Year-1, Issue-6, November-December 2011

 

Home પ્રવીણ બી. રાઠોડ અનિલ ચાવડા ભાનુપ્રસાદ પુરાણી સ્વપ્નિલ મહેતા स्मिता  मिश्रा
Welcome to Sahityasetu

You are free to read the journal. A line of comment will definitely help us to improve.

Sahityasetu

ISSN:2249-2372

 

કવિને...

- ભાનુપ્રસાદ પુરાણી

 

કવિ તમે બંધ કરો લખવાનું

સર્જન કેરા શેર બજારે કંઈ નથી વળવાનું.

કવિ તમે બંધ કરો લખવાનું...

કવિ તમારી અકળ કવિતા ક્યાંય નથી સમજાતી,

જેને માટે લખો તમે, એ ક્યાંય નથી વંચાતી,

લખવાનો વાવર છોડીને રાખો મંદિર મળવાનું.

કવિ તમે બંધ કરો લખવાનું...

કવિ તમોને એમ હશે, કે હરખાશે ગુજરાતી,

મંદાક્રાંતા હરિગીત જે તમે લખ્યાં ઉપજાતિ,

આડું અવળું લખવું છોડી ભક્તિમાં રાખો ભળવાનું.

કવિ તમે બંધ કરો લખવાનું...

 2

ઓછુંય પણ ના ચાલે, વધતુંય ન તો ચાલે,

જીવવું હશે જો અહીં તો, સદ્તું જે, એટલું જ ચાલે.

ના માગણીથી માનીશ, ના લાગણીથી ચાલીશ,

સરખાં ભરીશ પગલાં, વહેવાર સરખો ચાલે.

સાકર થઈને મીઠો, વ્હાલો કદી ન થાતો,

તું ઝેર પીધે રાખીશ, શંકર બને ન ચાલે.

થાશે તને કે એવું, તો જીવવું કઈ પેરે?

જો આમ પણ ન ચાલે, ને તેમ પણ ન ચાલે.

આમ જ ચાલતી આવી દુનિયા યુગોથી એવી,

સત્યુગમાં જે ચાલ્યું, કળિયુગમાંય ચાલે.

તેથી જ કહું છું ભાનુ, વ્યાકુળ શીદને થાતો,

આમ જ સઘળું ચાલે, તેમ જ સઘળું ચાલે.

 

ભાનુપ્રસાદ પુરાણી

સેક્ટર નં. ૨-એ,

પ્લોટ નં. ૧૦૩/૨, ગાંધીનગર. ફોન નં. ૨૩૨૨૫૦૨૬

Share us

 

Home || Editorial Board || Submission Guide || Archive || Feedback || Contact us || Author Index ||

Copyrights : http://www.sahityasetu.in