કોનું ?
ભારતી ઓઝા ‘સુહાસિની’

માઘ સ્નાનનું શિથિલ કંપન
રાહ પથરાયા પીળા પાન
ઝાડ-ઝરૂખે ભાત પાડતો સૂરજ
આધારથી અલગ દરદ;
રૂંધે મધુર કોકિલ સ્વર
હાજપિંજરસમ આખું વન
શક્તિહીન થથરે જેમ મન
મ્હોરી ઊઠવા તડપતું તન..!
અરે ! અચાનક
છોળ ઉછાળતો
માદક આ વા વાયો
ઊર્મિઓને વેગ આપતો
મૃદુ આલિંગને સમેટાતો
સૃષ્ટિ આખી નીજી ઉષ્માએ
શાખ-શાખા ઝૂમી રહી,
ભરવા શક્તિ ખોળે.
પ્રસરી કોમળ મધુર સુધારસ
સીંચે એક એક શિરા
ઉર્જા સ્રોત વહ્યો શાખામાં
પૂરતો નવજીવન.
તરલ સ્વરૂપ ઠોસ થઈ ખીલ્યું,
નિરખવા વ્યોમ ધરણીને
રંગબેરંગી પતંગિયાસમ
ધરણી ખોલે પાંખો.
જીવ સૌ;
કલરવ, સુવાસ, મૃદુ કિરણોનું
કરી રહ્યાં મદમત્તપાન
મૌન ઇશારે પૂછે એકમેકને
શું તારું..? શું મારું ?
તૃપ્ત નેત્રે એક જ ભાવ
આ તો આપણું સહિયારું...!!!

ભારતી ઓઝા  સુહાસિની
સરકારી વિનયન કોલેજ,
સેકટર-15, ગાંધીનગર
ફોન- 9624099010


***
 
Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index