Included in the UGC-CARE list (Group B Sr. No 172)
અણગમતો રંગ

સ્કૂલેથી આવી
બાને
સઘળી વાત કરી
બીતાં-બીતાં
ને એટલામાં
સૂચનાઓનો વરસાદ
વરસી પડ્યો
બાને મુખેથી

એ દિવસે
એ ઘટના
જાણ્યા પછી
ઘરમાં બાએ
બીજાં બધાંને
જણાવીને
શીરો ય બનાવ્યો
પણ મારા માટે
અછૂતની જેમ
થતું વર્તન
નહોતું ગમ્યું મને
ને ત્યારથી
મને ખૂબ ગમતો
લાલ રંગ
અણગમતો થઈ ગયો

બીના દીપકકુમાર વીર, સી ૧૩, દેવરજ સોસાયટી, સુપર બેકરી પાસે, સરદાર એસ્ટેટ, ન્યુ વીઆઈપી રોડ, વડોદરા - ૩૯૦૦૧૯ beenaveer762gmail.com