ગઝલ

 

ચંદ્ર પણ કાળો થયો છે.
કૈંક ગોટાળો થયો છે.

મૌન તો તોડ્યું નથી મેં,
કેમ હોબાળો થયો છે ?

પગ હજી મજબુત છે હો,
શ્વાસમાં ચાળો થયો છે.

એક ઘર ખાલી થયું તો,
પંખીને માળો થયો છે.

દુઃખ નામે દાખલામાં,
માત્ર સરવળો થયો છે.

 

ગિરીશ પરમાર
અમદાવાદ

000000000

 

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index