Download this page in

પડછાયો

ઝુકેલી સાંજનાં પડછાયામાં તને શોધતા શોધતા આંખ ઝૂકી.
વિચારતી આંખોને ખૂણે તારી ભાષા નિતારતી સાંજ નમી.
તારા બે બોલ વચ્ચેના નિ:શ્વાસ તારી છબિ ઝીલતી આ વાત.
ખામોશીના આ ડુંગરામાં લપાતી છુપાતી મારી જીભલડીની વાત.
એકલતાના અજવાળે હું વાટ બની ને સળગુ.
જો હોય તું અજવાળું તો હું કોડીયા માટે તરસુ.
તારી આડે ચડેલી એકલતાના અજવાળે અજવાળાને ઝંખુ.
રહ્યો સ્પર્શ હવે ન તારો,
એ હજો કદી હવે ન મારો.
હું તો તારા પડછાયા સાથે તારું ચિત્ર દોરતી ફરુ.

ચાર્વી આર. ભટ્ટ, જુનાવાસ- માધાપર, ભુજ- કચ્છ. મો. ૯૪૨૭૦૧૩૩૭૨