Download this page in

સંક્રમણ

અજવાળું
ખંખેરી
રાતે પહેરેલા
કાળા રંગના સટૅમાં
ધીમે રહીને પ્રવેશે છે અફાટ
પોષની અકકડ
ઠંડી
માના લૂગડામાં લપાયેલો હું-
જોયા કરું છું આકાશે ઓઢેલા ધાબળા તરફ
અને
લૂગડામાંથી બહાર નીકળેલું શરીર
પાછો ખેંચી લાવું છું
અંદર

પટેલ ધ્રુવિનકુમાર રમણભાઈ, ૨૦૩૫, યોગેશ્વરનગર સોસાયટી, ગુ.હા.બોર્ડ, કનકપુર, કનસાડ, સચીન(સૂરત) , તા: ચોર્યાસી, જિ : સુરત, પિન : ૩૯૪૨૩0 મો.૯૪૨૯૮ ૮૫૧૦૦.