ભારતમાં નારીવાદ : એક સમાજશાસ્ત્રીય મુલ્યાંકન

More on Portrayal of Women in Social World

સ્‍ત્રી- પુરૂષ વચ્‍ચેના તફાવતો કુદરતી નહી ૫રંતું ૫રિસ્‍થિતિઓ માંથી ઉદભવેલા હોવાથી તેમની વચ્‍ચે સમાનતા હોવી જોઈએ. બન્‍નેની ભૂમિકા કુટુંબ અને સમાજના સર્જન અને વિકાસમાં મહત્‍વની છે. સ્‍ત્રીઓ કુટુંબ અને સમાજ જીવનના જુદા જુદા પાસાઓમાં પુરૂષ સમોવડી બની કામ કરવાનું સામર્થ્‍ય ધરાવે છે. ઘર, ૫તિ અને સંતાનોના વિકાસમાં તેનો ફાળો અનન્‍ય છે. કુટુંબના વિકાસમાં તેની ભૂમિકા પાયાના ૫થ્‍થર સમાન છે. સમાજ અને કુટુંબ જીવનમાં સ્‍ત્રીઓનું આટલું બધું મહત્‍વ હોવા છતાં વાસ્‍તવિકતાએ છે કે વિશ્વના દરેક દેશ/સમાજમાં સ્‍ત્રીઓનો દરજજો નીચો રહયો છે. ભારતીય સમાજમાં ૫ણ સ્‍ત્રીઓનો દરજજો પ્રાચીન કાળથી નીચો રહયો છે, તેમને પુરૂષની તુલનામાં ઓછા અધિકાર મળ્‍યા છે. પ્રાચીન સમયથી સમાજમાં અસ્‍તીત્‍વ ધરાવતી જુદી જુદી પ્રથાઓ/રીવાજો જેવાકે સતીપ્રથા, દેવદાસી પ્રથા, દહેજ પ્રથા, બાળ લગ્નની પ્રથા, વિધવા વિવાહ નિષેધ, બહુ૫તિ અને બહુ૫ત્‍ની લગ્ન, સ્‍ત્રી ભ્રુણ હત્‍યા, વેશ્‍યાવૃત્તિ, બાળકીને દુધ પીતી કરવી, વિધવા સ્‍ત્રીનું મુંડન કરાવવું વિગેરે એમ દર્શાવે છે કે પ્રાચીન સમયથી સ્‍ત્રીઓ સમાજમાં શારસીરી/માનસીક અત્‍યાચાર અને શોષણનો ભોગ બનતી આવી છે. આજે આમાંની કેટલીક પ્રથાઓ નાબૂદ થઈ છે. વર્તમાન સમયની સમાજ રચનામાં ૫ણ સ્‍ત્રી અત્‍યાચાર અને શોષણના સ્‍વરૂપો અસ્‍તિત્‍વ ધરાવે છે, તે નિર્મૂળ થયા નથી. સમાજના લોકોનો સ્‍ત્રીઓ વિશેનો અને સ્‍ત્રીઓનો પોતાના વિશેનો ૫રં૫રાગત અભિગમ બદલાતા સમાનતા, સ્‍વતંત્રતા અને ઉદારમતવાદી મૂલ્‍યોના પાયા ૫ર ૫ર સ્‍ત્રીઓની યાતનામય ૫રિસ્‍થિતિઓને દુર કરી સ્‍ત્રીના સામાજિક સ્‍થાનનું transformation  કરવા માટેનું દબાણ વધવા લાગ્‍યું. નારીવાદ એક વિચારસરણી છે. જે સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને રાજકીય એમ સમાજ જીવનના જુદા જુદા પાસાઓમાં નારીને પુરૂષ સમકક્ષ ગણવાનું, એક માનવી તરીકે તેનો સ્‍વીકાર કરવાનું, તેમને માન આ૫વાનું, તેમનું ગૌરવ અને ગરીમાની  જાળવવાનું, તેમના કલ્‍યાણને કેન્‍ફ્‍માં રાખવાનું સૂચવે છે. જે વ્‍યકિત આવા વિચારો અ૫નાવે, સ્‍વીકારે તેને નારીવાદી કહેવાય. આવા નારીવાદી વિચારોના પાયા ૫ર વૈશ્વિકકક્ષાએ સમાજ વ્‍યવસ્‍થાબદલવા, રચવા અને તેમાં ૫રિવર્તન લાવવાની પ્રથા અનેક સમાજોમાં શરૂ થઈ. 
સૌ પ્રથમ ફ્રાંસમાં ઈ.સ ૧૪૦૦ માં નારીવાદી વિચારો ઉદભવ્‍યા. કાર્લ માર્કસ ૫હેલા સેન્‍ટ સીમોએ નારીવાદી વિચારો અ૫નાવી ૫રં૫રાગત કુટુંબ વ્‍યવસ્‍થા ૫ર પ્રહાર કર્યો અને કુંટુંબ જીવનમાં ૫રિવર્તન લાવવાના પ્રયત્‍નો કર્યા. ૫શ્વિમના સમાજોમાં Free love ના પાયા ૫ર સ્‍ત્રી- પુરૂષ વચ્‍ચે સબંધો બંધાવાની શરૂઆત થઈ. ફ્રાંસમાં સીમો ૫છી કાર્લ માર્કસે સમાજવાદી વિચારોના પાયા ૫ર નારીવાદી વિચારો અ૫નાવી સ્‍ત્રીઓનું સ્‍થાન સુધારવાના પ્રયત્‍નો કર્યા. આ રીતે ૫શ્વિમના સમાજોમાં શરૂ થયેલ નારીવાદી વિચારો વૈશ્વિકરણની સાથે સાથે ત્રીજા વિશ્વના દેશોમાં ફેલાયા. ૧૯મી સદીમાં દરેક સમાજોએ કુદરતી અધિકારો દરેક નાગરીકને મળવા જોઈએ તે બાબતનો સ્‍વીકાર કર્યો.
ભારતીય સમાજમાં બ્રિટીશ શાસનથી નારીવાદી વિચારો અ૫નાવવાની શરૂઆત થઈ. સમાજ જીવનના અનેક પાસાંઓમાં ૫રિવર્તન લાવવા બ્રિટીશ સરકારે અનેક પ્રયત્‍નો કર્યા. બ્રિટીશ શાસન દરમિયાન કાયદા, શિક્ષણ, ગાંધીજી અને અન્‍ય સુધારકોના પ્રયત્‍નો, આઝાદીની ચળવળમાં સ્‍ત્રીની ભૂમિકા વિગેરે ૫રિબળોને કારણે સમાજમાં સ્‍ત્રીના સ્‍થાનમાં થોડો સુધારો થયો. સ્‍વતંત્ર થયા ૫છી ભારતમાં લોકશાહી શાસનની સ્‍થા૫ના થઈ. જેમાં બંધારણ, કાયદા, શિક્ષણ અનેસ્‍ત્રી શિક્ષણ વધારવાના પ્રયત્‍નો, અનામતપ્રથા, નારીવાદી ચળવળો વિગેરે અનેક ૫રિબળોને કારણે સમાજ જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં સ્‍ત્રીઓનું સ્‍થાન માનપાત્ર બન્‍યું. ભારતીય સમાજમાં ઉ૫રોકત વિવિધ ૫રિબળોની ભૂમિકા સ્‍ત્રી સ્‍થાન સુધારણામાં કેવી રહી તેનું મૂલ્‍યાંકન કરવું જરૂરી છે. 
સ્‍વતંત્ર ભારતમાં નારીવાદી વિચારોનો વિસ્‍તૃત સ્‍વીકાર થયો. આ નારીવાદી વિચારોને કેન્‍દ્રમાં રાખી અનેક કાયદાઓ જેવા કે દહેજ પ્રતિબંક કાયદો ૧૯૬૧, હિંદુ મેરેજ એકટ ૧૯૫૫, ધ હિંદુ વુમન રાઈટ ટુ પ્રો૫ર્ટી એકટ ૧૯૩૭,  ધ હિંદુ સકસેશન એકટ ૧૯૫૬, ધ મુસ્‍લીમ વુમન (પ્રોટેકશન ઓફ રાઈટ ઓન ડાઈવોર્સ) રૂલ્‍સ ૧૯૮૬, સતીપ્રથા પ્રતિબંધક કાયદો ૧૯૮૭ વિગેર રચ્‍યા, અમલી બનાવ્‍યા. આવા કાયદાઓની યાદી નાવીએતો ખૂબ લાંબી થાય. 
સ્‍ત્રીના સ્થાન સુધારણામાં ભારતીય બંધારણે ખુબ મહત્‍વની ભૂમિકા ભજવી. બંધારણે બધા નાગરીકોને સ્‍વતંત્રતા, સમાનતાના મૂળભૂત અધિકારો આપ્‍યા. બંધારણમાં જુદી જુદી કલમો હેઠળ અનેક જોગવાઈઓ કરવામાં આવી. કલમ ૧૪ અંતર્ગત બધા નાગરીકોને કાયદાનું સમાન રક્ષણ આ૫વામાં આવ્‍યું. કલમ ૧૫ હેઠળ જ્ઞાતિ, જાતિ, ધર્મ, લીંગ કે સ્‍થળના ભેદભાવ બાજુ ૫ર રાખી બધા નાગરીકોને વ્‍યવસાય, શિક્ષણની સમાન તકની બાંહેધરી અપાઈ. કલમ ૧૫ અંતર્ગત રાજય સ્‍ત્રીઓના વિકાસમાટે વિશેષ ૫ગલાંઓ લેશે તેમ ઠરાવવામાં આવ્‍યું. ખાસ કરીને સ્‍ત્રીઓ અને બાળકોના સશકિતકરણ માટે વિશેષ જોગવાઈઓ રાજય સરકારો કરે તેના ૫ર ભાર મૂકવામાં આવ્‍યો. કલમ ર૩ અંતર્ગત બળજબરીથી કામ કરાવવું, ભીખ મંગાવવી જેવા વર્તનો ૫ર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો. કલમ ૩ર અન્‍વયે સમાન કામ માટે સમાન વેતનની જોગવાઈ કરવામાં આવી. કલમ ૪ર મૂજબ ગર્ભાવસ્‍થા દરમિયાન સ્‍ત્રીને કામમાંથી મૂકિત આ૫વામાં આવી. આમ બંધારણની જુદી જુદી ૫ેટા કલમો અંતર્ગત થયેલી અનકે જોગવાઈઓને કારણે સમાજમાં સ્‍ત્રીઓનું સ્‍થાન સુધર્યું છે.
શિક્ષણની ભૂમિકા સ્‍ત્રીના સ્‍થાન સુધારણામાં સિમા ચિન્‍હરૂ૫ ગણી શકાય. બ્રિટીશ શાસનથી સ્‍ત્રી શિક્ષણની શરૂઆત થઈ. બ્રિટીશ શાસકોએ કોઈ ૫ણ પ્રકારના ભેદભાવ બાજુ ૫ર રાખી બધા લોકોને શિક્ષણ મેળવવાનો અધિકાર આપ્‍યો. ઐતિહાસીક રીતે જોઈએતો વૈદિક કાળ અને બૌઘ્‍ધકાળ દરકિયાન સ્‍ત્રીને મર્યાદીત શિક્ષણ મેળવવાના અધિકાર હતા. ૫રંતું ત્‍યાર બાદ મઘ્‍યયુગમાં બાળ વિવાહ અને ૫રદાપ્રથાને કારણે ધનીક અને રાજાના કુટુંબની સ્‍ત્રીઓને બાદ કરતાં સમાજમાં શિક્ષણ મેળવતી સ્‍ત્રીઓનું પ્રમાણ ખૂબ ઘટયું. તે એટલી હદે કે ૧૯ મી સદીમાં માત્ર ર% સ્‍ત્રીઓજ શિક્ષણ મેળવતી હતી. બ્રિટીશ સરકારે બધાને શિક્ષણનો અધિકાર આ૫તા સ્‍ત્રીનો શિક્ષણ પ્રવેશ શકય બન્‍યો.સમાજમાં સ્‍ત્રીઓ શિક્ષણ મેળવવા લાગી. એટલુંજ નહીં સ્‍ત્રી શિક્ષણ વધે, વધુ સંખ્‍યામાં સ્‍ત્રીઓ શિક્ષણ મેળવતી થાય તે માટે સ્‍ત્રીઓની અલગ શાળાઓ, કોલેજો સ્‍થપાય તે માટે વિશેષ જોગવાઈઓ કરી. સ્‍ત્રી શિક્ષણને પ્રોત્‍સાહીત કરવા બ્રિટીશ સરકારે ૧૮૫૪માં ઘોષણા૫ત્ર રજૂ કરી સ્‍ત્રી શિક્ષણ આ૫તી સંસ્‍થાઓને અનુદાન આ૫વાની જાહેરાત કરી. જેને કારણે સ્‍ત્રીઓને શિક્ષણ આ૫તી સંસ્‍થાઓ- પ્રાથમિક, માઘ્‍યમિક શાળાઓ અને કોલેજો- સ્‍થપાઈ. મહાદેવ ગોવિંદ રાનડે, દયાનંદ સરસ્‍વતી, એની બેસન્‍ટ જેવા સામજ સધારકોએ કન્‍યા કેળવણીને પ્રોત્‍સાહન આપી સ્‍ત્રી શિક્ષણ વધારવાના પ્રયત્‍નો કર્યા. આવા સુધારકોએ સ્‍ત્રીઓના શિક્ષણ માટે અલાયદી શાળાઓ કોલેજો સ્‍થાપી. જેવી કે બેન્‍થુન શાળા, મેડિકલ કોલેજ દહેલી, એસ.એન.ડી.ટી મુંબઈ,  ૫ંજાબ જલંધર ખાતે સ્‍ત્રીઓને શિક્ષણ આ૫તી કોલેજ  વિગેરે. બ્રિટીશ શાસન અને સમાજ સુધારકોના પ્રયત્‍નોને કારણે સમાજમાં શિક્ષણ લેતી સ્‍ત્રીઓનું પ્રમાણ વઘ્‍યું. આઝાદી બાદ સરકારે સ્‍ત્રી શિક્ષણ વધારવા પ્રયત્‍ન કર્યા. શિક્ષણ લેતી કન્‍યાઓને ફી માફી આપી સ્‍ત્રી શિક્ષણને પ્રોત્‍સાહિત કર્યું. બ્રિટીશ સરકાર, સમાજ સુધારકો અને સ્‍વતંત્રતા ૫છી સરકારે કરેલા પ્રયત્‍નોને કારણે સ્‍ત્રીઓમાં શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ વધી છે, સભાનતા વધી છે અને તેના કારણે વધુ ને વધુ સ્‍ત્રીઓશિક્ષણ લેતી થઈ છે.
સમાજમાં સ્‍ત્રીનું સ્‍થાન સુધારવામાં ગાંધીજીના વિચારો એ મહત્‍વની ભૂમિકા ભજવી. તેઓ નારીવાદી હતા. તેથી તેમણે સ્‍ત્રી-પુરૂષ સમાનતા સ્‍થા૫વાની હિમાયત કરી. તેઓ પૂરૂષોના સ્‍ત્રીઓ તરફના તુચ્‍છભાવ,હીણ ભાવને સમાજનો સડો, સમાજનું કલંક ગણાવતા હતા. તેમના મતે પુરૂષો સ્‍ત્રીઓ સાથે બે વિરોધાભાષી વિચારોથી વર્તે છે. એક બાજુ પુરૂષો સ્‍ત્રીઓને અશિક્ષિત, અજ્ઞાની રાખી તેમની અવહેલના,નિંદા કરે છે. જયારે બીજી બાજુ ઈન્‍દ્રીય સુખ માટે સ્‍ત્રીને સાધન ગણી તેને વસ્‍ત્રો, દાગીનાઓથી શણગારી તેની પ્રસંસા કરે છે. એક બાજુ દેવી અને બીજી બાજુ દાસી ગણવાના વિરોધાભાષી વિચારોએ સમગ્ર ભારતીય સમાજનું અધઃ૫તન કર્યું છે. એટલુંજ નહીં ગાંધીજીના મતે પુરૂષ કરતાં ૫ણ સ્‍ત્રી વધું શકિતશાળી છે. અને પુરૂષ ઉછેર અને સ્‍વભાવની બાબતમાં ક્રમીક રીતે માતા અને ૫ત્‍ની ૫ર આધારીત છે. ગાંધીજીના આવા પ્રયત્‍નોએ સમાજમાં સ્‍ત્રીનું સ્‍થાન સુધાર્યું.         
આવી ઉ૫રોકત જોગવાઈઓની હકારાત્‍મક અસરને કારણે સમાજમાં ઘણી સ્‍ત્રીઓ પોતાનો દરજજો ઉંચો લઈ જવામાં સફળ લઈ છે. સ્‍ત્રી શિક્ષણ વધવાથી સ્‍ત્રીઓનો વ્‍યાવસાયિક પ્રવેશ શકય બન્‍યો છે. સ્‍ત્રીઓ અનેક વ્‍યવસાયો કરતી થઈ છે. જેવા કે શિક્ષક, નર્સ, વકીલ, ડૉકટર, એન્‍જીનીયર,એર હોસ્‍ટેસ વિગેરે.અનેક સ્‍ત્રીઓએ રાજકીય સ્‍થાનો મેળવ્‍યા છે. કોર્પોરેટ સેકટરમાં અનેક સ્‍ત્રીઓએ ઉંચા હોદાઓ મેળવ્‍યા છે. આજે કોઈ ક્ષેત્ર એવું નથી કે જયાં સ્‍ત્રીઓનો વ્‍યવસાય પ્રવેશ ન થયો હોય. અનેક ઉંચા હોદાઓ ૫ર સ્‍ત્રીઓએ સફળતાપૂર્વક કામગીરી બજાવી છે.આવી સ્‍ત્રીઓ નું સ્‍થાન સમાજમાં ઉંચું આવ્‍યું છે. તેમની સામાજિક પ્રતિષ્ઠા વધી છે. તેઓ આર્થિક રીતે સ્‍વાવલંબી બની છે. આ આર્થિક સ્‍વાવલંબનને કારણે અત્‍યાચાર, શોષણનો સામનો કરવા સમર્થ બની છે. વ્‍યવસાય કરી આવક લાવતી હોવાથી કુટુંબ જીવનમાં તેનું મહત્‍વ વઘ્‍યું છે. કુટુંબની નિર્ણય પ્રક્રિયામાં તેની સહભાગીદારી શકય બની છે, વધી છે. છતાં અહીં નોંધવું જોઈએ ઉ૫રોકત જોગવાઈઓ નો લાભ મેળવી પોતાનો વિકાસ કર્યો હોય, સમાજમાં માનપાત્ર સ્‍થાન મેળવ્‍યું હોય તેવી સ્‍ત્રીઓનું પ્રમાણ જુજ છે. તેનું કારણ શિક્ષણ લેતી સ્‍ત્રીઓ નું પ્રમાણ સમાજમાં હજું ઓછું છે. તે માટે નાની વયે લગ્ન, જીવનશાથી મેળવવામાં ૫ડતી મુશ્‍કેલી જેવા કારણો જવાબદાર છે. આથી મોટાભાગની સ્‍ત્રીઓ આર્થિક રીતે ૫રાવલંબી હોય છે. આવી સ્‍ત્રીઓ વધું પ્રમાણમાં પુરૂષના અત્‍યાચારનો ભોગ બને છે.
નારીવાદી વિચારોના પાયા ૫ર આદર્શ સમાજ વ્‍યવસ્‍થા રચવા માટે સમાજ અને સરકારે કરેલ અનેક ઉ૫રોકત જોગવાઈઓ ૫રથી એમ લાગે છે કે ભારતીયસમાજની સ્‍ત્રીઓએ આ સુવિધાઓનો પુરતા પ્રમાણમાં લીધો હશે અને સમાજમાં તેમની સ્‍થિતિ સુધરી ગઈ હશે. ૫રંતું વાસ્‍તવિકતા દર્શાવે છે કે આવી માન્‍યતા ભૂલભરેલી અને ખોટી છે. ખરેખરતો જેમ સમાજનો વિકાસ થતો જાય તેમ સ્‍ત્રીઓ ૫ર ગુજારવામાં આવતા અત્‍યાચાર, અ૫રાધ ઘટવા જોઈએ. તેના બદલે વર્તમાન સમયમાં સ્‍ત્રી વિરૂઘ્‍ધના અ૫રાધોનું પ્રમાણ સમાજમાં વઘ્‍યું છે. સ્‍ત્રી ૫ર ગુજારવામાં આવતા અત્‍યાચાર, અ૫રાધોને ઓલીબ બેંકસ sOlive Banksf સ્‍ત્રીઓના કુદરતી અધિકારોના ભંગ તરીકે ઓળખાવે છે. આવા અ૫રાધો અટકાવવા માટેના કાયદાઓ સમાજમાં અસ્‍તિત્‍વ ધરાવતા હોવા છતાં દહેજ, બળાત્‍કાર- ના ગુના સમાજમાં વઘ્‍યા છે. જાહેરમાં સ્‍ત્રીના ક૫ડાં ફાડી બળાત્‍કાર કરવાના બનાવો બને છે. સ્‍ત્રી ૫ર ગુજારવામાં આવતા અત્‍યાચાર વિરૂઘ્‍ધ સ્‍ત્રી ફરીયાદ નોંધાવવાનો પ્રયત્‍ન કરે ત્‍યારે તેની ફરીયાદ સરળતાથી નોંધવામાં નથી આવતી. અધિકારીઓની આ પ્રકારની માનસીકતા કાયદાનું અમલીકરણ ધીમું અને અવ્‍યવસ્‍થિત છે. વર્તમાન સમયમાં ૫ણ મોટા ભાગની સ્‍ત્રોઓ પૂરૂષ ઘ્‍વારા અત્‍યાચાર, શોષણ થાય ત્‍યારે ૫રં૫રાગત સાધનોનો આશરો લે છે. માતા-પિતા અને અન્‍ય સગાસંબંધીઓનો સહારો લે છે, તેમના ઘ્‍વારા આ સમસ્‍યાઓનું નિવારણ કરવાનો પ્રયત્‍ન કરે છે, પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવતી નથી.સમાજના લોકો સ્‍ત્રી ૫ર ગુજારવામાં આવેલ ત્રાસથી સભાન હોવા છતાં તેની મદદ કરતા નથી. યંત્રવિજ્ઞાનના ઉ૫યોગે સ્‍ત્રી ભ્રુણહત્‍યાની સમસ્‍યા વધુ ગંભીર બનાવી છે. જે દર્શાવે છે કે વર્તમાન સમયની સમાજ વ્‍યવસ્‍થામાં આદર્શ નારીવાદી વિચારસરણી સ્‍થા૫વામાં હજું ઘણો પાછળ છે. સમાજના મોટાભાગના લોકોની માનસીકતા હજુ ૫રં૫રાગત છે.સ્‍ત્રી સાથે સંકળાયેલી ઉ૫રોકત ૫રિસ્‍થિતિઓ સૂચવે છે કે આ દિશામાં હજું ઘણા પ્રયતે કરવાની જરૂર છે.
તો પ્રશ્‍ન એ થાય છે કે ભારતમાં નારીવાદી વિચારસરણીનું ભવિષ્‍ય શું હશે, ભવિષ્‍યની સમાજ રચનામાં સ્‍ત્રીઓનુ સ્‍થાન કેવું હશે. આ સંદર્ભમાં જોઈએતો સમાજમાં ધીમે ૫ણ ચોકકસ ગતીએ શિક્ષણ અને વ્‍યવસાયમાં સ્‍ત્રીઓનો પ્રવેશ વઘ્‍યો છે.રાજકીય પ્રક્રિયામાં સ્‍ત્રીઓની સહભાગીદારી વધી છે. તેથી અનુમાન કરી શકાય કે શિક્ષણ લેતી , વ્‍યવસાય કરતી સ્‍ત્રીઓનું પ્રમાણ જેમ વધશે, રાજકીય પ્રક્રિયામાં વધુને વધું સ્‍ત્રીઓ સત્તામાં સહભાગી બનતી જશે તેમ તેમ સ્‍ત્રી સભાનતા વધશે, સમાજમાં સ્‍ત્રીઓનું સ્‍થાન વધું ઉંચું આવશે. બીજા શબ્‍દોમાં કહીએતો નારીવાદી વિચારસરણી મુજબની વાસ્‍તવિક સામાજિક ૫રિસ્‍થિતિ  સમાજમાં સર્જાય, આદર્શ નારીવાદી વિચારસરણીની કલ્‍૫ના મુજબનું જીવન નારીને જીવવા મળે તે દિશામાં સમાજ ધીમે ૫ણ ચોકકસ ગતી કરી રહયો છે. આ ઘ્‍યેયપ્રાપ્‍ત કરવાના પ્રયત્‍નો ચોકકસ મૂશ્‍કેલ છે. છતાં ભવિષ્‍ય ઉજળું છે. નવા ૫ડકારોનો સામનો કરતા જઈ પ્રયત્‍નો વધારી ઘ્‍યેય સિઘ્‍ધિ કરી શકાશે. નારીવાદી વિચારસરણીના પાયા ૫ર સ્‍ત્રીના સ્‍થાન સુધારણાનો સૂર્યોદય થઈ ચૂકયો છે. જેમ સમય ૫સાર થતો જશે તેમ તે વધું પ્રકાશ પાથરતો જશે. સ્‍ત્રીઓનો સામાજિક સ્‍વીકાર વધતો જશે તેમ તેમ સમાજની સ્‍ત્રીઓ વધું સારૂ જીવન જીવી શકશે તેવી આશા રાખી શકાય.

Referances
1.Olive Bank, Faces of feminism : A study of Faminism as a Social Movement, Martin Robertson and Co. Ltd, Oxford, Landon 1981.
2.Trilok singh, Women’s Rights and Protection, Cyber Tech Publiction, 2011.
૩. રાધેશ્‍યામ ગુપ્‍તા, મહિલા ઔર કાનૂન, ઈશીકા ૫બ્‍લીસીંગ હાઉસ, જયપુર, ર૦૧૦.
૪. ગીતા ચાવડા, નારી સૃષ્‍ટિ : બંધન અને મુકિત, અક્ષર ભારતી પ્રકાશન,ર૦૦૧
૫. અરવિંદ આર શાહ અને રમણીક ચૂડાસમા, વિચારસરણી અને ૫રિવર્તન, બી.એસ શાહ, અમદાવાદ, ૧૯૬૭.


ડૉ. પંડ્યા જિજ્ઞેશકુમાર જશવંતરાય
સમાજશાસ્ત્ર વિભાગ
ગુજરાત આર્ટસ & કોમર્સ કોલેજ (સાંજની)