Included in the UGC-CARE list (Group B Sr. No 172)
PDF files has not been created for this issue.
‘મૂંઝારો’માં ગંગાસ્વરૂપા ગંગામા

આજના આધુનિક યુગની એક સંવેદના છે - દલિત-સંવેદના. સાહિત્યકારનો મુખ્ય ધર્મ છે સમાજ સાથેની નિસબત. આપણા સમાજમાં પણ એક એવો વર્ગ છે જેના અધિકાર અને અસ્તિત્વ ઉપર સવર્ણ સમજે પ્રહાર અને અત્યાચાર કર્યા છે. સમાજનાં આવા વર્ગને કેન્દ્રમાં રાખી તેની સંવેદના ઝિલાઇ તે દલિત-સાહિત્ય છે. દલિત-સાહિત્યએ આજના યુગમાં એક પોતીકી છાપ ઉપસાવી છે. ગુજરાતી દલિત-સાહિત્યમાં કવિતા, નવલકથા, નાટક, આત્મકથા, ચરિત્ર વગેરેની સરખામણીમાં વાર્તાનું સ્વરૂપ પ્રમાણમાં વધારે ખેડાયેલું છે. દલપત ચૌહાણ ગુજરાતી દલિત-સાહિત્યના એક અગ્રેસર અને સત્વશીલ સર્જક છે. દલપતભાઇએ વાર્તા, નવલકથા અને કવિતાથી દલિતસાહિત્યને સમૃધ્ધ કર્યું છે. તેમના આ સમૃધ્ધ અર્પણને ધ્યાનમાં લઇ ગુજરાત દલિત સાહિત્ય અકાદમી તરફથી સંતોકબા સુવર્ણચંદ્રક, ગુજરાત સરકાર તરફથી નરસિંહ મહેતા દલિત સાહિત્ય એવાર્ડ તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી જુદાં-જુદાં પુરસ્કારો પ્રાપ્ત થયા છે.આજના આધુનિક યુગની એક સંવેદના છે - દલિત-સંવેદના. સાહિત્યકારનો મુખ્ય ધર્મ છે સમાજ સાથેની નિસબત. આપણા સમાજમાં પણ એક એવો વર્ગ છે જેના અધિકાર અને અસ્તિત્વ ઉપર સવર્ણ સમજે પ્રહાર અને અત્યાચાર કર્યા છે. સમાજનાં આવા વર્ગને કેન્દ્રમાં રાખી તેની સંવેદના ઝિલાઇ તે દલિત-સાહિત્ય છે. દલિત-સાહિત્યએ આજના યુગમાં એક પોતીકી છાપ ઉપસાવી છે. ગુજરાતી દલિત-સાહિત્યમાં કવિતા, નવલકથા, નાટક, આત્મકથા, ચરિત્ર વગેરેની સરખામણીમાં વાર્તાનું સ્વરૂપ પ્રમાણમાં વધારે ખેડાયેલું છે. દલપત ચૌહાણ ગુજરાતી દલિત-સાહિત્યના એક અગ્રેસર અને સત્વશીલ સર્જક છે. દલપતભાઇએ વાર્તા, નવલકથા અને કવિતાથી દલિતસાહિત્યને સમૃધ્ધ કર્યું છે. તેમના આ સમૃધ્ધ અર્પણને ધ્યાનમાં લઇ ગુજરાત દલિત સાહિત્ય અકાદમી તરફથી સંતોકબા સુવર્ણચંદ્રક, ગુજરાત સરકાર તરફથી નરસિંહ મહેતા દલિત સાહિત્ય એવાર્ડ તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી જુદાં-જુદાં પુરસ્કારો પ્રાપ્ત થયા છે.આજના આધુનિક યુગની એક સંવેદના છે - દલિત-સંવેદના. સાહિત્યકારનો મુખ્ય ધર્મ છે સમાજ સાથેની નિસબત. આપણા સમાજમાં પણ એક એવો વર્ગ છે જેના અધિકાર અને અસ્તિત્વ ઉપર સવર્ણ સમજે પ્રહાર અને અત્યાચાર કર્યા છે. સમાજનાં આવા વર્ગને કેન્દ્રમાં રાખી તેની સંવેદના ઝિલાઇ તે દલિત-સાહિત્ય છે. દલિત-સાહિત્યએ આજના યુગમાં એક પોતીકી છાપ ઉપસાવી છે. ગુજરાતી દલિત-સાહિત્યમાં કવિતા, નવલકથા, નાટક, આત્મકથા, ચરિત્ર વગેરેની સરખામણીમાં વાર્તાનું સ્વરૂપ પ્રમાણમાં વધારે ખેડાયેલું છે. દલપત ચૌહાણ ગુજરાતી દલિત-સાહિત્યના એક અગ્રેસર અને સત્વશીલ સર્જક છે. દલપતભાઇએ વાર્તા, નવલકથા અને કવિતાથી દલિતસાહિત્યને સમૃધ્ધ કર્યું છે. તેમના આ સમૃધ્ધ અર્પણને ધ્યાનમાં લઇ ગુજરાત દલિત સાહિત્ય અકાદમી તરફથી સંતોકબા સુવર્ણચંદ્રક, ગુજરાત સરકાર તરફથી નરસિંહ મહેતા દલિત સાહિત્ય એવાર્ડ તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી જુદાં-જુદાં પુરસ્કારો પ્રાપ્ત થયા છે.આજના આધુનિક યુગની એક સંવેદના છે - દલિત-સંવેદના. સાહિત્યકારનો મુખ્ય ધર્મ છે સમાજ સાથેની નિસબત. આપણા સમાજમાં પણ એક એવો વર્ગ છે જેના અધિકાર અને અસ્તિત્વ ઉપર સવર્ણ સમજે પ્રહાર અને અત્યાચાર કર્યા છે. સમાજનાં આવા વર્ગને કેન્દ્રમાં રાખી તેની સંવેદના ઝિલાઇ તે દલિત-સાહિત્ય છે. દલિત-સાહિત્યએ આજના યુગમાં એક પોતીકી છાપ ઉપસાવી છે. ગુજરાતી દલિત-સાહિત્યમાં કવિતા, નવલકથા, નાટક, આત્મકથા, ચરિત્ર વગેરેની સરખામણીમાં વાર્તાનું સ્વરૂપ પ્રમાણમાં વધારે ખેડાયેલું છે. દલપત ચૌહાણ ગુજરાતી દલિત-સાહિત્યના એક અગ્રેસર અને સત્વશીલ સર્જક છે. દલપતભાઇએ વાર્તા, નવલકથા અને કવિતાથી દલિતસાહિત્યને સમૃધ્ધ કર્યું છે. તેમના આ સમૃધ્ધ અર્પણને ધ્યાનમાં લઇ ગુજરાત દલિત સાહિત્ય અકાદમી તરફથી સંતોકબા સુવર્ણચંદ્રક, ગુજરાત સરકાર તરફથી નરસિંહ મહેતા દલિત સાહિત્ય એવાર્ડ તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી જુદાં-જુદાં પુરસ્કારો પ્રાપ્ત થયા છે.

વાર્તાકાર તરીકે દલપતભાઇનું કામ સ્વને ખોળવાનું છે એમ પોતે ‘નવલકથા અને હું’માં નોંધે છે. અહીં એમની ‘મૂંઝારો’ વાર્તાસંગ્રહની ગંગામા વાર્તા સમજવા પ્રયત્ન કર્યો છે.

‘મૂંઝારો’ વાર્તા સાત ખંડમાં વહેંચાયેલી છે. રાયસંગ મુખીના પથુની વહુ ગંભીર હાલતમાં છે. મુખીના ઘરે ત્રણ-ચાર દાયણો આવેલી છે. છતાં એમનાથી પથુની વહુનો કેમે કરી છૂટકારો થઇ શકતો નથી. એવામાં દલિત ગંગામાને બોલાવવાની અનિચ્છા હોવા છતાં બોલાવવી પડે છે. આ નિર્ણય સહન ન થતાં કોઇ બોલી ઉઠે છે – ‘’ઓવ્ય ભઇ દિયોર સો કળજગ આયો હાળાં ઢેઢાય ઘરમઅ પેંહસી.’’* આ વાક્યમાં ‘કળજગ’ અને ‘હાળાં ઢેઢાય’* શબ્દમાં અપમાન-તિરસ્કાર જોઇ શકાય છે. ગંગામા પોતાનું મજૂરીકામ મૂકી મુખીના ઘરે આવે છે, ત્યારે મુખી ગંગામાને કઇ રીતે ઘરની અંદર પ્રવેશ કરવા દેવો તેની ગડમથલ અનુભવે છે. અંતે મુખી તેની દીકરીને સાદ પાડી કહે છે ‘’રાજી... ઓ.... રાજી.... આ ગંગામાનઅ હાચવીને વચલા ખંડમઅ લેઇ જા... ‘’ અહીં હાચવીને શબ્દ ગંગામાના હ્રદય સોંસરવો ઉતરી જાય છે. સાયસંગની મુખીની દીકરી જે રીતે અંદર જઇ ગંગામા કોઇ ચીજને અડી ન જાય એ માટે સઘળું ખસેડે છે તે ગંગામા ચુપચાપ જોઇ રહે છે. એટલે સુધી તો ઠીક પણ રાજી જ્યારે સોનાથી પવિત્ર થયેલ પાણી ગંગામાને છાંટે છે એ સ્થિતિ અસહ્ય છે. છતાં ગંગામા એ બધુ જીરવી લે છે. રાજી ગંગામાને સાચવીને અંદરના ખંડમાં લઇ જાય છે. ગંગામા ખંડમાં પ્રવેશ કરે છે કે તરત જ કેટલીક સ્ત્રીઓ ખંડ છોડી ચાલી નીકળે છે. ગંગામા પથુની વહુ પાસે જઇ એના પેટ ઉપર હાથ ફેરવતા જ કોઇ ચમત્કારની માફક પથુની વહુનો છૂટકારો થાય છે. પરિણામે મુખીના ઘરનું વાતાવરણ એકદમ બદલાઇ જાય છે. ચોતરફ ખુશીનો માહોલ ઊભો થાય છે. મુખી ગામમાં ગોળ વહેંચવાની પણ જાહેરાત કરે છે. આ પ્રસંગે બધા ગંગામાની હાજરી ભૂલી જાય છે. ભાગ્યે જ કોઇ ગંગામાને યાદ કરે છે. મુખી ગંગામાના આ કાર્યને બદલે તેને સાડલો આપવાનું વચન આપે છે. તો બીજી તરફ બાળક અને વહુને પાણીમાં સોનુ રાખી નવડાવવામાં આવે છે. આમ અહીં ગંગામા કોઇ પોતીકા સ્વાર્થ વિના મુખીના પથુની વહુનું દુ;ખ ઓછું કરવા જાય છે ત્યાં જે રીતે તેની ઉપર સોનાનું પાણી છાંટવામાં આવે, તેને સાચવીને ( ક્યાંક કોઇ વસ્તુને અડી ન જાય તેની કાળજી રાખતાં-રાખતાં) અંદર લઇ જાય, ગંગામા આવે કે તરત જ સ્ત્રીઓ ખંડ છોડીને ચાલી નીકળે, બાળક-વહુને સોનાના પાણીથી નવડાવવામાં આવે – આ બધુ જે સહન કરવું પડ્યું છે કહો કે જે રીતે તિરસ્કારનો ભોગ બનવું પડ્યું છે એ સ્થિતિ-વર્ણન અસહ્ય અને વેધક છે. એમ છતાં દલિત ગંગામા એક એવું પાત્ર છે જે આવા અપમાન-તિરસ્કારને ઘૂંટીને પી જઇ એક કામ પાર પાડ્યાનો સંતોષ અને આનંદ અનુભવી શકે છે. ગંગામા મુખીના ઘરેથી કામ પાર પાડી પાછા વળે છે ત્યારે ભગો પૂછે છે કે - ‘’મુખીએ કામના બદલામાં શું આપ્યું ?’’ ભગો જાણે છે કે મુખી કહે છે એમ કરતા નથી, એટલે જ ભગાએ ગંગામાને કહ્યું કે તમારો સાડલો આવી રહ્યો !! ગંગામાનું પાત્ર અહીં બરાબર કસોટીએ ચડ્યું છે. આવી પરિસ્થિતિમાં જે શબ્દો જવાબરૂપે ગંગામાના મુખેથી નીકળે છે એ ગંગામાના પાત્રની વિશાળતા અને સમૃધ્ધિ દર્શાવે છે – ‘’અસે, તાણઅ, આલવું અસે તો આલસે.’’ આમ, બીજા માટે પોતાનું કામ પડતું મૂકવું, અપમાન સહન કરવું અને કામના બદલામાં કોઇ અપેક્ષા ન રાખવી – આ વર્તન ગંગામાના પાત્રને નવી ઊંચાઇએ લઇ જાય છે.

આ ઘટનાના બાજુમાં વાર્તાકાર એક બીજો પ્રસંગ મૂકે છે. ગોકળનાં વચલા દીકરા પસાની વહુથી કૂવો પુરાયો છે. આખી ઘટના એમ બને છે કે પસાની વહુ પિયર જતી હતી ત્યારે મુખીનો પથુ આડો ફરે છે અને પસાની વહુ સાથે બળપૂર્વક તેનું શારીરિક શોષણ કરે છે. અહીં આપણને પશ્ન એ થાય કે મુખીના ઘરે કોઇ દલિત આવે છે તો કેવી રીતે તેના ઉપર પાણી છાંટે, કોઇ વસ્તુ અડી ન જાય તેની કાળજી રાખે, અડી જાય તો નાહી નાખે; પણ કહેવાતા આ સભ્યસમાજનાં પથુને દલિતની સ્ત્રી સાથે શરીર સંબંધ બાંધવામાં કેમ કંઇ નડતું નથી ? કે પછી કહેવાતો આ સભ્યસમાજ બહારથી જુદો અને અંદરથી જુદો છે ? પસાની વહુ સાથે થયેલ બળાત્કારની ઘટનામાં ચરમસીમા તો એ છે કે આ ઘટનાના સાક્ષી ખુદ મુખી છે. મુખી તથા પથુ ગામમાં ફજેતો થવાના ભયે બંને દ્વારા પસાની વહુને કૂવામાં નાખી દેવામાં આવી છે. અને એવી ખબર ફેલાવી છે કે પસાની વહુએ આપઘાત કર્યો છે. વળી, મુખી પોતાના માણસોને શહેર મોકલી ફોજદારને બોલાવે છે. મુખીના ઇશારે-ઇશારે ફોજદાર ગોકળ અને પસાને હેરાન કરી રહ્યા છે. આ જ મુખી સમાજમાં સારા દેખાવા માટે ફોજદાર પાસે કરગરી ગોકળ અને પસાને છોડાવે છે. આ તરફ કેટલાક લોકો પસાની વહુનું મડદુ લઇ આવે છે. ગંગામા મડદા પાસે બેસે છે. ગંગામાનો હાથ મડદાના પેટ ઉપર ફરતા જ અવાચક બની જાય છે. કારણ કે, પસાની વહુ ગર્ભવતી હતી. ગંગામાને તરત જ પથુની વહુ યાદ આવી જાય છે તેમજ તેમણે કહેલા શબ્દો પણ મનમાં આવી જાય છે – ‘’ભા, દીકરો ને વૌઉ બવ હારા સઅ.’’ આ પ્રસંગમાં પથુ દ્વારા પસાની વહુ સાથે કરેલો દુષ્કર્મ, પસાની વહુથી પુરાયેલો કૂવો, મુખીના ઇશારે-ઇશારે ગોકળ-પસાને હેરાન કરવા – સભ્યસમાજ દ્વારા થયેલ આ વર્તન દલિતો પ્રત્યેના અત્યાચારની ગવાહી પૂરી પાડે છે.

વાર્તાકારે બે ઘટના બાજુ-બાજુમાં મૂકીને દલિતચેતના અસરકારક રીતે પ્રગટાવી શક્યા છે. એક તરફ ગંગામા પોતાનું કામ પડતું મૂકી નિસ્વાર્થ ભાવે મુખીના ઘરે જાય છે, ત્યાં અપમાન-તિરસ્કાર-પીડાનો ભોગ બને છે. ગંગામા જેવા દલિતને અડવાથી અભડાય છે પણ બિલકુલ તેની સામે પથુનું પાત્ર છે જે પસાની વહુ સાથે શરીરસંબંધ બાંધે છે ત્યારે અભડાવાનો વિચાર પણ નથી આવતો. મુખી પણ ગંગામા જેવા દલિતની સેવા ભૂલી જઇ ગોકળ-પસાને હેરાન કરે છે. અહીં ગંગામા અને પથુ એ રીતે પણ સામસામા છેડાના પાત્ર છે કે ગંગામા મુખીના-પથુના પરિવારમાં એક સભ્યને જન્મ અપાવી બે જીવનું રક્ષણ કરી એમની ખુશીઓમાં અઢળક વધારો કરી આપે છે. જ્યારે મુખીનો પથુ ગોકળ-પસાના પરિવારમાં એક સભ્યને મૃત્યુનાં મુખમાં ધકેલી બે જીવના ભક્ષણથી એમની વેદના-પીડામાં અકલ્પનીય ઉમેરો કરી દે છે. આમ અહીં સાબિત થાય છે કે, ગંગામા જેવા દલિતોની નિ:સ્વાર્થ ભાવનાના બદલામાં પણ દલિતોને માન-સન્માનને બદલે અપમાન, તિરસ્કાર, અત્યાચાર, અન્યાયનો જ સામનો કરવો પડે છે. આ વાર્તાની ચરમસીમા તો એ છે કે એક તરફ પથુના ઘરે પુત્રજન્મથી ગામમાં ગોળ વહેંચવાની જાહેરાત થઇ છે અને બીજી બાજુ પથુના કારણે મૃત્યુ પામેલા પસાની વહુના મડદા પાસે દીવો પેટાવવા ઘી પણ નથી. દલપતભાઇએ ગંગામા, ગોકળ અને પસાના પાત્રમાં દલિતપીડાઓ સાથે સવર્ણસમાજનું વાસ્તવિક રૂપ પ્રગટાવી શક્યા છે.

વાર્તાકાર દલિતસંવેદના દ્વારા દલિતસમાજનું આગવું ચિત્ર ઉપસાવવામાં સફળ રહે છે. અહીં દલપતભાઇ બે ઘટના પાસે પાસે મૂકી સન્નિધિકરણની ટેક્નિકનો સફળતાપૂર્વક વિનિયોગ કરી શક્યા છે. આ વાર્તામાં સંવાદો એક અનિવાર્ય અંગ તરીકે પ્રવેશે છે. આ સંવાદો દ્વારા દલપતભાઇ દલિતસંવેદના અને પાત્રની અંતર્ગત ઓળખ બરાબર ઉપસાવી શક્યા છે. પ્રસ્તુત સંવાદો માર્મિક, વેધક અને પીડાજનક છે. ભાષા પણ આ વાર્તાનું એક મહત્વપૂર્ણ અંગ છે. દલિતપીડાઓ કે દલિતસમસ્યાને સફળતાપૂર્વક આલેખવી હોય વાર્તાકારે દલિતોની લોકબોલી સુધી જવું પડે છે. આ વાર્તામાં ‘હારુ’ , ‘ઉંકારા’, ‘સુટકારો’ , ‘હેતરે’ જેવા લોકબોલીના શબ્દો ગણવા બેસીએ તો તેની યાદી ઘણી લાંબી થાય. અહીં જે લોકબોલીનો વિનિયોગ થયો છે તેનો હેતુ ગંગામા, ગોકળ, પસા જેવા દલિતોની રહેણીકરણી, રીતભાત, સમસ્યા અને પાત્રની અસલ ઓળખ ઊભી થાય એ છે. જો કે દલિતવાર્તાની સૂક્ષ્મતા તરફની ગતિ વધી છે, એ આવકાર્ય છે. આમ, આ વાર્તામાં સવર્ણસમાજનું વાસ્તવિક અને દંભી ચિત્ર સફળતાપૂર્વક આલેખવામાં વાર્તાકાર સફળ રહ્યા છે. સાથે સાથે દલિતપાત્રોની ઉદાર અને સ્તવશીલ વિચારસરણીનો પણ વાર્તાકાર પરિચય કરાવે છે. આ વાર્તાની વિશેષતા એ છે કે દલિતસમાજ ઉપર અત્યાચાર થાય છે છતા આ દલિતસમાજના પાત્રો માનવતાની કેડી છોડતા નથી. દલિતપાત્રોની શ્રધ્ધા અને સકારાત્મક વિચારસરણી આ વાર્તામાં આપણને તરત પામી શકીએ છીએ. જો કે આ વાર્તાની અમુક મર્યાદા પણ છે. જેમ કે મુખીના પરિવારના એક જ કુટુંબમાં બધાને ખરાબ ચિતરવા, અન્ય દલિતપાત્રોમાં ગંગામા જેવી ખુમારીનો અભાવ, ગોકળ-પસાની હેરાનગતિમાં દેખાય આવતી નાટ્યાત્મક્ત, વગેરે. એકંદરે એમ કહી શકાય કે વાર્તાની વિશેષતામાં એની મર્યાદાઓ દટાઇ જાય છે. અહીં દલપત ચૌહાણ દલિતસમસ્યાને આગવી મુદ્રામાં ઉપસાવી શક્યા છે એનો આનંદ છે.

* મૂળ કૃતિમાંથી વાક્ય લીધેલ છે. એમાં વપરાયેલ ‘ઢેઢ’ શબ્દ અસંવૈધાનિક છે.

ડૉ. હીરજી સિંચ, અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, સરકારી વિનયન કૉલેજ, રાણાવાવ, જિ. પોરબંદર મોબાઈલ – ૯૭૨૩૮૯૪૪૩૮