Download this page in

પ્રદેશ અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ એટલે ડાંગ જિલ્લાની ડાંગી માતૃભાષા

ગુજરાત રાજ્યની દક્ષિણે ડાંગ જિલ્લો આવેલો છે. જેની ઉત્તરે અને પશ્ચિમ સરહદે સુરત અને નવસારી જિલ્લો તથા પૂર્વે-દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યના જિલ્લાઓ આવેલા છે. ડાંગ જિલ્લો ૨૦.૩૯ થી ૨૧.૫ અક્ષાંશ ઉત્તરે અને ૭૨.૨૯ થી ૭૩.૫૧ રેખાંશની વચ્ચે આવેલો છે. ડાંગ જિલ્લાનું ભોગોલિક ક્ષેત્ર ૧૭૬૪ ચો.કિ.મી. છે, જેમાં ૩૧૧ ગામનો સમાવેશ થાય છે. ડાંગ જિલ્લો ખડકવાળી લાલ-કાળા રંગની જમીન અને વન-જંગલો, ડુંગરો, નદી, કોતર-ઝરણાંઓથી ભાર્યોભાર્યો છે.

ગુજરાતનાં બધાં જિલ્લાઓ કરતાં ડાંગ જિલ્લોએ પોતાની પ્રાકૃતિક સૌદર્યથી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે, એ જ રીતે ડાંગ જિલ્લા પ્રદેશમાં બોલાતી ડાંગી માતૃભાષાએ પણ એક વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે. ડાંગ જિલ્લામાં ભીલ, કુનબી (કુંકણા), વારલી, માવચી, ગામીત, કોટવાળિયા વગેરે જાતિનાં લોકો વસવાટ કરે છે, છતાં આ ભિન્ન–ભિન્ન જાતિઓની સંસ્કૃતિમાં વિવિધતામાં એકતાની ભાવનાએ ડાંગી સંસ્કૃતિ આકાર પામી છે. એ જ રીતે આ પ્રદેશના જનસમૂહની લોક-માતૃભાષામાં ઐકયની ભાવનાએ જે ભાષા વિકસી તે ડાંગી ભાષા.

સામાન્ય રીતે જગતના પ્રત્યેક આદિવાસી જાતિઓમાં જે તે જાતિની પોતાની ભાષા-માતૃભાષા છે. અહીં માત્ર દક્ષિણ ગુજરાતની જ વાત કરીએ તો એમાં કુંકણા જાતિની કુંકણા ભાષા, વારલી જાતિની વારલી ભાષા, ગામીત જાતિની ગામીત ભાષા, ધોડીઆ જાતિની ધોડીઆ ભાષા, ચૌધરી જાતિની ચૌધરી ભાષા, વસાવા જાતિની વસાવા ભાષા વગેરે અસ્તિત્વ ધરાવે છે. પરંતુ ડાંગ જિલ્લામાં વસવાટ કરતી ભિન્ન-ભિન્ન જાતિઓની પોતાની જાતિગત ભાષાનું જુદાંપણું નથી. એ વિશે આપણને વિચારતા કરે છે. અહીં ભીલ, કુનબી, વારલી, માવચી, ગામીત, કોટવાળિયા જેવી જાતિનાં લોકો પોતપોતાની ભાષા નથી બોલતા પણ આ ભાષાઓમાંથી લોકવ્યવહારમાં એક જ મિશ્રિત ડાંગી ભાષા બોલે છે. જેને ડાંગી ભાષા કહેવાય છે. ડાંગ જિલ્લો જાતિગત વિશેષતાઓની નહિ પણ ભાષાપ્રદેશ અને[ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. ડાંગ જિલ્લામાં વહીવટી ભાષા તરીકે ગુજરાતી છે. ડાંગ જિલ્લામાં વસવાટ કરતા લોકો સાથે સરળતાથી પ્રત્યાયન કરવાં માટેની કોઈ જમીની ભાષા હોય તો તે ડાંગી ભાષા છે. કુંક્ણા ભાષાનાં લોકસાહિત્ય સંપાદક શ્રી ડાહ્યાભાઈ વાઢુનું કહેવું છે, ‘ડાંગ પ્રદેશમાં આજથી ચારસો, પાંચસો વર્ષ પહેલા ફક્ત ભીલ જાતિના લોકો જ રહેતા હતાં. ઘનઘોર વન વિસ્તારમાં એમને પૂરતો શિકાર મળી રહેતો. ભરપૂર વહેતી નદીઓમાં માછલીઓ પણ મળી રહેતી. એમને ખેતીની ગરજ ન હતી. કાળક્રમે ઘનઘોર વન વિસ્તારમાં સાગનાં લાકડાં મેળવવા બહારથી લોકોનું આગમન થવા લાગ્યું. ખેતીનાં કામ માટે પીપલનેર અને સુરગાણા વિસ્તારમાંથી કુંક્ણાઓ મજૂરીનાં કામ માટે આવ્યાં અને મોટાભાગનાં અહીં જ વસી ગયા. તે સમયે ભીલો ભીલી ભાષા બોલતા, કુંકણાઓ કુંકણા ભાષા બોલતા, વારલીઓ વારલી ભાષા બોલતા. આ ભાષાઓના આદાન-પ્રદાનથી એક અલગ જ પ્રકારની ભાષા અહીં આકાર પામી.’ બીજી રીતે જોઈએ તો એક સમયે દ્વિભાષી મુંબઈ રાજ્યમાં ડાંગ પ્રદેશ આવતો એટલે મરાઠી ભાષાનો પ્રભાવ હતો અને પછી ગુજરાતમાં સામેલ થવાથી ગુજરાતીનો પ્રભાવ વધ્યો. આ બધી સ્થિતિમાં અહીંની ભિન્ન-ભિન્ન જાતિઓના લોકવ્યવહારમાં આદાન-પ્રદાનથી પ્રવાહિત થઈ એક અલગ જ ભાષા-સ્વરૂપ ધીરે ધીરે વિકસતું રહ્યું અને કાળક્રમે પછી એક વિશિષ્ટ સ્વતંત્ર સ્વરૂપ સાથે ડાંગી ભાષા અસ્તિત્વમાં આવી. આમ, જોઇએ તો ડાંગી ભાષા અસ્તિત્વમાં આવી એનો સમય ગાળો બહું જૂનો ન ગણાય, એટલો જ ગણાય; જેટલો ડાંગ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો.

ડાંગ જિલ્લામાં બોલાતી ભાષા એ ભીલ, કુંકણા, વારલી તથા મરાઠી ભાષાનાં શબ્દોથી મિશ્રિત ડાંગી ભાષા છે. ડાંગી ભાષાની કોઈ લિપિ નથી. પરંતુ મૌખિક પરંપરામાં વિકસતી રહી છે. જેમાં એક પેઢીથી બીજી પેઢીને ભાષાનો વારસો મળતો રહ્યો છે. ડાંગી ભાષામાં ભીલ, કુંકણા તથા વારલીઓનાં શબ્દો-ઉચ્ચારણ અને લહેકા-લઢણ ભિન્ન-ભિન્ન છે. ડાંગ ની દક્ષિણ તરફ જતા ડાંગી ભાષા પર મરાઠી ભાષાની અસર વધુ જણાય છે તો ઉત્તર તરફ અન્ય આદિવાસી ભાષાનો કે ગુજરાતીનો પ્રભાવ દેખાય છે. ડાંગી ભાષાનાં ઉદ્ભવ વિકાસ વિશે ચોક્કસ તથ્યો મળતા નથી. તેમ છતાં ડાંગ જિલ્લામાં સમયનાં કાળક્રમે ભીલ, કુંકણા અને વારલીઓ એકબીજાથી બહું નજીક-પૂરક રહીને જીવન નિર્વાહ કરતાં આવ્યાં, જેનાં લીધે આ બધી જાતિઓએ એકબીજાનાં ભાષા-શબ્દો સ્વીકારી લીધા હશે અને લોક વ્યવહારમાં મિશ્રિત થઈ એક અલગ જ નવી ડાંગી ભાષા વિકસી હશે એમ કહી શકાય. ડાંગ જિલ્લામાં ભીલ જાતિના લોકો, કુંકણા જાતિનાં લોકો કે વારલી જાતિના લોકો મહદ્અંશે પોતાની જાતિગત ભાષાનો ઉપયોગ કરતા નથી. એટલે જે તે શબ્દ ભીલી ભાષાનો, કુંકણા ભાષાનો કે વારલી ભાષાનો જ છે એમ સ્પષ્ટ રીતે ડાંગ જિલ્લા પ્રદેશમાં જોવા મળતો નથી. ડાંગી ભાષા ડાંગ જિલ્લા પૂરતી જ નથી બોલાતી પરંતુ ડાંગ જિલ્લાની સીમાને અડીને આવેલા વિસ્તાર-જિલ્લાઓમાં પણ બોલાય છે. ડાંગી ભાષા લોકસાહિત્યનો વિપુલ ખજાનો ધરાવે છે, જેમાં લોકકથા, લોકવાર્તા, લોકગીત, લોકકહેવતો, ઉખાણાં, મંત્રો, લોકનૃત્યો વગેરે. અહીં ડાંગ જિલ્લામાં વસતા લોકોને પૂછીએ તો તેઓ કહે કે, ‘અમે ડાંગી ભાષા બોલીએ છીએ.’ ડાંગી ભાષામાં વ્યાકરણ-ભાષા વિજ્ઞાનનાં લક્ષણો-સ્વરૂપો સ્પષ્ટ દેખાય આવે છે. યૂનો. દ્વારા ચાલુ વર્ષ-૨૦૧૯ ‘વિશ્વ આદિવાસી ભાષા-વર્ષ’ ઊજવી રહ્યું છે. ત્યારે અહીં સમગ્ર ડાંગ જિલ્લા પ્રદેશમાં લોકવ્યવહારની ભાષા તરીકે ડાંગી ભાષા સ્થાન પામી, એવી ડાંગી ભાષાનું વ્યાકરણ વિશે જોઈશું -

ડાંગી ભાષાની કેટલીક લાક્ષણિકતાઓ -

- ડાંગી ભાષામાં શબ્દાંતે ‘અ’ નો ઉચ્ચાર લંબાઈ છે. દા.ત. કઠઅ, કદવઅ, ઇકાડઅ.
- ડાંગી ભાષામાં અનુનાસિક સ્વરો વધારે વપરાય છે, અં, આં, ઉં, ઇં, એં, ઓં વગેરે...
- ક્રિયા વિશેષણ શબ્દાંતે ખાસ કરીને ‘આ’ (લા) નો ઉચ્ચાર વધુ જોવા મળે છે. દા.ત. ચાલુલા, નીંગુલા, ખેળુલા, હીંડુલા, દેવલા.

૧. પહેરવેશનાં નામો :-

ડાંગી

ગુજરાતી

ડાંગી

ગુજરાતી

બાંગડે / બાંગડી

બંગડી

કડા

કડું

બોળીસ

ખમીશ

ધોતીર

ધોતિયું

ચપલા

ચંપલ

ઘાઘરા

ઘાઘરો

.  શરીર/અંગોના નામો :-

ડાંગી

ગુજરાતી

ડાંગી

ગુજરાતી

આંગ  

શરીર

ડોકી

માથું

કેસા

વાળ

નીડાળ

કપાળ

સાતી

છાતી

કાળીજ

કાળજું

પોટ

પેટ

હાત

હાથ

આંગઠી

આંગળી

પાય

પાય

હાડકા

હાડકું

ચામડા

ચામડું

સાંધા

સાંધો

કાંખ

બગલ

.  સગા / સંબંધીઓનાં નામો :-

ડાંગી

ગુજરાતી

ડાંગી

ગુજરાતી

ડવર

દાદા

આયા/ડોસેઈસ

દાદી

બાહાસ

પિતા

આઈસ

મા

મોઠાં બાહાસ

મોટા પપ્પા

મોઠી આઈસ

મોટી મા

કાકાસ

કાકા

કાકીસ

કાકી

મામાસ

મામા

મામીસ

મામી

નવરા/નવરાસ

પતિ

નવરી/બાયકો

પત્ની

ભાઉ/ભાવુસ

ભાઈ

બાયુ /બુયલી

બહેન

પોસા /બાબા

પુત્ર

પોસા / પોસી

છોકરો /છોકરી

વહુસ

વહુ

જવાંસ/જવાંસઇસ

જમાઈ

.  ઘર વપરાશના સાધનોનાં નામો :-

ડાંગી

ગુજરાતી

ડાંગી

ગુજરાતી

ભોગના/ભોગુના

તપેલું/તપેલી

બાલદી

ડોલ

ચુલા

ચૂલો

પોળપાટ

પાટલી

તવા

તવો

લાકુડ

લાકડું

તાંબે

લોટો

મોરી

પનિયારી

સુપડા

સૂપડું

ગવરે

છાણાં

ડાલખા/ ડાલખી

ટોપલો/ટોપલી

સીરાવ

સાવરણી

. ખેતીનાં સાધનોનાં નામો :-

ડાંગી

ગુજરાતી

ડાંગી

ગુજરાતી

આવુત

હળ

જુસર

ઘૂંસર

અળવટ

સમાર

ગાડા

ગાડું

કુરાડ

કુહાડો

ટીકમ

ત્રિકમ

ઈળાઅસે

દાતરડું

 

 

. વૃક્ષોનાં નામો :-

ડાંગી

ગુજરાતી

ડાંગી

ગુજરાતી

સાગ

સાગ

સિસવ

સિસમ

લીલગરી

નીલગીરી

મોહુ

મહુડો

લીમડા

લીમડો

સીવન

સેવન

પીપોળ

પીપળો

ટોણબી

મહુડાનાં ફળ

. ફળોનાં નામો :-

ડાંગી

ગુજરાતી

ડાંગી

ગુજરાતી

દરાખ

દ્રાક્ષ

આંબા

કેરી

આવળાં

આમળાં

નારેલ

નારિયેળ

જામના/જામુન

જાંબુ

પોપય

પપૈયાં

વાળુક

કાકડી

કરુંદા 

કરમદા

ચવા

જંગલી કેળ

 

 

. પશુ-પક્ષીઓનાં નામો :-

ડાંગી

ગુજરાતી

ડાંગી

ગુજરાતી

બયીલ

બળદ

વાસરું/ વાસરી

વાછરડું /વાછરડી

દોબડ

ભેંસ

માંજેર

બિલાડી

બોકુડ

બકરો

કોલા

શિયાળ

વાનોર

વાંદરા

ખડે

વાઘ

સસા

સસલો

કુતરા

કૂતરો

ભેકર

હરણ

કેકડ

કરચલો

દેડોક

દેડકો

ગદડ

ગધેડો

ચીવનુ

ચકલી

કુહુ

કોયલ

કોમડા / કોમડી

મરઘાં/મરઘી

પીલુક / પીલકા

મરઘાનાં બચ્ચા

. અનાજ, કઠોળ, શાકભાજીનાં નામો :-

ડાંગી

ગુજરાતી

ડાંગી

ગુજરાતી

વરી

વરી

નાગલી

નાગલી

જવાર

જુવાર

તોરી

તુવેર

મુંગ

મગ

જીરા

જીરું

ગહુ

ઘઉં

ઉસ

શેરડી

ચના

ચણા

ઉડીદ

અડદ

કાંદા

ડુંગરી

ગીલકા

ગલકા

ટામોટ

ટામેટા

બટાટા

બટાકા

વાંગા

રીંગણ

લસુન્દ

લસણ

મીરચે/મીરચ્ચા

મરચાં

ચવળી

ચોળી

કારલા

કારેલાં

પાપડે

પાપડી

સુરન

સૂરણ

ગવારને સેંગા

ગવારસીંગ

૧૦. અન્ય શબ્દ :-

ડાંગી

ગુજરાતી

ડાંગી

ગુજરાતી

ગોઠ

વાત

યેતવેત

આજુબાજુ

કકાસ

અવાજ

તાપુલા

તાપણું કરવું

ભૂંય

જમીન

વેટ

ખરાબ

આબુટ

વાદળ

જુડુલા/કુટુલા

મારવું

તીસ

તરસ

ચીચ

ખાટીઆમલી

સાવટા

ઘણાં

જેવન

ભોજન

ડાખળે

ડાળીઓ

હાટ

બજાર

ભોરોસા

વિશ્વાસ

નય

નદી

ઉજેડ

અજવાળું

સાકટ

દારૂડિયો

સકાળ

સવાર

એળચને

સાંજ

પોળસ

ખાખરો

પાનાં

પાંદડાં

મરેલા/ મેરઅ

કિનારે

રોજલા

દરરોજ

ભાટા

રેતી

નડગ

રીંછ

સાવરાં

શિયાળો

 

 

૧૧. વિભક્તિઓ :-

 

 

ડાંગી

ગુજરાતી

1

કર્તા

- ની/એની

 

2

કર્મ

- લા

ને

3

કરણ

- ની, સી

, વડે, દ્વારા 

4

સંપ્રદાન

- સા, સાહલા

ને, માટે 

5

અપાદાન

- કર, હુન, સી, ઉન, વાની

થી

6

સંબંધ

- ના ની

નો, ની,ના,નું 

7

અધિકરણ

- માં, તેવર

માં, ઉપર, પર  

8

સંબોધન

- હે, અરઅ

હે, અરે 

૧૨. ક્રિયાપદો :-

ડાંગી

ગુજરાતી

ડાંગી

ગુજરાતી

ચાલુલા

ચાલવું

ધાવંધુલા/ધાઉનલા

દોડવું

ખેળુલા

રમવું

નિજુલા

સુવું

ખાવુંલા

ખાવું

રડુલા

રડવું

૧૩. ક્રિયાપદનાં પ્રકાર :-

       અકર્મક ક્રિયાપદ:-

    ડાંગી                                                           ગુજરાતી

        પોસી રડહ.                                                    છોકરી રડે છે. 

       સકર્મક ક્રિયાપદ :-

ડાંગી                                                   ગુજરાતી

બાય/બુયુ કરુંદા ખાહા.                                બહેન કરમદા ખાય છે.

       સંયુક્ત ક્રિયાપદ :-

ડાંગી                                                   ગુજરાતી

        આયાની પોસીલા પયસા દીધાત.                     બાએ દીકરીને પૈસા આપ્યાં. 

૧૪.  ક્રિયાપદનાં અર્થ-પ્રકાર :-

.   નીશ્વ્યાર્થ -

ડાંગી                                           ગુજરાતી                                        

હાટમાં જાહાં.                                   બજારમાં જાઉં છું.                             

. અજ્ઞાર્થ -

ડાંગી                                           ગુજરાતી
તુમી ધાવા.                                    તમે જાઓ.                                    

. વિધ્યર્થ -

ડાંગી                                           ગુજરાતી
 ખરાં જ સાંગુલા પડઅ                        સાચું જ બોલવું જોઈએ.                      

. સંશયાર્થ -

ડાંગી                                           ગુજરાતી                              
 માનેથી સાંગાયનાં હવાં.                      મારાથી કહેવાયું હશે.                 

. સંકેતાર્થ -

ડાંગી                                           ગુજરાતી                                      
જીસા રોપસીલ તીસા પીકીલ.                 જેવું વાવસો તેવું લણસો.                     

. ક્રિયાતિપત્યર્થ -

ડાંગી                                           ગુજરાતી                                      

                ડવર ઈલલ તાહાં સુબીર જાવાઈલ.           દાદા આવશે તો સુબીર જવાશે.

૧૫. ક્રિયાપદનાં પ્રયોગો :-

       કર્તરી પ્રયોગ

ડાંગી                                           ગુજરાતી

જયેસ ખેળ હતાં                               જયેશ રમતો હતો.

       કર્મણી પ્રયોગ

ડાંગી                                           ગુજરાતી                                      

ભાવેસે સાસ પીનાહ.                          ભાવેશે છાશ પીધી.                             

       ભાવે પ્રયોગ

ડાંગી                                           ગુજરાતી                                      

                પરેસહુન લીખાય જહ.                         પરેશથી લખાય છે.   

૧૬. વાક્ય:-

       સાદું વાક્ય

ડાંગી                                                   ગુજરાતી

       તો ડોંગર આહા.                                   તે ડુંગર છે.                                   

       તો સાપુતારા ગેહે.                                 તે સાપુતારા ગયો.                            

 

       મિશ્ર વાક્ય

ડાંગી                                               ગુજરાતી

       તો ડોંગર દીસ હ,                                  પેલો ડુંગર દેખાય છ,                 

તેના રંગ નીળા આહા.                             તેનો રંગ લીલો છે.                           

       મા પીંપરી જાહાં,                                  હું પીંપરી જાઉં છું,

તુમી યીજા.                                        તમે આવજો.

૧૭. કાળ :-

       વર્તમાનકાળ

ડાંગી                                       ગુજરાતી

આંમી આનાંવ.                            અમે આવ્યાં.                          

       ભૂતકાળ

ડાંગી                                       ગુજરાતી                                      

આંમી આનેલ હતાંવ.                      અમે આવ્યા હતાં.                            

       ભવિશ્યકાળ 

ડાંગી                                       ગુજરાતી                                      

            આંમી યેવલાં હતાંવ.                  અમે આવવાનાં હતાં.

માહિતી દાતાઓ :-

. ગુલાબભાઈ મંગળભાઈ ગાંગુડે, .. ૪૮, ગામ- બોરખેત, તા. આહવા, જિ.ડાંગ

. વિનયભાઈ શંકરભાઈ ગાયકવાડ, ... ૨૫, ગામ- ભંગોળિયા, તા.વઘઈ, જિ.ડાંગ

. સુબનભાઈ ઓસુભાઈ ભોયે ઉ... ૩૫, ગામ- નડગખાદી, તા. આહવા, જિ.ડાંગ

. ગુલાબભાઈ મંગળભાઈ ગાંગુડે, ... ૨૮, ગામ- ડોન, તા. આહવા, જિ.ડાંગ

. સુરેશભાઈ સોમાભાઈ પવાર, ... ૩૬, ગામ- જામલાપાડા, તા. આહવા, જિ.ડાંગ

. જાનુભાઈ લાસુભાઈ પવાર, ... ૬૫, ગામ- ગુબીટા, તા. સુબીર, જિ.ડાંગ

સંદર્ભ સૂચિ :::

  1. ડાંગી લોકકથાઓ (સમજ અને સમીક્ષા), ડૉ. પુડાલિક પવાર, પ્રથમ આવૃત્તિ ૨૦૦૬, પ્રકાશક-પોતે
  2. દસ ડાંગી લોકકથાઓ, ડૉ. પ્રભુ આર. ચૌધરી, પ્રથમ આવૃત્તિ ૨૦૧૦, પ્રકાશક-પોતે
  3. ડાંગી જિલ્લાનું લોકપત્ર, રોશન પી. ચૌધરી, પ્રથમ આવૃત્તિ ૨૦૧૫/૧૬, ભાષા સંશોધન કેન્દ્ર, બરોડા અને આદિજાતિ મંત્રાલય ભારત સરકાર

રોશન પી. ચૌધરી, લોકસાહિત્ય સંશોધક-સંપાદક તથા પીઍચ.ડી. શોધછાત્ર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.- સુરત. દૂરભાષ : ૯૭૨૬૫૬૫૫૭૬, Email: roshanumarvavduri@gmail.com