શ્હેરમાં ...

ગામડાએ ઘર કર્યું છે શ્હેરમાં
ભોળપણ ભોઠું પડ્યું છે શ્હેરમાં
ધૂળ ઢેફાં ધાનના ઢગ ક્યાં ગયા ?
એક જણ ભૂલું પડ્યું છે શ્હેરમાં .
ઓટલો કે આંગણું ક્યાં છે કહો ?
બાળપણ રેઢું પડ્યું છે શ્હેરમાં !
પાંખ પણ પૂરી ન ફેલાવી શકે
આભ પણ ઓછું પડ્યું છે શ્હેરમાં !
સ્મિત પણ પહેરે ઉતારે વસ્ત્ર જેમ
વસ્ત્ર પણ ટૂંકું પડ્યું છે શ્હેરમાં !

ગાયત્રી ભટ્ટ

 

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index