‘जब मैंने जाति छुपाई’માં દલિત જીવનની માર્મિક વાસ્તવિકતા અને આજના સંદર્ભે પ્રાસંગિકતા


વિદેશીઓની ધરતી પર જયારે ભારતીય પર હુમલો થાય છે ત્યારે સમાચાર પત્રો વગેરેમાં વિદેશી નીતિ-રીતિ અને લોકોને વખોડવામાં આવે છે, પરંતુ પોતાના જ દેશમાં જયારે દલિત, આદિવાસી, વિચરતી જાતિઓન ઉપર અત્યાચાર થાય છે ત્યારે અત્યાચાર સામે લડનાર લગભગ બધાં મૌન હોય છે, હં વિદેશોમાં વસનારા દેશની હાલત જોઇને દુઃખી જરૂર થાય છે, પરન્તુ વિદેશમાં પણ ભારતીય સમાજ પોતાનો ધર્મ-જાતિ વિશેષ સાથે લઇ જાય છે અને ત્ય પણ જાતિ-ધર્મ આધારિત વર્ચસ્વ સ્થાપવા લાગે છે. ઇંગ્લેન્ડથી જ એવી ખબર આવી હતી કે સવર્ણ સમાજના ડ્રાઈવર-કંડકટર સવર્ણ સમાજના વિસ્તાર આગળ બસ છોડી દે છે, એ પછી દલિત-અવર્ણ કંડકટર-ડ્રાઈવર બસ પોતાના વિસ્તારમાં લઇ જાય છે. આવાં ભેદ સરકાર સમક્ષ આવ્યાં ત્યારે વંશ તેમજ રંગભેદ નીતિની સમકક્ષ જાતિ-ધર્મભેદને માન્યતા આપવામાં આવી અને તેને પણ જઘન્ય તેમજ માનવતાની રૂએ હીન અપરાધ માનવામાં આવ્યો. આજે પણ અમેરિકામાં કોઈ પર હુમલો થાય છે તો ભારતમાં તેમણે ગુજરાતી, પંજાબી વગેરે દ્વારા ઓળખવામાં આવે છે. તો ભારતીય તરીકેની ઓળખ આપણે ક્યારે મેળવીશું ?

પ્રસ્તુત વાર્તા ‘जब मैंने जाति छुपाई’ બાબુરાવ બાગુલ દ્વારા રચિત મરાઠી વાર્તા છે, પ્રસ્તુત વાર્તા દ્વારા જા દલિત સાહિત્યને એક દિશા મળેલ છે. દેશ-વિદેશમાં પણ પ્રસ્તુત વાર્તા અનુવાદના માધ્યમે પહોંચી છે. જેથી ફૂલે-આંબેડકર વિચારધારાના માનવીય પક્ષ લોકો સમક્ષ પ્રસ્તુત થયા છે. અહીં જાતિ છુપાવવાની વાત છે, ભારતમાં જાતિ ગર્વ છે, દરેક જાતિ પોતાની જાતિને અન્ય જાતિથી વિશેષ માને છે, ત્યાં સુધી કે, બ્રાહ્મણ પરશુરામે ક્ષત્રિયોંનો નાશ કર્યોન આમ છતાં, ક્ષત્રિયના કોઈ કાર્ય બ્રાહ્મણ વગર થતાં નથી, તેમજ બ્રાહ્મણ પરશુરામને પોતાના આદર્શ માને છે, તેમજ તે દિવસે જનોઈ, યજ્ઞોપવીત તેમજ વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે. આમ હિંસાના પ્રતીકને પણ પોતાનું ગર્વ માને છે, તર્ક કે વૈજ્ઞાનિક વિચારને અહી અપ્રસ્તુત બનાવી દેવામાં આવે છે. અલબત, ચાર વર્ણ અને તેમની હજ્જારો જાતિઓ પોતપોતાની જાતિઓને વિશેષ એક-યા-બીજી રીતે માનતા જોવા મળે છે, પરંતુ દલિત સમાજ અન્ય સમાજ વિશેષથી ભિન્ન છે, તેમની જાતિ પોતાની પેટા-જાતિઓ વચ્ચે જ પોતાને ગર્વાન્વિત કરી શકે પણ જાતિ બહાર જાતિહીનતા બોધ અનુભવે.

પ્રસ્તુત વાર્તા મરાઠીમાં લખાયેલી છે, સ્વાભાવિક રીતે તેમાં ડૉ. આંબેડકરણો ઉલ્લેખ આવે છે તેમજ તેમના વિચાર માત્રથી અન્ય જાતિ પોતાની જાતિનો વિનાશ થવાનો છે તે ભય સાથે જાતિ ગર્વને જાળવી રાખવા એનકેન પ્રકારે પ્રયાસ કરેણ છે, જેથી દલિત જાતિ અન્ય જાતિઓ વચ્ચે યોગ્યતા હોવા છતાં, પોતાની આર્થિક લાચારીને કારણે પોતાની જાતિ છુપાવવી પડે છે. જાતિ છૂપાવવી પડે છે.

‘जब मैंने जाति छुपाई’ વાર્તાની કથાવસ્તુમાં ગુજરાતની પૃષ્ઠભૂમિ છે, જેણે વ્યાપારની ભૂમિ કહે છે, વ્યાપાર બાબતે ગુજરાતી પ્રજાએ દેશ-વિદેશમાં નામ કમાવી આપ્યું છે, પરંતુ પ્રસ્તુત વાર્તામાં મુંબઈથી આવેલા બે વ્યક્તિ જેમાં એક કાશીનાથ તો બીજા નાયક પોતે છે, નાયક પોતાની આપવીતી કહે છે, જેમાં તેમણે પોતાની જાતિ પોતાના વેષ અને ભાષા દ્વારા છૂપાવવાનો પ્રયત્ન કરે છે. નાયક અને કાશીનાથ બંને દલિત સમાજમાંથી આવે છે, મહારાષ્ટ્રમાં તે દલિત જાતિના છે. મહારાષ્ટ્રથી ગુજરાતમાં નૌકરી માટે આવે છે, કાશીનાથ પોતાની ભાષા અને ચેતના દ્વારા પોતાની સાચી જાતિ જાહેર કરી દે છે જયારે કાશીનાથ પોતાની આર્થિક પરિસ્થિતિ સામે હાર માની સારા પોશાક પહેરી, શુદ્ધ હિન્દી બોલી પોતાની જાત છૂપાવે છે, સાથે જયારે તેમની પાસ સર્ટીફીકેટ માંગવામાં આવે છે ત્યારે તે ખોટું બોલ છે, આમ, અંદરથી તે ખૂબ ઘવાય છે. પોતાની વાત કહેતા નાયક કહે છે કે,
“मुझ पर जाति छुपाने के कारण आफत आई थी | उस घटना की याद आते ही पुरे तन बदन में आग-सी लग जाति है | सिर भन्नाने लग जाता है और लगने लगता है की इस दुर्भाग्य पूर्ण देश में दलित बिरादरी में गलती से भी जन्म नहीं लेना चाहिए |”[1]

ગુજરાત આવતા, પોતાની યોગ્યતા પર આધાર અને વિશ્વાસની સાથે નાયક વિચારે છે કે,
“मेरा तन बदन जैसे नई चेतना से सराबोर था | न कोई चिंता, न कोई समस्या | मुझे यकीं था कि जहाँ जाऊँगा, हर तरह से पैर जमा लूँगा, क्योंकि ट्रेन में बैठे-बैठे रात भर में तरह-तरह के सपने संजोता रहा था |”[2]

પરંતુ ગુજરાત આવતાં જ તેમને જાતિ આધારિત પ્રશ્નની સામે પ્રત્યક્ષ થવું પડે છે, રહેઠાણ માટે આખરે નાયકને દંભનો સહારો લેવો પડે છે, તે કહે છે -
“यह सवाल सुनकर में बरस पड़ा ‘आपने मुझे यह पूछने की जुर्रत कैसे की ? मेरे हुलिए से आप अंदाजा नहीं लगा सकते ? मैं ... | मुम्बईकसा, यानी कि मुम्बईवासी, सत्यवादी, सत्यप्रेमी, सत्यान्वेषी, भारत को मुक्ति शक्ति दिलानेवाला प्रभार-पुंज समझे ? या फिर एक बार सुनाऊँ ? अपनी महिमा का बखान करूँ ?’”[3]
“रणछोड़ को ही टोकते हुए देवजी ने कहा, ‘अरे भाई, जात-बिरादरीवालों के साथ तो हरी दूब बनकर रहना चाहिए, न की लम्बा ताड़ ? और फिर आप जैसा आदमी धेड-चमार के घर में थोड़े ही रह सकेगा ? खुद ही चोर के घर में घुसकर आफ़त क्यों मोल लेगा ?’”[4]

રણછોડ અને દેવજી બંને નાયકની ધાકથી માની બેસે છે કે, નાયક અસ્પૃશ્ય તો ન જા હોઈ શકે, અસ્પૃશ્ય ક્યારેય પોતાની જાતને ઊંચી ન માની શકે, નાયક તેમના પ્રશ્નોથી અંદર અંદર ઘવાય છે, સાથે અનુભવે છે કે અહી નૌકરી કરવી કઠિન છે. ત્યાંજ તેમનો પરિચય અન્ય વ્યક્તિ એટલે કે કાશીનાથ સાથે થાય છે, જે બેબાક છે, ક્રોધી તેમજ વિદ્રોહી છે. જયારે તેમને તેમની જાત પૂછવામાં આવે છે ત્યારે તે નચિંત બની પોતાને મહાર કહે છે, મહાર એટલે ગુજરાતીઓ મહારાષ્ટ્રના નિવાસી એમ સમજે છે, કાશીનાથ કહે છે -
“जी नहीं पंडितजी. मैं डॉ.आम्बेडकर की जाति का हूँ. उन्ही की बिरादरी का | मुझे काशीनाथ सपकाल कहते हैं | मुम्बई में रहता हूँ | काला चौकी इलाके में |”[5]

ઊચ્ચ જાતિના લોકો ઊભા થઇ કાશીનાથને મારવા માટે એક થાય છે, કાશીનાથ તે બધાને પડકારે છે અને પોતાની ઓફીસ ચાલી જાય છે. ઊચ્ચ હોદ્દો વાર્તા કથકને આપવામાં આવે છે. ડૉ. આંબેડકરે સાંપ્રત સમયમાં પણ પ્રાસંગિક લાગે તેવી દૂરદૃષ્ટિ પ્રત્યક્ષ થાય છે. તેઓ કહે છે કે,
“किसी यूरोपियन ने पूछा कि आप कौन हैं ! इस सवाल का जवाब अंग्रेजी, जर्मन, फ्रेंच, इटालियन आदि ढंग से दिया गया तो जवाब मिल जाता है | लेकिन हिंदुओं की इस तरह की स्थिति नहीं है | ‘मैं हिन्दू हूँ-उनके इस जवाब में कोई जवाब नहीं होता | उनको यह बताना आवश्यक हो जाता है कि मेरी जाति क्या है और यह बताना उनके लिए बेहद जरुरी है | मतलब यह कि, अपनी अभिप्रेत इन्सानियत व्यक्त करने के लिए हर हिन्दू को अपनी असामनता को पग-पग पर जाहिर करना पड़ रहा है |”[6]

શિક્ષણ વ્યક્તિને યોગ્ય બનાવે છે, પરંતુ શિક્ષણ જ સમાજને એવું આપવામાં આવે છે કે, જેમાં વ્યક્તિ પોતાની જાતિ દ્વારા ઓળખ પ્રાપ્ત કરે, જન્મ દ્વારા નિર્ધારિત હોય. દલિત સમાજ તેનો ભોગી હોય. ડૉ. આંબેડકર અંતિમ વર્ષોમાં બુદ્ધ ધમ્મ ગ્રહણ કરેણ છે તેની સાથે લાખોની સંખ્યામાં દલિત સમાજ પણ બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે.

કાશીનાથ ડૉ. આંબેડકરથી પ્રભાવિત છે, માટે તે બેબાક રીતે વર્તે છે, કાશીનાથ પણ ડૉ. આંબેડકરને માને છે, પરંતુ નૌકરી સામે તે લાચાર છે. બંને દલિત હોવા છતાં. યોગ્ય હોવા છતાં, તેમણે સંઘર્ષ કરવો પડે છે. જન્માધારિત સત્તા અને આરક્ષણ સામે તે હારી જાય છે.

નાયકના સંવાદમાં ભયગ્રસ્ત મનની સાથે, વાસ્તવિકતા ઉજાગર કરે છે, જેમાં સમાજ સામે વ્યંગ્ય છે, તો સાથે સાથે વાચક એ જાણે છે કે, એક દલિત પોતાની જાતિ છૂપાવવા કેવા ટુકા લગાવે છે, કેવી વાક્છટાણો ઉપયોગ કરે છે. જૂઓ -
“कम-से-कम मेरे सामने तो ऐसी बातें मत किया कीजिये. मै नए देश का नया सिपाही हूँ. हम अब एक-से हैं. ऊँच-नीच, धेड-चमार, ब्राह्मण आदि सब झूठ है |”[7] मुकादम साहब, इस तरह के ओछे काम कोई पढ़ा-लिखा युवक कर सकता है ? ऐसे युवकों से कहना भी नहीं चाहिए | ये तो अधकचरे, अपंगों का काम है ... इसलिए ... |”[8]

તો બીજી તરફ કાશીનાથ વાર્તાકથકને જ સંભળાવતા હોય તેમજ સ્વાભિમાન માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય તેવા સંવાદ જોવા મળે છે, જેથી અન્ય લોકોની પ્રતિક્રિયા ઉલ્લેખનીય છે.
“अभी जाकर तुम्हारे फोरमेन को इन्डियन कांस्टिट्यूशन पढ़कर सुनाता हूँ | तुम सब लोगों को जेल की हवा खिलाऊँगा, दूध में से मक्खी की तरह नौकरी से निकलवा दूँगा | कोई मजाक थोड़े ही है ?”[9]
“महार होने से क्या हुआ ? दीवार के सामने पड़ी टट्टी-पेशाब की गंदगी साफ़ नहीं करूँगा |”[10]

વિચારવાન દલિતથી અન્ય સમાજ ભય પામે છે, જ્યારે નૌકરી માટે કાશીનાથ જાય છે ત્યારે જ રણછોડ વાર્તાકથકને કહે છે –
“ठाकुर यकायक क्या हो गया आपको ? बुख़ार-बुख़ार तो नहीं आया लाइए पेटी मुझे दे दीजिये | फुर्ती कीजिये और मुम्बई के धेड से पहले अपनी हाज़िरी लगाइए, वरना वह कमबख्त आप से सीनियर हो जाएगा | साला भूत है भूत | आप जल्दी कीजिए | मैं आपकी पेटी सुरक्षित रखूँगा | यहाँ चोरों का बहुत बोलबाला है | ये धेड-चमार ही चोरी करते हैं साले |”[11]

તો મુકાદમ તિવારી પણ કાશીનાથથી ભય પામે છે, તેમના અભ્યાસ અને વિચારોથી લોકો દરે છે, કથાનાયક બંને વચ્ચે પીસાય છે વાર્તાકથકની જાતિ છૂપાયેલી હોવાથી તિવારી તેમણે કહે છે - “यहीं तो मार खा जाते है हम लोग और धेड-चमारों को मौक़ा मिल जाता है | वे फटाफट अफसर, मिनिस्टर बन जाते है | रेलवे में उन्हें तो इतनी सुविधाएँ हैं कि, वो सुअर का बच्चा काशीनाथ यदि चाहे तो क्लर्क भी बन सकता है | है तो वह नॉन मेट्रिक ही | इसीलिए तुम दोनों क्लीनर ही रहोगे, जब की वह फ़ायरमेन, ड्रायवर, कंट्रोलर बन जाएगा | इसीलिए तुम सर्टिफ़िकेट जल्दी से मँगवा लो | क्या समझे ?”[12]

પ્રસ્તુત કથનમાં દલિત સમાજને મળતા લાભો પ્રત્યે ઉદાસીનતા અને ઘૃણા જોવા મળે છે. કાશીનાથને પોતાના હોદ્દા ઉપરાંત તેમણે જાતિ આધારિત કામ સોંપવામાં આવે છે, જેમાં માનવ માલ સાફ કરવું વગેરે જેવા કાર્યોન છે, કાશીનાથ વારંવાર તેમનો વિરોધ કરેણ છે અને ચાકુ બતાવી રોફ પણ દાબે છે. તે જેટલો કઠોર છે, તેટલો મૃદુ પણ છે, મહિનાના અંતિમ દિવસોમાં તે વાર્તાકથકને મળે છે, ત્યારે તે પોતાની વાત કરુણતાથી કરે છે, જયારે નાયક પોતાની વાત એટલી સહજતાથી નથી કહી શકતા. તે વાર્તાકથકને કહે છે -
“मास्टर जी, मैं यह नौकरी छोड़ रहा हूँ | मुम्बई जाकर जो भी काम मिले, करूँगा | मैट्रिक की परीक्षा दूँगा | कॉलेज में जाऊँगा | वकील बनूँगा | मुझे कामगार नहीं बनना है | ये जीना भी कोई जीना है ? पल-पल मरना ...”[13]

તેમનામાં હજું પણ ભણવાની ઈચ્છા બળવત્તર છે. પોતાને માનવ કહેવડાવવા માટે તે પોતે પ્રતિબદ્ધ છે, જેમ કે, તેને કોઈ માને-ન-માને છતાં પોતાના સ્વાભિમાન ખાતર તે આગળ વધવા માંગે છે, જન્માધારિત નરકમાંથી બહાર નીકળવા પ્રયાસ કરે છે.

રામચરણ વાર્તાકથકથી મુગ્ધ બને છે, પરંતુ જ્યારે તેમને જાણ થાય છે કે નાયક દલિત છે ત્યારે તે બધું જ ભૂલી નાયકને પીટે છે, ત્યારે તેમની સ્ત્રી સરસ્વતી નાયકને બચાવે છે. તે રામચરણ અને અન્યને કહે છે –
“इसमें उनकों कोई कसूर नहीं | छोड़ दीजिए उन्हें, शान्त हो जाइए | वर्ना मैं उन्हें बचा लूँगी ... |”[14]

તો નાયક પણ કાશીનાથને વાળી, રામચરણનું જીવન બક્ષે છે. આમ, સવર્ણ સમાજમાં જાતિ કેટલી હદે પેસી ગઈ છે કે, તેમને જયારે અનુભૂતિ થાય કે, અન્ય સમાજ-વ્યક્તિ એમાં પણ દલિત પોતાના સમાજ અને વ્યક્તિ સાથે બરાબરી કરી શકે છે, તે માન્ય નથી. રામચરણ જાતિ જાણતા જા જાતિ પ્રમાણપત્ર ફાડી ફેંકી દે છે ...

વાર્તાના અંતેનો સંવાદ પણ સૂચક છે, તેમજ સમાજની વરવી વાસ્તવિકતા દર્શાવે છે.
“काशिनाथ ने कहा ‘चलो, पुलिस-स्टेशन चलते है |’
‘’नहीं’
‘वो लोग तुमको पिट रहे थे और तुमने कुछ भी नहीं किया ?’
‘उन्होंने मुझे थोड़े ही मारा ? ये तो मनु को पीट रहे थे ! चलो भी ...’”[15]

પોતે અપરાધી છે, આમ છતાં, માનવ છે, નાગરિક છે. અન્ય સમાજ આજે પણ પ્રસ્તુત માનસિકતામાંથી નીકળતા નથી અથવા તે સુરક્ષિત બનાવી તેમાં જ રહેવા ટેવાયેલા રહે છે. દલિત જીવની વાર્તા અને દલિત વિદ્રોહ કે સમસ્યાની વાર્તા અલગ પડે છે, જેમાં વિચાર હોય, દલિત વાર્તા તો સદીઓથી રચાતી આવી રહી છે, જે શોષિત છે, તેના દ્વારા રમણીકા ગુપ્તા કહે છે કે,
“जिस युग में सामूहिकता ख़त्म होने पर वह किसी व्यक्ति का गुलाम और दास बना होगा-उसी दिन ‘स्वामी’ का जन्म हुआ, शायद पहली दलित कहानी भी उसी दिन घटी होगी | चूँकि ‘दासता’ ही दलित अवधारणा की जननी है | यह दासता उसकी पराजय के कारण हो या उसके रंग के कारण अथवा जन्म, जाति या कबिलों के स्तर की भिन्नता के कारण, इसका सतत विकास होता चला गया”[16]

આજે દલિત વાર્તા એટલે સમાજની વરવી વાસ્તવિકતા રજુ કરનારી કથા તેમજ સમાજમાં નવસૃજન કરનાર વાર્તા. પ્રસ્તુત વાર્તા સંદર્ભે રમણીકા ગુપ્તા કહે છે કે,
“बाबुराव बागुल की ‘जब मैंने जाति छुपाई’ में दलित के मन में सदियों से जमी हिन् भावना की बर्फ है, जिसका पिघलाना जरुरी है | एक तरफ है सवर्ण, जो जाति को अपने साथ तग्मे की तरह लगाए फिरते है – उससे उन्हें सम्मान मिलता है – दूसरी तरफ है दलित, जो जाति को कोढ़ की तरह छिपाने को विवश है – नहीं तो समाज उन्हें घृणा की दृष्टी से देखेगा – हेय मानेगा और वे बहिष्कृत रखे जायेगे | कारखाने, जहाँ समाज नहीं सरकार के बराबरी के सरकारी नियम चलने चाहियें, भी इस मानसिकता से अछूते नहीं | ऐसे ही पात्रों के बिच आता है एक दलित नायक ... जो दलित चेतना से लैस-बाबा साहब की चेतना से लाबालब भरा-जाति छिपाकर नहीं, जाति को उछलकर मुकाबले के लिए डट जाता है | दलित चेतना के विकास की अद्दभुत कहानी है यह | आत्मसम्मान की ऊष्मा से पिघलती भिन्नता की बर्फ की कथा है यह !”[17]

ગુજરાત પ્રદેશમાં જા ડૉ. આંબેડકરનું અપમાન થયું હતું, ત્યારે તેમણે વડોદરાના બગીચામાં બેસી સંકલ્પ કર્યો હતો, સમાજ સેવાનો. ત્યારથી તે ભૂમિ દલિતો માટે સંકલ્પ ભૂમિ બની રહી છે, તો સાથે સાથે માત્ર હિંદુ જ નહિ પણ અન્ય ધર્મના લોકો પણ દલિતો પ્રત્યે અસ્પૃશ્યતા નો જ વ્યવહાર કરે છે. દલિતોની સ્થિતિ આથી અનેક રીતે કઠિન બની જતી હોય છે. શહેર તરફ વળવાનું આંબેડકરનું આહ્વાન દલિત પાળી રહ્યો છે, માટે શહેરો વિકસી રહ્યા છે, પણ શોષણનો કોઈ અંત નથી. ડાયસ્પોરા સાહિત્યમાં પણ હવે પ્રસ્તુત વાતનો ઉલ્લેખ થવા લાગ્યો છે, વિદેશમાં વસનારા ભારતીય લોકોને જ્યારે પોતાની સાથે ભેદ થવાનો પ્રસંગ આવે ત્યારે આજે પોતાના દેશમાં વસનાર દલિત સાથે તે તાદાત્મ્ય સાધે છે. રોહિત શુક્લ મંચો પર આજે આં બાબતને ગંભીરતાથી મુકે છે અને ઓળખ કે અસ્મિતા માટે લડનાર લોકોમાં દલિત સમાજના મીજાજને મૂકી આપે છે. તેઓ કહે છે કે -
“ગામડાની આ અતિ નીકટતાની સામે શહેરની ‘ક્લબના સભ્યશ્રી’ની ઓળખમાં જે ગુમનામી છુપાઈ છે તે – ખાસ કરીને દલિત જેવી ઓળખમાંથી બચવામાં ઉપયોગી છે. પોતાની પરંપરિત અને જૂની ઓળખને ઓળંગી જઈએ એક નવી જ ઓળખ મેળવવામાં શહેરી વસવાટ ઘણો ઉપયોગી બને છે. [એચ.જી. વેલ્સની ‘મેયર ઓવ્ કાસ્ટરબ્રિજ’ નવલકથામાં આં ‘ઓળખ’ના મુદ્દાને સ્પર્શવામાં આવ્યોન છે.] ડૉ. બાબાસાહેબ આંબેડકરે પણ ‘શિક્ષિત બનો, સંગઠિત બનો’ની સાથે શહેરો તરફના સ્થળાંતરને પણ જરૂરી માન્યું હતું.”[18]

આમ, દલિતોની સ્થિતિ આજે પણ પોતાના દેશમાં દયનીય છે. દેશના ઘટનાક્રમમાં જોઈએ તો જજ્જર હત્યાકાંડ, મીર્ચપુર કાંડ, ગોહાના હત્યાકાંડ, હમણાં જ આવેલો બદાયું બળાત્કાર પ્રકરણ, ગુજરાતમાં થાન (સુરેન્દ્રનગર)માં ત્રણ દલિત યુવકોની પોલીસ દ્વારા હત્યા (જે પ્રકરણ સંદર્ભે મુખ્ય પ્રધાન મોદીએ હમેશાં મૌન સેવ્યું તેમજ તે જ સમયમાં અમેરિકામાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ૨ વ્યક્તિના મૃત્યુ અને અન્ય ઘાયલ સંદર્ભે મોદીજી એ શોક વ્યક્ત કરેલ), હાલમાં એક નવોદિત દલિત અધ્યાપક મહેશ મકવાણા દ્વારા સવર્ણ આચાર્ય દ્વારા થતાં જાતિવાદી માનસિક ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કરેલ, જેનો ચુકાદો પણ હજુ મૌન છે. આમ, દેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં દલિત સમાજ પોતાની જાતિ બતાવવા લાગ્યો છે અને અન્ય સમાજ સાથે કદમ મિલાવી ચાલે છે. આમ છતાં, અત્યાચાર ઘટવાને બદલે વધે છે.

આજે, દરેક સમાજ પોતાની જાતિને બચાવવા માટે પ્રતિબદ્ધ બન્યો છે, તેનો અર્થ તે કે, જાતિ બંધન શીથીલ થયા છે. શિક્ષણ વૈજ્ઞાનિક વિચાર લાવે છે, પરંતુ શિક્ષણને જ હવે ધર્મ કેન્દ્રિત બનવાના પ્રયત્નો થઇ રહ્યા છે, જે બાબત આધુનિક ભારત માટે ગંભીર છે. આપણે વિચારવું પડશે કે, આપણે ભવિષ્યમાં આવનાર પેઢીને કેવું ભારત આપવા માંગીએ છીએ – વૈજ્ઞાનિક કે ભેદભાવયુક્ત....?

**********

સંદર્ભ સૂચિ :

  1. 1. बाबुराव बागुल, ‘जब मैंने जाति छुपाई’, दलित कहानी संचयन, संपा. रमणिका गुप्ता, दिल्ली : साहित्य अकादेमी, 2009, पृ. 207
  2. 2. वही, पृ. 207
  3. 3. वही, पृ. 208
  4. 4. वही, पृ. 208
  5. 5. वही, पृ. 209
  6. 6. डॉ. भीमराव रामजी अम्बेडकर, ‘और बाबासाहेब अम्बेडकर ने कहां ...’ (खंड 1), अनु. डॉ. एल. जी. मेश्राम ‘विमलकीर्ति’, नई दिल्ली : राधाकृष्ण, 2008, पृ. 11-12
  7. 7. बाबुराव बागुल, ‘जब मैंने जाति छुपाई’, दलित कहानी संचयन, संपा. रमणिका गुप्ता, दिल्ली : साहित्य अकादेमी, 2009, 208
  8. 8. वही, पृ. 2013
  9. 9. वही, पृ. 210
  10. 10. वही, पृ. 213
  11. 11. वही, पृ. 210
  12. 12. वही, पृ. 212
  13. 13. वही, पृ. 215
  14. 14. वही, पृ. 218
  15. 15. वही, पृ. 219
  16. 16. रमणिका गुप्ता, भूमिका, दलित कहानी संचयन, संपा. रमणिका गुप्ता, दिल्ली : साहित्य अकादेमी, 2009, पृ. 6
  17. 17. वही, पृ. 14-15
  18. 18. રોહિત શુક્લ, ‘વિસ્તરતાં અને વિકસતાં શહેરો : કેટલાક પડકારો’, ઓપિનિયન http://opinionmagazine.co.uk/details/1412

ડૉ. હરેશ પરમાર