Included in the UGC-CARE list (Group B Sr. No 172)
પાંખો
એની સ્હેજ ફૂટેલી
પાંખોનો ફરફરાટ જોઈ
તમારી તાળીઓનો ગડગડાટ
વધી ગયો,
ને તમારી તાળીઓનો
ગડગડાટ ઝીલી,
એની ભીતરનો સળવળાટ
તરફડાટ કરી,
પિંજરામાં જ પુરાઈ રહ્યો.
બીના વીર, સી ૧૩ - દેવરજ સોસાયટી, સુપર બેકરી પાસે, સરદાર એસ્ટેટ, આજવા રોડ, વડોદરા. ૩૯૦૦૧૯