Included in the UGC-CARE list (Group B Sr. No 172)

લઘુકથા
થમ્સ અપ

વાવેલું તરત નજરે ન પડે. ઊગે ત્યાર ખબર પડે. ઘણી વખત ઊગી નીકળ્યું હોય પણ નજરે ન ચડ્યું હોય એમ બને જ છે ને ! મારા ભણાવવાની બાબતમાં આવું બન્યા કરે છે પણ અત્યારે નજરે પડ્યાની વાત છે !
‘આપણે કામ કરતા હોઈએ તે સ્થળે કેટલાક શિષ્ટાચાર પાળવા જોઈએ. તમે વિદ્યાર્થીઓ છો. તમારું કામ ભણવાનું છે. મારું કામ ભણાવવાનું છે.’ આમ વાત કરી પછી મેં કેટલાક શિષ્ટાચાર શીખવ્યા હતા. ગયા વરસની વાત હતી આ.
મારી ઓફિસમાંથી નીકળી હું પોર્ચમાં આવ્યો તો આ નજરે પડ્યું.
સાઈઠ વટાવી ચૂકેલી ભરાવદાર શરીરવાળી પરંતુ ચહેરાની તેજસ્વીતાવાળી એકદમ સમર્પિત એવી અમારી એક સફાઈ કામદાર છે. સુંદર મજાની ત્રણ કન્યાઓને એને વીંટળાઈ વળીને ઊભી હતી. ત્રણેયે એ સ્ત્રીને ગળે હાથ નાંખેલો હતો. પેલી સ્ત્રીએ પણ તેના મજબૂત વાત્સલ્યભર્યા બાહુઓને છોકરીઓના ગળે વીંટાળ્યા હતા. મા દિકરીઓ એકમેકને હેત કરતા ઊભા હતા જાણે !
મેં એમને જોયા કે એ બધા મારી સામે ફર્યા. જૈસે થે લાઈનબંધ મારી સામે ઊભા રહ્યા. જાણે મને કહેતા હોય, ‘સર, લઈ લ્યો અમારો આ ફોટો ! તમે કહો છો ને કે કામની જગ્યાએ નાનામાં નાના માણસને પણ સન્માન આપો.’
એ વખતે મારા ખિસ્સામાં મોબાઈલ નહોતો. મારા મને એમનો ફોટો લઈ લીધો અને મે એમને ‘થમ્સ અપ’ કર્યુ.
હરીશ મહુવાકર, “અમે”, 3/A, 1929, નંદાલય હવેલી પાસે, સરદાર નગર, ભાવનગર – 364002 મો. : 9426223522 ઇ મેઇલ : harishmahuvakar@gmail.com