Year-1, Issue-6, November-December 2011

 

Home પ્રવીણ બી. રાઠોડ અનિલ ચાવડા ભાનુપ્રસાદ પુરાણી સ્વપ્નિલ મહેતા स्मिता  मिश्रा
Welcome to Sahityasetu

You are free to read the journal. A line of comment will definitely help us to improve.

Sahityasetu

ISSN:2249-2372

 

સાધુ અને રણ

-     સ્વપ્નિલ મહેતા

સાધુજીનાં અંગેઅંગ કાંપતાં,

શ્વાસના ઊંટોના ઊંટો હાંફતા.

નજર નીચી રાખીને સાધુ પૂછે સવારમાં

કોણ અહીં હાજર અને કોણ થયું છે લા-પતા.

કણેકણ બોલી ઊઠ્યાઃ હા, અમે હાજર છીએ,

સાધુ બધુંયે સાંભળે, ઉત્તર કશો ના આપતા.

ભરબપ્પોરે રણ વચાળે સાધુ બહુ શાંત છે,

અંગેઅંગમાં શાતા રાખી એ નામ કોનું જાપતા?

સાંજના સાધુ પૂછે, એ પંખીઓ ક્યાં જાવ છો?

ને ભીતર એક ટહુકો થયો, ક્યા પતા, ક્યા પતા.

રાત્રીના ત્રીજા પહોરે સાધુ બહુ બેચેન છે

ઘડીએ ઘડીએ જાગવાનાં સપનાંઓ કેમ આવતાં!

સૂર્યના ઊગવાની પહેલાં એક ઘટના એ ઘટી

કંઈ સાધુ સૂઈ ગયા ને કંઈ થયા જાગતા.

 

સ્વપ્નિલ મહેતા

950, શિવશક્તિ સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડ,

સેક્ટર નં. 27, ગાંધીનગર, મો. 9824006514

Share us

 

Home || Editorial Board || Submission Guide || Archive || Feedback || Contact us || Author Index ||

Copyrights : http://www.sahityasetu.in