અગડમ્-બગડમ્

થઈ ગયું રે અગડમ્ બગડમ્, ભાઈ થઈ ગયું રે અગડમ્-બગડમ્ !

ચેસ-ગેમમાં મહોરા મુક્યાં, કોઈ કાળા કોઈ ધોળા,
કાળા-ધોળા મહોરાઓમાં,
થઈ ગયું રે અગડમ્—બગડમ્..
રાજા રાણી પાસ-પાસમાં,
ને ઊંટ ઘોડા હાથી પછી,
સામા સામી ખેલ ખેલમાં,
થઈ ગયું રે અગડમ્-બગડમ્
હાથી ચાલે આડો-ઊભો,
ને ઊંટની ચાલ છે ત્રાંસી..
આડી ઊભી ત્રાંસી ચાલે,
થઈ ગયું રે અગડમ્-બગડમ્..
એક-મેકના મહોરા મારે,
અંતરપટના પડદા ખૂલે,
મહોરાઓને બચાવવામાં,
થઈ ગયું રે અગડમ-બગડમ્,
પૂંઠા પરની ચેસ-ગેમમાં,
એક-મેકને કરે ચૅક તે,
ચૅક મૅટની વાત વાતમાં,
થઈ ગયું રે અગડમ્-બગડમ્
છોડી દીધી ચેસ-ગેમને,
જોડી દીધી નેહ-ગેમને,
નેહ કેરા બંધને તો,
થઈ ગયું રે અગડમ્-બગડમ્

પ્રવીણ બી. રાઠોડ
ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ(સાંજની)

000000000

 

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index