સહગમન


સખે ! હમેશાં મુજને કહે તું
‘ગુલાબ તારી લટમાં ધરું હું;
સદૈવ સોહે તન પૂર્ણ તારું
સદાય જોઈ મુજ ચિત્ત હારું.’
‘મળ્યો નથી એ અધિકાર કેમે
ગયો નથી એ અધિકાર તોયે
કહી શકું ના અધિકાર મારો
પ્રિયે ! કહે તેમ કરુંયે દાવો ?
‘સખે ! હવે તું કર ના કસોટી
રહી શકું ના તુજ વિણ સાથી
અરે ! હવે તું કર જાલ મારો
મળી જશે એ અધિકાર તારો.’
‘સુણી શકું ના અનુરાગબાની
સહી શકું ના તુજ આર્દ્ર વાણી
પ્રિયે ! હવે હગું તુજને કહું શું ?
મને હવે તું ગણ ના સહારો.’
વંટોળ આવે હર કોણથી ને
ઢળી પડે જેમ લતા સપાટે;
પડી જ એવી દિલકંથ પાસે
કદી ન આશા મુજ પુર્ણ થાશે
જોઈ તને દયિત વદને મ્લાનતા પૂર્ણ છાઈ
ને બોલ્યો તેઃ “મધુર વચનો બોલતી તું સદાય દેવી !
મારી સુરભિ બન તું ઈચ્છતો હું સદૈવ પ્યારી !”
હું તો તુજ નયનને વાંચવા મથું ત્યાં,
તું તો ચાલી નિરવ પગલે, શોધવાને ફરું ક્યાં ?
મારે માટે જડ જગતમાં જીવવાનું રહ્યું ક્યાં ?
હું તો આવું અમર જગતમાં સાથ તારો હશે ત્યાં.
તારી પાસે પ્રણયરસના નિત્ય પીયૂષ પીવા”
ત્યાં તો આવ્યાં ધમધમ થતાં દૂરથી કો’ક સૂર,
પાષાણોના થડથડ થતાં પાસ આવ્યા જ પૂર.
વેળામાંતો અવનિ પર ત્યાં રક્તધારા વહી ને
બંને ચાલ્યાં દયિત-દયિતા સ્વર્ગ કેરાં નિવાસે.

પ્રવીણ બી. રાઠોડ

 

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index