Included in the UGC-CARE list (Group B Sr. No 172)
PDF files has not been created for this issue.
આદિવાસી સમાજમાં કાથોડી સમાજના લોકગીતોનું રસાસ્વાદ મૂલ્યાંકન

સાબરકાંઠાના વિજયનગર તાલુકા નો રાજસ્થાન સીમાવર્તી પ્રદેશ એટલે વૃક્ષોથી ભરેલું વન. અરવલ્લી પર્વતની હારમાળા નો વિસ્તાર જેમાં મુખ્યત્વે ભીલ, આદિવાસી ડુંગરી-ગરાસિયા,સોખલા ગરાસિયા, આદિવાસી રાવળ અને કાથોડી જેવી અનુસૂચિત જાતિ વસ્તી જોવા મળે છે. આ દરેક આદિજાતિ તેમનો સ્વતંત્ર આગવું સામાજિક માળખું ધરાવે છે. તેમજ ગરાસિયા જાતિના લોકજીવનમાં મોટેભાગે સમાનતા જોવા મળે છે. કટારા, કોટવાલ, કલાસવા, ખરાડી ,નિનામા , ખોખરીયા, જરીયા, બોડાદ, ડામોર, ડોડીયાર, સંગાથ મોરિયા, ફેરા, ભરાડા, સોન કાથોડી અનેક પેટા જાતિ માં આદિવાસી સમાજ વહેંચાયેલો છે. લોકમનોભાવો ની સહજ અભિવ્યક્તિ માટેનું હાથ વગુ માધ્યમ એટલે લોકગીત સમસ્ત લોકનું દર્પણ છે. લોકો પોતાના આનંદ દુઃખ તેમજ સૂર્યના મનોભાવોને વહેતા ઝરણાની જેમ લોકગીત માં રમતા મૂકે છે. લોકગીત ના વિષય વિષયો નો સૌથી મોટો ગ્રહ વિભાગ છે પ્રેમી હૈયા ના કોમળ નાજુક ઊર્મિ સભર સંવેદનનો નું આલેખન એમાંય લગ્નેતર કુવારી અવસ્થાના યુવક-યુવતીઓનાં સંબંધોના સંદર્ભ સવિશેષ પ્રમાણમાં મુક્ત કંઠે ગવાયું છે ગુપ્ત લગ્નેતર સંબંધો બહાર પડતાં એ યુવક-યુવતીઓનો કેન્દ્ર બનાવી ગીત જોડવાની ચાલ વિશેષ જોવા મળે છે. લોકો આગવા મિજાજ સાથે નિસંકોચ ભાવે લાગણીઓ ભાવનાઓ સંવેદનાઓ સંવેદનો ને વાચા આપે છે. આપણે લોકગીતોના આસ્વાદથી સમસ્ત લોકમાણસને ઓળખવા પામવા પ્રયત્ન કરશું.

લોકસાહિત્યનો લોકકથા જેવો જેટલો બીજો મહત્વનો અને વ્યાપક પ્રકાર તે લોકગીત. સામાન્ય રીતે જે ગીતો પરંપરામાં વિવિધ અનુબંધ એ જીવનચક્ર અને ઋતુચક્રમાં વ્યક્તિગત અને સામૂહિક ઋતુમાં ગવાતા આવે છે. જેનો કોઈ એક નિશ્ચિત એવો રચનાર પણ નથી. હોય તો પણ કાળક્રમે એને રચનાને લોકોની પરંપરાએ એમાં રહેલા લોકતત્વને કારણે અપનાવીને પોતાની બનાવી લીધી હોય જીવન સાથે એનો કોઈ પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રૂપ નો અનુબંધ જળવાતો આવ્યો હોય તેવી રચના ને લોકગીત કહેવામાં આવે છે.

સમાજ હોય, સાહિત્ય હોય, તે સમજી શકાય પણ કંઠોપકંઠ સાહિત્ય ચિરકાલીન બને એ ઘણી આશ્ચર્યજનક બાબત ગણાય પણ આપણું તો મધ્યકાલીન સાહિત્ય ઘણું ખરું અને તે પણ કંઠોપકંઠ સચવાયું છે, આ પરંપરા લોકબોલીમાં સચવાય તે લોકસાહિત્ય જેમાં સર્જન ગૌણ બની જાય સર્જન લોકોના મુખે મુખ બદલાતું જાય ઉમેરણ થતું જાય સ્વરૂપ બદલાતું જાય અને છતાં કૃતિનું હાર્દ એનું એ જ રહે. આ પરંપરાનું સાહિત્ય દરેક જીવિત સંસ્કૃતિમાં હોય છે. પણ તેનું સંકલન કાર્ય અને તેને બહાર લાવવાનું કાર્ય ઘણો સમય તેમજ પરિશ્રમ માગી લે છે. આ લોકગીતો સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં વસ્તી ડુંગરી ગરાસિયા અને કાથોડી આ બન્ને જ્ઞાતિઓ લોકગીતો નો અલગ- અલગ ભાગમાં આવરી લીધા છે.આદિવાસી સમાજની પ્રણાલીઓ અંતર્ગત તેમજ ડુંગરીગરાસિયા બાંધણી ઘરવખરી પહેરવેશ અને ખોરાક વગેરેની અત્યંત ટૂંકી ચર્ચા કરી છે.

કાથોડી આદિજાતિની વસ્તી ગુજરાત ઉપરાંત કર્ણાટક મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ છે ગુજરાતમાં કાથોડી ની વસતી ૧૨ હજારથી વધુ છે તેઓ મુખ્યત્વે સુરત , ડાંગ, વલસાડ, નર્મદા અને સાબરકાંઠામાં છે. આ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લામાં નહીંવત સંખ્યામાં તેઓની વસ્તી છે, તેઓના સ્થળાંતરનો નિર્દેશ કરે છે. કાથોડી નો સમાનાર્થી પર્યાયવાચક શબ્દની વાત કરી છે. કાથોડી નામ તેમના વ્યવસાય પરથી પડેલું જણાય છે. કાથોડી પરંપરાગત વ્યવસાય મુખ્યત્વે ખેરના લાકડા માંથી કાથો એકત્ર કરવાનો વ્યવસાય હતો. કાથો બનાવવાના વ્યવસાયને કારણે તેઓ કાથોડી તરીકે ઓળખાય છે. પરંતુ હવે કાથો બનાવવાની આધુનિક વૈજ્ઞાનિકટેકનોલોજી આવતાં કાથો બનાવવાનો તેમનો વ્યવસાય દિન-પ્રતિદિન ઓછો થતો જાય છે. હવે તેઓ અલગ-અલગ વ્યવસાયમાં જોડાયા છે.

કાથોડી સમાજની પ્રણાલીઓ

(૧) ભાષા અને સાક્ષરતા

કાથોડી લોકો તેમના ઘરમાં અશુદ્ધ મરાઠી ભાષા બોલે છે. આ ભાષા ઇન્ડો-આર્યન ભાષા કુળની ભાષા છે, અન્ય જૂથો સાથેના સંપર્ક વ્યવહારમાં તેઓ ગુજરાતી ભાષા બોલે છે. મોટાભાગના કાથોડી લોકો ગુજરાતી ભાષા બોલે છે. કાથોડી લોકોમાં સાક્ષરતા દર 24 ટકા જેટલો છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં નિરક્ષરોની સંખ્યા વધુ છે.

(૨) કુળ અને ઉપજૂથો

કાથોડી લોકોમાં કાતકરી, ઢોરકથોડી, ઢોરકાતકરી, સોન કથોડી, સોન કાત કરી જેવા ઉપજૂથો છે. કાથોડી લોકોમાં વિભિન્ન કુળો - ગોત્રો બહિર્વિવાહી જૂથો છે.

(૩) ખોરાક અને પોશાક

કાથોડી લોકો માંસાહારી અને શાકાહારી છે. તેઓ ચોખા બાજરી જંગલી ફળ અને કંદમૂળ નો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેઓ શિકાર કરે છે. તેમજ સુકી માછલી પણ ખાય છે. કાથોડી સમાજના માણસો લંગોટી પહેરે છે. અને માથે કપડું વીટે છે. સ્ત્રીઓ કેડે કછોટો વારે છે અને દેહને કપડાથી ઢાંકી દે છે. સ્ત્રીઓ ઘરેણાની શોખીન છે.અને નાનપણથી છૂંદણા છુદાવે છે.

(૪) આજીવિકાના સાધનો

કાથોડી લોકો મુખ્યત્વે ખેતી કામ અને જંગલી પેદાશ દ્વારા જીવનનિર્વાહ ચલાવે છે. કેટલાક કાથોડી કોલસા પડવાનો વ્યવસાય પણ કરે છે. કાથોડી લોકો કોળી , ગરાસિયા , ગામીત વગેરે જૂથો સાથે કિસાન મજુર સંબંધો ધરાવે છે. તેઓ ખેત મજૂર તરીકે કામ કરે છે. કેટલાક જંગલોમાં મજૂર તરીકે કામ કરે છે.

(૫) કુટુંબ અને લગ્ન

કાથોડી લોકોમાં પિતૃસત્તાક અને પિતૃ સ્થાનની કુટુંબ પ્રથા છે. તેઓમાં લગ્ન કન્યાને ઘેર યોજવાની પ્રથા છે અને છૂટ અને છૂટાછેડા તથા પુનર્લગ્ન માન્યતા છે. કે બાળકના જન્મ પછી બારમા દિવસે બાળકના નામકરણ વિધિ કરવામાં આવે છે. આ કાથોડી સમાજમાં મૃતક સંસ્કાર કરવામાં આવે છે. અને અગ્નિસંસ્કાર પણ કરવામાં આવે છે. અને શબની પાસે નદીમાં પધરાવવામાં આવે છે. અને 12 દિવસ સુધીમૃત્યુ નું સૂતક પાળવાની પ્રથા છે.

(૬) ધર્મ

કાથોડી લોકો તેમના પરંપરાગત આદિવાસી ધર્મને અનુસરે છે. તેઓના પોતાના દેવ-દેવીઓ છે. આમ છતાં તેઓ હિન્દુ ધર્મને પણ અનુસરે છે. મોટાભાગના કાથોડીલોકોએ હિંદુ ધર્મ અપનાવ્યો છે.

(૭) તહેવાર

કાથોડી લોકો તેમના હિન્દુ પાડોશીઓ સાથે હિન્દુ તહેવારો ઉત્સવો માં ભાગ લે છે . હોળીના તહેવારનું આદિવાસી લોકજીવનમાં વિશિષ્ટ સ્થાન રહેલું છે. ખેત મજૂરી, છૂટક મજૂરી અર્થે બહાર ગયેલ જાણે હોળીના તહેવાર પર એકાદ મહિના માટે અચૂક ઘરે આવતા હોય છે . હોળીના દસેક દિવસ પહેલાથી અરવલ્લીની ગિરિમાળાઓમાં હોળીના ઢોલ ઢબૂકતો હોય છે. હોળી વિદાય બાદ એકાદ અઠવાડિયે શાંત પડે છે. આમ હોળી એ તેમનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે.

(૮) જાતિ પંચ

કાથોડી સમાજના કાથોડી લોકોના સમાજજીવન નું નિયમન અને નિયંત્રણ તેઓના જાતિ પંચ દ્વારા થાય છે. કાથોડી લોકો સામાજિક પરિવર્તન અને ગતિશીલતા પ્રત્યે એકંદરે હકારાત્મક વલણ ધરાવે છે. ખાસ કરીને સામાજિક ન્યાય તોડવાનું કામ એમનો આદિત્ય જ્ઞાતિપંચ કરે છે પંચના સભ્યો તરીકેની કામગીરી પુરુષો જ નિભાવે છે ન્યાય આપનાર પુરુષો 'કાદિરીયા' તરીકે ઓળખાય છે .

કાથોડી સમાજના લોકગીતો

માનવહૃદયમાં ભાવો નિરંતર ઉછાળા મારતા હોય છે. આનંદના, વેદનાના, વિસ્મયના, આવેશના, કરુણાના, રાગદ્વેષના આ ભાવો સંવેદનો એણે પ્રારંભકાળે ચેસ્ટાઓઓમા વ્યક્ત કર્યા હશે. ધ્વનિઓમા નાદમાં પ્રગટ કર્યા હશે. એમાંથી સૂર સર્જાયો હશે. ભાષાના પ્રાગટ્ય- વિકાસ સાથે એમાં શબ્દ અને અર્થ ભર્યા અને અભિવ્યક્તિને મોકળાશ મળી. ગુંજન માંથી ગાન અને ગીત સર્જાયા.

કાથોડી સમાજની પ્રણાલીઓ અંતર્ગત કાથોડીઓની ગૃહબોંધણી ઘરવખરી અને પહેરવેશ ની ચર્ચા થઈ. આ ચર્ચામાં કાથોડીઓને કયા કયા શેઠિયાઓ એ રાજસ્થાન માં વસાવેલા અને આ પ્રજા રાજસ્થાનથી ગુજરાતમાં આવીને ક્યાં ક્યાં વસી તેની રસપૂર્ણ માહિતી મળે છે.આ લોકગીતોમાં લગ્ન પ્રસંગે પ્રસંગે પૂજા સમયે થતી વિધિ પ્રસંગે તથા અનાજ ની જાળવણી સમયે ગવાતા ગીતો ને રજૂ કરી તેમાં રહેલા વૈવિધ્યને ચકાસવાનો પ્રયત્ન કર્યો છે.

સગોત્રી શારીરિક સંબંધો કે લગ્ન વેર ઝેર હોય તેવા કુટુંબ સાથેના યુવક યુવતીનાં લગ્ન કે પ્રેમ સંબંધો આદિવાસી સમાજમાં મોટા વ્યવધાન રૂપ બને છે. કેટલાક લોકગીતનો રણકો સ્પષ્ટરૂપે જિલ્લા માં તો જોવા મળે છે.
યાર અને દેખી દેખી બનવું આવેલા,
નારેલ રૂપિયો ન વાઈ નો હેલા
માયા સોડી સોડી બળવું આવેલા નારેલ રૂપિયો,
મળી તે રૂપિયો જેલી જેલી બનવું આવેલા નારેલ રૂપિયો,
મારે કબજો જેલી જેલી બનવું આવેલા નારેલ રૂપિયો,
મોકલ્યો તે પાટલે બેસી હી હી હી બનવું આવેલા નારેલ રૂપિયો,
મય તે બજાર જાય જાય એવું આવેલા નારેલ રૂપિયો,
મળી તે ઘરને આંગણે જવું જવું આવેલા નારેલ રૂપિયો,
મોઈ તે ટેક્સીમાં બેહી બેહીને બળવું આવેલા નારેલરૂપિયો,
મય તે વિજયનગર જાય જાય બળવું આવેલા નારેલરૂપિયો.

પ્રસ્તુત લોકગીતમાં જોઈએ તો યુવતીનો વિવાહ સબંધ થઈ ગયો છે. અને થોડા દિવસમાં યુવતીનું લગ્ન પણ થઈ જશે એટલે યુવતીને અમુક અમુક જગ્યાએ જોતાં સ્થળ જોતા તેની સ્મૃતિઓના તાર રણઝણી ઉઠતાં મનોમન હિજરાવું પડે છે. વેદના થાય છે. ગીતમાં નાયિકાની આંતર વ્યથા સઘન રૂપે ઝીલાઈ છે. એટલે ઘરના સ્વજનો યુવતીને આનંદ કિલ્લોલ ના સ્થળે છોડી દેવાની સલાહ આપે છે.
ભુરીયા રૈને કેવું બૂલે, ભુરીયા જાજે તારા દેશ....
ભુરીયા ડુગરો વાજી રેજો , જાજે તારા દેશ...
ભુરીયા ગેલો હે ગુજરાત, ભુરીયા જાજે તારા દેશ..
ભુરીયા કાગદેર રે વિલેકે ,ભુરીયા જાજે તારા દેશ..

પ્રસ્તુત ગીત માં આદિવાસી લોકોનો રાષ્ટ્રપ્રેમ નીરૂપાયો છે. અંગ્રેજોની ગુલામી માં આ પ્રજાને ખૂબ ત્રાસ પડતો હતો. દરેક વિસ્તાર માંથી તેમને હાકી કાઢવા માટે આદિવાસીઓ યુનિયન બનાવે છે. અને કહે છે. કે, " ભુરીયા જાજે તારા દેશ" . આમ, કહીને ભૂરા લોકોને સ્વદેશ ચાલ્યા જવાની હાક ઉચ્ચારી છે.
સેલ મગરો મગરો સૂઢી દીજે તુરકીયા..
રૈયા કેવું બોલે ને સેલ મગરો છોડી દેજે તુરખીયા..
તું કી ફોટા મોયૅ એને સેલ મગરો રે..
વારે ઘડી એક ઠંડા રે જોને સેલ મગરો રે...
વરે મગરો રાઉ રાઉ કરેને સેલ મગરો રે..
વરે હીના રે બરમાય હે ને સેલમગરો રે..
વું ઝીણો ઝીણો કજિયો થાજો ને સેલમગ રો ...
વળે કુટુંબમાં વાંધો પડાજો ને , સેલમગરો રે..
વળે રૈયા કીવું બુલે ને સેલમગરો રે...

પ્રસ્તુત લોકગીત માં ડુંગરમાં મહુવાર ટપકવા માંડી છે. યોવાનમત ધૂળી ના કોઈ યુવક સાથેના મુક્ત સહચાર ને લીધે આંખો ડુંગર ગુંજવા લાગ્યો છે પછી યુવતીના મા-બાપ કુટુંબથી શે નું છાનું રહે કુટુંબ યુવાન સાથે ઝઘડો કરે છે, અંતે યુવતીને સંબંધો છોડી દેવાનું કહેવાય છે.

ભીલ સમાજ ના ગીતો લિખિત સાહિતિક ગીતની માફક ફક્ત આત્મલક્ષી એવા રસ કે વ્યક્તિગત પ્રયોજન માટે રચાતો નથી, આવા ગીતો નો સંબંધ જીવન સાથે પ્રત્યક્ષ રૂપે હોય છે. ગોઠીયા વિષયક પ્રણય ગીતો અન્ય સમાજના ભાવકને સ્ત્રીએ રચેલ આત્મલક્ષી કૃતિઓ લાગે પરંતુ આવા વ્યક્તિગત પ્રેમની અનુભૂતિઓ ઉર્મિઓના ગીત પણ ભીલો માં પ્રચલિત વિષય પ્રણય પ્રથાના સામાજિક જીવનના ભાગરૂપે જ આવે છે. અન્ય સમાજના ભાવકને વૈયક્તિક ભાવો romeo જેવા લાગતાં આ ગીતો સૌના સમાન અનુભવોનું રૂપ ધરીને આવે છે. ગીતોમાં સમાન લોક નો ભાવ તત્વ પરંપરાગત ધારણ કરેલું હોય છે. આવા ગીતો મેરા ગોરના રાતી જગા જેવા ધાર્મિક સામાજિક પર્વ પ્રસંગે નૃત્ય સાથે ક્રિયાશીલ બને છે. વ્યક્તિગત સંવેદના સમૂહની બનીને પ્રગટે છે આથી અન્ય સમાજનો ભાવક સમાજનો મૂળ સંદર્ભ જણાતો ન હોય તો માણવામાં અને ગીતોનું અર્થ ઘટન કરવામાં ભૂલ કરે છે. આદિવાસીઓ દુર્ગમ જંગલો કે ડુંગરાળ પ્રદેશોમાં છૂટા-છવાયા વસતા હોઈ સાહસ શૌર્ય પડકાર વૃત્તિ એમને ઘરથી મોતી જ પ્રાપ્ત થાય છે. આદિવાસીઓના સાહસ ભર્યા જીવન પ્રસંગો અને પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ તેમના લોકગીતોમાં પણ ઝિલાયેલું જોવા મળે છે.
હે ભીમા પાંડોર , તારી તરફ સૂવર આવી રહિયું છે,
શિકાર માટે જોડીને ટોળી ઓમાં. સૈયુક્ત રૂપે મળ્યાં છે,
હુશિયાર રહેજો સૂવર આવી રહિયુ છે ,
કોણ હારે અને કોણ જીતે છે?
ડુંગરે શિકાર રમવા ગયા છે.

પ્રસ્તુત લોકગીતમાં શિકાર એ ડુંગરી-ગરાસિયા ના માત્ર ખોરાક વૃત્તિ માટેનો જ વિષય ન હતો પરંતુ સુખ સમૃદ્ધિ હતી તેની આ લોકગીત સાહેદી પૂરે છે આ વાતો એકાધિક ગીતોમાં શિકાર કરનાર વ્યક્તિની પ્રસ્તુતિ રૂપે શિકાર પ્રવૃત્તિનું નિરૂપણ થયેલું જોવા મળે છે
અડધી અડધી પ્લસ કેરે રમલા અડધે લશ્કર વહેલા આવે,
દરબાર વિશાર કરે રામલા અડધી લચકે રે વો હે આવે,
ડુંગરે ડુંગરે રોલા રોલા અડધી લશ્કેરે વહેલા આવે,

આ ગીતમાં રામલા ઠાકર નું બધું લશ્કર તારી પાછળ તૂટી પડયું છે. રામલા ની કોને અને બહાદુરીથી દરબાર તો વિચારતો જ રહી ગયો છે. રામજી ને શોધવા પકડવા ડુંગરે ડુંગરે અલકા પડકાર થઈ રહ્યા છે. ઠાકોર ને નીચો જોગરા આવનાર આરામ લો કેવો તેનું આ છેલ્લો શબ્દ ચિત્ર જોવા મળે છે.
રઈને કેવું બોલે દોલા તપ બોલાવે અણી પરજા માય,
અને સદાસણ દોલા તપ બોલાવે અણી પરજામાય,
ખીમજી દુલા ની જોડી દોલા તપ બોલાવે અણી પર જા માંય,
નવું સરકાર આવે દુલા તોય બોલાવે અણી પર જા માંય,
કાયદાનો જાણીતો દોલા જય બોલાવે પાણી પર જ હોય,
કોંગ્રેસનો જાણીતો દોલા તય બોલાવે અણી પરજમાય.

ઓડ ધંધાસણના વતની સ્વાતંત્ર સેનાની તથા સમાજનું સંગઠન કરીને વિકાસ કરનાર લાલજીભાઈ ડામોરની પ્રવૃત્તિઓનું નિરૂપણ થયું છે . પરજાનો જાણીતો દ્વારા દોલજી ભાઇ ડામોર ના આદિવાસી પ્રજામાં લોકપ્રિય વ્યક્તિ નો વ્યક્તિત્વનો પરિચય થાય છે, તો પંચો દ્વારા આઝાદી પછીના સમયથી છેક ૨૦૦૫ સુધી ભિલોડા મેઘરજ અને વિજયનગરના આદિવાસી સમાજ પંચ નું નેતૃત્વ કરી સમાજને સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે વિકાસ કરનાર ગાંધીવાદી વ્યક્તિત્વનો પરિચય થાય છે. આમ આદિવાસી ડુંગરી-ગરાસિયા ઓ ના લોકગીતો એ સૂર્ય દેશપ્રેમ અને વ્યક્તિપ્રેમ ના ભાવ પણ સહજ રીતે ઝીલ્યો છે.

પ્રાચીનકાળથી પ્રકૃતિના તત્વો માનવીના મનમાં ભય અને અહોભાવ બંને પ્રગટાવતાં આવ્યા છે . આ સૃષ્ટિ પરના મહાસાગરો, મહાનદીઓ, વાવંટોળ, ભૂકંપ કે મુશળધાર અતિ વર્ષાએ માનવીમાં પ્રથમ ભય પ્રગટ કર્યો અને એટલે પછી એણે આ તત્વોની પૂજા આરાધના કરી એમાંથી દેવી તત્વોની શોધ અને એ અંગેનું પ્રગટાવતાં ધર્મરૂપી સંસ્થા જન્મે ધર્મ સંપ્રદાય કે દેવ દેવીઓ પ્રત્યેની શ્રદ્ધા માન્યતાઓ પણ મનુષ્ય સમાજને જોડતું કે એકીકૃત કરતું મહત્વનું પરિબળ છે. આદિવાસીઓમાં મોટેભાગે ઝાડ નીચે ઝાડના પોલાણમાં કે ડુંગરની ગુફામાં સ્થાનક બનાવીને તેની પૂજા કરે છે. નારિયેળ વધેરે છે દારૂ ચડાવે છે. અને પશુઓનો વધ કરીને બલિ ચઢાવે છે. શક્તિને આદિવાસીઓ મેલી શક્તિ તરીકે તો દૈવી શક્તિ ને તેઓ ચોખા દેવરા તરીકે ઓળખાવે છે. આદિવાસીઓ ભગવાનને સૃષ્ટિના રચયિતા દેવ માને છે. જળુકાર ભગવાન પછી તે અમીયા ને મહત્વની દેવી માને છે. સોખાલા ગરાસિયા સૃષ્ટિની ઉત્પત્તિ માં ગંગા મૈયા ને મુખ્ય માને છે. વાસુકી ને પણ સૃષ્ટિની રચનામાં સાથ આપ્યો છે. શિવને પણ અગત્યનો દેવ માને છે. અને તે તેમનો ચોખ્ખો દેવ છે.
એનું એક કુસ હે કુવેરિયું, તીરથ જઈ રે જઈ,
ત્યાં ખડક માં તુળવે દેવ હે , તીરથ જઇ જઇ રે,
એનું હું હું માનતા મોનાજી , તીરથ જઈ જઈ રે ,
એની બાદાનો પરુસો , તીરથ જઈ રે જઈ રે ,
એની રૈયા કેવું બુલે , તીરથ જઈ જઈ રે ,
એનું કુટુંબે બોલાવો , તીરથ જઈ જઈ રે ,
એની માતાને બુલાવો , તીરથ જઈ જઈ રે ,
એનાં વજો રે વગડાઓ, તીરથ જઈ જઈ રે,
એનું ગામમાં ય તેડું કરો, તીરથ જઈ જઈ રે .

પ્રસ્તુત લોકગીતમાં ઘર માં દિકરાની માંદગી છે. તેથી દેવ દેવી ની બાધા રાખી ને ભગવાનના ધાર્મિક સ્થળ નું નિરૂપણ થયું છે. એકનો એક દીકરો છે. જેમાં માંદગીનો ભોગ બન્યો છે. તેને સાજો કરવા માટે રાજસ્થાનના ધૂળેવ દેવ ની બાધા રાખી છે. અને તે બધામાં પાંચેક કિલો બાકરા, નારીયેલ ચઢાવવું અને કુટુંબના બધા ને લઈને વાજિંગ (વાજીંત્ર) સાથે વગાડતાં ભગવાનના મંદિરે પહોંચે છે. એમ આ ગીતમાં ધાર્મિકતા નો ભાવ જોવા મળે છે.

ડુંગરી ગરાસિયાઓ શુકન અપશુકનમાં પણ પ્રબળ શ્રદ્ધા ધરાવે છે. આધુનિક સમયમાં પણ શુકન-અપશુકનની માન્યતા ટકી રહી છે. તેમના લોકગીતોમાં પણ આ માન્યતાઓનું સરસ પ્રતિબિંબ ઝિલાયેલું જોવા મળે છે.
કૉંગ્રેસ પબ્લિક પુખે મરે, કોંગ્રેસ કુલિયારી,
કૉંગ્રેસ વાણિયા વાજી રેજા કોંગ્રેસ કૂલિયારી,
કૉંગ્રેસ કૂવાનાં પોણી મરચાં,કૉંગ્રેસ કુલિયારી,
કૉંગ્રેસ ધોરે દા' ડે લૂંટજો, કૉંગ્રેસ કુલિયારી.

આ ગીતમાં ભીષણ દુષ્કાળનુંકોંગ્રેસ સરકારના રાહત કેન્દ્રો દ્વારા રોજી-રોટી આપવાના પ્રયત્નોનું અને છેવટે કુવાઓમાં પાણી ખૂટી પડતાં આ માન્યતાના બળે વાણીયાને ત્યાં લૂંટ કરતી પ્રજાનું અને નિરુપાય બનેલી પોલીસના નિર્દેશો સરસ રીતે સાંપડી આવે છે.

તારણો

  1. આદિવાસી સમાજ નું જીવન નૃત્ય અને સંગીત થી સભર છે ગીત તેમને શીખવા શીખવવાની જરૂર રહેતી નથી એ તો એમના જીવન સાથે વણાયેલા છે.
  2. આદિવાસી સમાજમાં ગીત અને નૃત્ય વગર ચાલી જ ન શકે કેમ કે આખા દિવસનો થાક નૃત્ય દ્વારા ઓછો થઈ જાય છે.
  3. શરીર ખડતલ અને મજબૂત હોય છે આદિવાસી પ્રજા માટે રહીને મજૂરી કરી પરિશ્રમ કરીને આગળ આવતી હોય છે.
  4. કાથોડી સમાજની પ્રણાલીઓને જોતા તેમને ગૃહ બાંધણી ઘરવખરી પહેરવેશ વગેરે માં ખૂબ અલગતા જોવા મળે છે.
  5. આ લોકગીતો માં એક જાતનું ખડબચડપણું વરતાય છે. એમના લય માં સૂર માં આદિમતાનું તત્વ પ્રબળપણે પ્રગટતું જણાય છે.
  6. યંત્ર અને ટેકનોલોજી નો સમય આવતાં કાથોડી લોકો નો કાથો બનાવવાનો વ્યવસાય યંત્રો એ લઈ લીધો છે.
  7. કાથોડી સમાજ માં જે જૂના માણસોની પેઢી ને હતી તેમને કાથો બનાવતા આવડતો હતો. આજની નવી પેઢી બીજા વ્યવસાયો માં જોડાઈ છે. (જેવા કે ખેત - મજૂરી)
  8. કથોડી સમાજ ના લોકો તેમના દેવી - દેવતાઓ પર અપાર શ્રદ્ધા રાખે છે . કોઈપણ કાર્ય માં ભગવાનની માનતા જરૂર માને છે.
  9. ગીત એ આદિવાસીઓ માટે આનંદ પ્રમોદ નો વિષય છે.

સંદર્ભ :
  1. આદિવાસીઓના લોકગીતો- ડૉ પંકજ પટેલ , 2010, આનંદ પ્રકાશન, અમદાવાદ.
  2. મગરાનાં મોતી - ડૉ દિનેશ પટેલિયા, 2015, અરાવલી પ્રકાશન, હિંમતનગર.


ડૉ. ધવલ એચ જોષી, શ્રી એન એમ શાહ આર્ટ્સ & કોમર્સ કોલેજ, શંખેશ્વર. 7874832284. joshidhaval1151988@gmail.com