Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
જીવણ ઝાંપો ઝાલો
બળબળતા તાપ હેઠે માંડ્યો છે ચૂલો.
જીવણ ઝાંપો ઝાલો.

ભાદરવાના ધોમ ધખતા તાપમાં હાલી હું તો દાતરડું લઈ
બાજરી કેરું વણ વાઢતા વાગ્યો છે ખાંપો.
મારી નણદલના વીરા પરદેશ, હું મૂઈ ભોળી કોને કેવા જાઉં,
લોહીઝાણ થયો છે, ચૂંદડી છેડો ઝાંખો.

ઓ રે અભાગિયા ખાપાજી, તમે ક્યાં તે જન્મનું વેર વસૂલો.
બળબળતા તાપ હેઠે માંડ્યો છે ચૂલો.
જીવણ ઝાંપો ઝાલો.

ખેતર વચ્ચાળે ઉભો ચાડિયો આવ્યો ના ભેરે, હું ભાગી ઘેરે
છેડલો ઝાલી પહોંચી ડેલીએ.
ઝાંપો રે વટતા વહેતી થઈ વાતો, નણદલે કીધાં કવળા વેણ,
હું મૂઈ ભોળી પડતું મેલ્યું મેડીએ.

મારી નણદલના વીરા, શ્વાસે લીધું ઢૂંકડુ, હવે ચાલો.
બળબળતા તાપ હેઠે માંડ્યો છે ચૂલો.
જીવણ ઝાંપો ઝાલો.
મનીષ શિયાળ, 9974870365, shiyalmanish1996@gmail.com