ગઝલ

આગમન તારું ભાસ લાગે છે,
જામ હોઠે ‘ને પ્યાસ લાગે છે.
હું રડી લઉં ગમે તે અવસર પર,
આંસુઓ એજ શ્વાસ લાગે છે.
મ્હેંક આવી રહી છે ફુલોની,
ક્યાંક તારો નિવાસ લાગે છે.
પ્રેમની આ કળા જુઓ દોસ્તો,
હોય દુર તોય પાસ લાગે છે.
થંભી ના જાવ હે ચરણ મારા,
જિંદગી આસપાસ લાગે છે.

પીયુષ પરમાર
સંતરામપુર, જી.પંચમહાલ. મો. ૯૪૨૯૧૪૭૭૯૮


***
 
Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index