ગઝલ


તું ક્યાં કશીયે વાતમાં એકમત હોય છે.
બન્ને જણાં સમ્મત, છતાં તારી શરત હોય છે.
બે ધારની તલવાર લઇને શી રીતે જીવવું?
બેફામ તારી લાગણીઓ પણ સખત હોય છે.
બન્ને તરફનું આટલું વળગણ હતું ક્યાં મને?
બસ હારવા માટે, બધી મારી લડત હોય છે.
બેચાર અવસર હોય તો માંડું હિસાબો બધાં,
કારણ વગરનું એકધારું પણ સતત હોય છે.
‘મૌલિક’ જ લૂંટાશે હવે, ના પણ બને હરવખત,
પયગંબરીયે ક્યાં બધાને હસ્તગત હોય છે ?

શ્રોત્રિય મૌલિક એલ.
પી. માણેકલાલ સોનીની ગલીમાં,
છાબ તળાવ સામે, દાહોદ
મો. 9429425595

 

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index