ગઝલ

હજુ લાગ્યા કરે કે અજનબી છે ,
ગણી લઉં લોહી એવી ક્યાં ભળી છે !
ના પહોંચી એક પણ મારી કડી ત્યાં ,
આ દૂરતા એટલે ધ્રુસકે ચડી છે .
મને ઘેરી વળી એકલતા મારી ,
દુઆ એની જુઓ કેવી ફળી છે !
રડી ચોધાર આંખે જિંદગી પણ ,
વિસારેલી ક્ષણો નજરે પડી છે .
સદીઓથી બળે છે ભીતરે જે ,
તને એની કથા મેં ક્યાં કહી છે !

 

પીયૂષ પરમાર
સંતરામપુર , મો. ૯૪૨૯૧૪૭૭૯૮.


000000000

 

Home || Editorial Board || Archive || Submission Gude || Feedback || Contact us || Author Index