હોઠે ન લે... (ગઝલ)

પ્યાસી નજરના જામ, હોઠે ન લે,
મારું ફરીથી નામ, હોઠે ન લે.
માંગી વફાઓ ક્યાં મળી પ્રેમમાં,
ને શું હતો અંજામ, હોઠે ન લે.
કિમ્મત હતી શું એ બજારે, અને;
ગણ્યા હતા શું દામ, હોઠે ન લે.
ખંજર ચઢાવી કેડ પર તું ફરે,
તો વાતમાં હે રામ, હોઠે ન લે.
જે ગામ તારાથી જવાતું નથી,
તો ગામનું એ નામ, હોઠે ન લે.

યોગેન્દુ જોષી
એ-1/403, કામધેનુ એપાર્ટમેન્ટ,
ગ્રીન સીટીની સામે, અર્જુન ટેનામેન્ટ પાસે,
નિર્ણયનગર રોડ, ચાંદલોડિયા,
અમદાવાદ.

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index