થોડુંક...........

  • ‘સાહિત્યસેતુ’ આ અંક સાથે એનું બીજું વર્ષ પૂર્ણ કરે છે. સળંગ -12મો અંક નારીઃ સાહિત્ય અને સમાજ સંદર્ભે  વિષય પર વિશેષાંકરૂપે પ્રગટ કરી રહ્યાં છીએ. શ્રદ્ધા છે કે, આ અંકમા સમાવેલા લેખો દ્વારા ગુજરાત, ભારત અને વિશ્વના સમાજમાં અને સાહિત્યમાં નારીચેતનાને કેન્દ્રમાં રાખીને કેવી કેવી વિચારણાઓ, પ્રવૃત્તિઓ અને સર્જનો થઇ રહ્યાં છે, કે એ વિશે શું થયું છે એનું આછું ચિત્ર ઉપસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દિશામાં હજી ઘણું થઈ શકે, અમે નાનકડો પ્રયાસ માત્ર કર્યો છે એની સભાનતા છે. તમારા પ્રતિભાવોની અપેક્ષા રાખીએ છીએ.

  •