કવિતાનું સૌંદર્ય

આજ કાલ
વિદ્વાનો
કવિતાનાં સૌંદર્યની ચર્ચા કરે છે.
જેમાં મારી કવિતામાં
એમને કોઇ જ સૌંદર્ય દેખાતું નથી !
કહે છે કે,
આ તે કોઇ કવિતા કહેવાય ?
સુંદરતા વગરની આ રચનાને
કવિતા કેમ કહેવી ?
પસંદગી પામેલ ઉત્તમ કવિતાઓમાં
મારી કવિતા નથી ...

અરે ... ! એમને કોઇ સમજાવશે કે,
તૂટેલા-ફાટેલા કપડામાં જીવતી,
ભૂખથી પીડાતી,
અપમાનને ગળી જતી,
ચારે તરફથી તરછોડાયેલી
મારી કવિતામાંથી
તમે કયું સૌંદર્ય શોધવા નીકળ્યા છો ?
કે પછી,
વાસ્તવિકતાની અવગણના કરવાની
તમારી વર્ષોજૂની ટેવને
તમે બદલવા માંગતા નથી .... ?

અરુણા મકવાણા
(Research Student)
દિલ્લી વિશ્વવિદ્યાલય, નવી દિલ્લી

સરનામું
Arua Makwana, C/o Haresh Parmar 
Research and Teaching Assistant in Gujarati,
School Of Humanities(SOH),
Indira Gandhi National Open University,
Maidan Garhi, New Delhi-110068
mo.-09716104937, E-Mail- anjaliparmar@ymail.com

 

000000000

 

Home || Editorial Board || Archive || Submission Gude || Feedback || Contact us || Author Index