दर्शन तक नहीं होते l इसी कारण कुछ विद्रानों ने मास की आलोचना की है l आपातत : यह भास् की त्रुटि अवश्य प्रतीत होती है , किन्तु गभीरता से यदि विचार करे तो यह दोष नहीं अपितु भास की विशेष कार्य कुशलता का ही सूचक है l बास्तव में भासने इस प्रकार की वस्तु योजना करके एक प्रकार से नय्यछले का सफल प्रयोग किया है l क्योंकि भास ने उदयन तथा वासवदर्ता की मंच पर न प्रदर्शित करके भी अपनी नाटय कुशलता द्वारा दर्शको की कभी भी दोनों के अभाव को आभास नहीं होने दिया है अपितु दर्शक अपने कि सदैव उदयन तथा वासवक्षता के निकट ही पाता है l यौगन्धरायण की सक्रियता नाटक पर इतनी छा गयी है कि दर्शको को अन्य छोटी छोटी त्रुटियों का ध्यान तक नहीं रहता l (5)

भास को संस्कृत नाट्य साहित्य का एसा अम्वार्य मानते है जिससे कालिदास अश्वधोष श्री हर्ष , भवभूति आदि ने भी प्रेरणा प्राप्त की है l (6) ડૉ.સ્યામ શર્મા નાં મતે , प्रतिज्ञा यौगन्धरायण का रूप विधान मौलिक होने पर भी नाट्य कला की द्रष्टिसे पूर्ण सफल है l भास की प्रतिज्ञा की सर्वाधिक विशेषता उसकी नाटकीयता प्रभावात्मकता तथा अन्तद्रंन्द का सम्यद्व निर्वाह है lजो की अन्य नाटकों में नहीं मिलता l प्रतिज्ञा ही भास की एकमात्र नाट्यकृति है जिसमे कार्यान्विति की अपूर्व सफलता के कारण वस्तु संयोजना में किचिदपी शिथिलता नहीं आपाई है l इसकी दूसरी प्रमुख विशेषता है – तत्कालीन राजकीय समाज के यथार्थ चित्रम की चेष्टा l यह नाटक केवल मात्र आदर्शो की भावना पर आधारित न होकर पूर्णत : यथार्थवादी है l समाज की कमजोरियों का भी इसमे यथास्थान है l वास्तविकता तो यह है कि राजनैतिक तथा वीररस की द्रष्टि से एक होकर यह मुद्राराक्षस जैसे नाटकों का प्रेरक रहा है तो दूसरी और समाज के यथार्थ चित्रण की द्रष्टि से मृच्छकटिक को भी इससे अवश्य प्रेरणा मिली है है समग्र रूप में प्रतिज्ञा में मुद्राराक्षस समान झटिल है न मृच्छ कटिक मृच्छकटिक समान विस्तृत l रंग मचीयता इसका प्रधान है l वर्णन तथा काव्यात्मक का प्राचुर्य नहीं है l छोटे छोटे वाक्यों द्वारा कथानक को गतिशील बनाया गया है l भाषा चुस्त संवाद मार्मिक है तृतीय – चतुर्थ अंक इसी बात के साक्षी है की भास में विविधता के निर्वाह की विदगधता है | निश्कार्ष्ट : अभिनय कला की द्रष्टि से प्रतिज्ञा . पूर्णत : सफल नाटय कृति है |

આમ સમગ્રતયા વિહંગાલોકન કરીએ તો ઉદયન વાસવદતા ના પ્રેમની હકીકત ગૌણ બનાવ બની રહી છે . યોગંધરાયણ ના ઉત્સાહના સ્થાયીભાવ નિરૂપતું વીરરસપ્રધાન નાટક છે. જેમાં યૌગંધરાયણની ૧. કુશળરાજનીતિ – ગુપ્તચર વ્યવસ્થાનું પૂર્ણ પંડિત્ય ૨. પ્રત્યુત્પન્નમતિ ૩ પરક્રમશાળી ૪. આત્મવિશ્ર્વાસ ૫ . બુધ્ધિમતાની સાથે શસ્ત્ર વ્યવહાર પટુતા ૬. સ્વામીભક્તિ સાથે કર્તવ્યપરાયણતા ૭. ત્યાગ એવ કર્મઠતા – અહર્નિશ કાર્ય કરવાની ક્ષમતા નાટકમાં ઓજસ્વી મર્મસ્પર્શી સંવાદ ,મનોવૃતિ વિશ્ર્લેષણ રસ ઓચિત્ય , સંવાદ , અભિનેયતા , મૌલિકતા ,વસ્તુ વિન્યાસનું અદભુત કૌશલ્ય રંગ્મંચની ઉપાદેયતા લોક રંજન ની ભવના વગેરે અનેક દ્રષ્ટિએ જોતા પ્રણયને ગૌણ ગણી રાજકિય કાવાદાવામાં અન્ય કોઇ નાટક કરતા પ્રતિજ્ઞા યોગંધરાયણ શૌર્ય ,પરાક્રમ કપટ રાજ્નીતી ને કેન્દ્રમાં રાખીને અનેરી છાપ ઉપસાવે છે .

સંદર્ભ નોંધ :-

૧. ભાસ, વી. વેંકટાચલમ અનુવાદક ગૌતમભાઈ પટેલ ,સાહિત્યઅકાદમી ન્યું દિલ્હી first edition 1991 page 106 , 107
૨. સંસ્કૃત નાટકોનો પરિચય લે . ડો. તપસ્વીનાન્દી યુનિ. ગ્રંથ નિર્માણબોર્ડ ,ગુજરાત રાજ્ય ,દ્રિતિય આવૃતી ૧૯૭૯ પ્ર – ૧ ૨૩
૩. महाकवि भास ले: डॉ नेमीचंद शास्त्री मध्यप्रदेश हिन्दी ग्रन्थ अकादमी , भोपाल , प्रथम संस्कृत 1972 page 60
૪. वही page 1803
૫. संस्कृत के ऐति हासिक नाटक डो श्याम शर्मा , देवनागर प्रकाशन , जयपुर , 1983 , page 147
6. महाकाल भास डॉ नेमीचंद्र शास्त्री page 563
૭.संस्कृत के ऐतिहासिक नाटक , डो श्याम शर्मा देवनागर प्रकाशन जयपुर 1983 page 151