ગઝલ

રહે દરેક શ્વાસ મા જીવંત કોઇ અન્ય  છે
ભીતર નથી પ્રણય,નથી અનંત કોઇ અન્ય છે

ઉડ્યા કરે નગરમા એક વાત ભીંતના વિશે
કે બારીથીય ખૂબ ભાગ્યવંત કોઇ અન્ય છે

ઉજાશ તો બધો ગયો એના ગયા પછી છતા
હજુય ભીતરે જરુર જ્વલંત કોઇ અન્ય છે

વ્યથા,ઉદાસી ને તરસ,ત્રણેય લોક છે મળ્યા
બતાવ આટલોય ક્યા શ્રીમંત કોઇ અન્ય છે

અખિલ વિશ્વમા બધે હુ વિસ્તર્યો છુ તે છતા
દશે દિશા અજાણ ને દિગંત કોઇ અન્ય છે


રાઠોડ અનંત શૈલેષકુમાર
હિંમત છાત્રાલય, સિવિલ હોસ્પિટલ પાસે,
સિવિલ રોડ, હિંમતનગર-૩૮૩૦૦૧ (સાબરકાંઠા)
Mo. 09374271092
gazal_world@yahoo.com

000000000

 

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index