નારી જાગ્રુતિ ની પરમ્પરાગત સમાજ પર થયેલ અસરો 

More on Portrayal of Women in Social World

સારાંશ...
પૌરાણિક સમયથી જ ભારતમાં સ્ત્રીનું સ્થાન આગવું રહ્યું છે. છતાં આજ સમાજમાં તેનું સદીઓ સુધી દમન થતું આવ્યું છે.
ભારતના સ્વાતંત્ર્ય બાદ ભારતીય સ્ત્રીયો પણ માનસિક, વ્યવસાયિક અને વૈચારિક રીતે વધુ સજાગ બની છે. કુટુંબમાં, સમાજમાં અને અનેક ક્ષેત્રોમાં સ્ત્રીનો દરજ્જો વધુ ઉંચો આવેલો નોધી શકાય છે.
આજની ભારતીય સ્ત્રીયો પોતાના મત અનુસાર જીવનના નિર્ણયો લઇ શકે છે, પાતાની કારકિર્દી ઘડી શકે છે. કુટુંબની આર્થિક વ્યવસ્થા પણ નોકરી કે વ્યવસાય કરીને સંભાળી શકે છે. આમ તે સાચા અર્થમાં પુરુષ સમોવડી બની છે. ભારતીય સમાજના કેટલાક કુટુંબોમાં સ્ત્રી ગૃહિણીના દરજ્જા સાથે કૌટુંબિક જીવન જીવે છે. જયારે કેટલીક સ્ત્રીઓ વ્યવસાય કરીને પુરુષ સમોવડી હોવાની લાગણી અનુભવે છે તેમજ ઘર ની જવાબદારીમાં પોતાનો ફાળો આપે છે.
આધુનિક સમયમાં સ્ત્રીની આ બંને પ્રકારની ભૂમિકા હોવાના કારણે સ્ત્રીઓની ભૂમિકા અંગેના પરંપરાગત ખ્યાલ પર ઘણી જ અગત્યની અસર થયેલી છે અને સ્ત્રી સ્વાતંત્ર્યની ભાવનાનું પણ એમાં યોગદાન રહેલું છે પરિણામે નારી ની ભૂમિકા અંગે સ્ત્રી સ્વાતંત્ર્યની ભાવના અંગેના અભિગમમાં સ્ત્રીઓ માં પણ તફાવત જોવા મળે છે ક કેમ ? તે અંગે ગુજરાતની ૧૨૦ ગૃહિણી અને ૧૨૦ વ્યવસાયી મહિલાઓને નમુના તરીકે લઇ એક નાનો અભ્યાસ કરવામાં આવેલ જેમાં શ્રીએલ.આઈ .ભૂષણ ની "સ્ત્રી સામાજિક સ્વાતંત્ર્ય તુલા નો ઉપયોગ કરીને માહિતી એકત્ર કરવામાં આવી અને 'ટી' કસોટી દ્વારા ચકાસતા ૦.૦૧ કક્ષાએ તે સાર્થક પુરવાર થયેલ જોવા મળી.
એટલે કે ગૃહિણીઓ ની સરખામણી માં વ્યવસાયી મહિલાઓ વધુ પ્રમાણ માં સ્ત્રી સ્વાતંત્ર્ય નું વલણ ધરાવતી જોવા મળી હતી. એટલે કે પુરુષ પ્રધાન સમાજની અસર હેઠળ જીવનારી સ્ત્રીઓમાં સ્ત્રી સ્વાતંત્ર્યની ભાવના નું પ્રમાણ ઓછુ કે નહીવત હતું. પ્રસ્તાવના:
બીજા વિશ્વયુદ્ધના અંતે સમાજમાં ઉભી થયેલી પરિસ્થિતિના પરિણામે સ્ત્રીઓને ઘરની જવાબદારી પૂરી કરવા માટે ઘરની બહાર નીકળવું પડ્યું. ઘરનો પુરુષ સભ્ય ગુમાવવાથી કે તેના અપંગ થવાથી ઘરની આર્થિક જવાબદારી પણ તેના માથે આવી પડી. બહાર નીકળવાના લીધે તેના પહેરવેશ અને કેટલીક માનસીક્તાઓમાં પણ ફરક આવ્યો. પરિણામે સ્ત્રી સ્વાતંત્ર્યનો પવન ફૂંકાયો. સમાજમાં યુવકો લગ્ન માટે ચાર ગૃહિણી ભુઈકા કરતા વ્યવસાયી મહિલાની ભૂમિકા ઈચ્છતી સ્ત્રીઓ ની પસંદગી કરવા લાગ્યા. પરિણામે આખા સમાજમાં ધરમૂળ થી પરિવર્તન આવવા લાગ્યું.
દરેક દેશોમાં આવો પરિવર્તનનો પવન ફૂંકાયો અને સાહિત્ય અને કળા ક્ષેત્રે પણ તેની અસર થઇ. ખુબ ઊંચા મુલ્યો સાથે સ્ત્રીનું શક્તિ તરીકે પૂજન કરતા ભારતીય સમાજમાં એટલું આત્યંતિક દમન પણ હતું ભારતના સ્વાતંત્ર્યની ચળવળ માં સ્ત્રીએ પુરુષ સાથે ખભે ખભા મીલાવીને કાર્ય કર્યું. તે પછીના ગાળામાં પણ સ્ત્રી સ્વતંત્રના ખયાલોમાં દ્રઢતા આવી. છતાં સ્ત્રી ની અત્યારની આ પરિવર્તિત ભૂમિકા માં પણ પુરુષ પ્રધાન સમાજ ની અસર સ્પષ્ટ પાને જોઈ શકાય છે. સુશીલા કૌશિક નો " Women in Society and Women’s oppression " ના અભ્યાસમાં છેલ્લા એક દશકાથી સ્ત્રીઓના પ્રશ્નોએ લોકોનું ધ્યાન ખેચવા માંડ્યું છે. ભારતીય સમાજની કુટુંબ વ્યવસ્થામાં સ્ત્રીઓની ભૂમિકા અને દરજ્જો પહેલા કરતા વધુ મજબૂત બન્યો છે. ભારતના ઘણા કુટુંબોમાં સ્ત્રીઓ વ્યવસાય અથવા નોકરી કરી ઘરની આર્થિક વ્યવસ્થામાં પણ મદદરૂપ બને છે. જયારે કેટલાક કુટુંબમાં સ્ત્રીઓ માત્ર ગૃહિણીની ભૂમિકા ભજવે છે. આખરે તો આ પુરુષ પ્રધાન ભારતીય સમાજનો જ એક ભાગ છે. સ્ત્રી સ્વાતંત્ર્યના ખયાલો સ્વાભાવિક રીતે જ નોકરી કે વ્યવસાય કરતી સ્ત્રીઓ ને વધુ અસર કરે. કારણ કે તેણે બહાર વિજાતીય વ્યક્તિઓ સાથે વધુ કામ કરવાના પ્રસંગ આવે. જયારે ગૃહિણીઓ સ્ત્રીની પરંપરાગત ભૂમિકા ને વધુ વળગી રહે અને તેને સ્ત્રી સ્વાતંત્ર્યના ખયાલો ઓછા સ્પર્શે કારણકે તે પરંપરાગત ભૂમિકામાં મને છે.
કમલાદેવી ચટ્ટોપાધ્યાય પોતાના પુસ્તક " Women’s battle for freedom (1983)" માં જણાવે છે કે ૧૯૭૫ માં શરૂ થયેલ સ્ત્રી સ્વાતંત્ર્યની લડત નું સ્વરૂપ, સિદ્ધિ અને મર્યાદાઓ જણાવી સમાજને જવાબદારી ગણે છે.
પ્રસ્તુત અભ્યાસનો હેતુ વ્યવસાયી સ્ત્રીઓ સ્ત્રી સ્વાતંત્ર્યનું કેવું વલણ ધરાવે છે અને ગૃહિણીઓ નારી સ્વાતંત્ર્યના ખ્યાલ સાથે કેટલી સહમત છે. તેનો કયાસ કાઢીને વ્યવસાયિક અને ગૃહિણીઓ વચ્ચે નારી સ્વાતંત્ર્ય અંગેના ખ્યાલો શું તફાવત છે. તે તપાસવાનો છે.
હેતુ : ગુજરાતની ગૃહિણી અને વ્યવસાયી મહિલાઓના સામાજિક નારી સ્વાતંત્ર્ય અંગેનો અભિગમ ચકાસવો.
ઉત્કલ્પના: (HO)  ગુજરાતની ગૃહિણીઓ અને વ્યવસાયી મહિલાઓ વચ્ચે સામાજિક સ્ત્રી સ્વાતંત્ર્યના અભિગમમાં કોઈ જ તફાવત જોવા નહિ મળે.
સાધન: સામાજિક સ્ત્રી સ્વાતંત્ર્યની પ્રા.ભૂષણની તુલનાનો ઉપયોગ પ્રસ્તુત અભ્યાસ માટે કરવામાં આવ્યો.
પ્રા.ભૂષણ એ રચેલી સામાજિક સ્ત્રી સ્વાતંત્ર્ય તુલામાં સ્ત્રી સ્વાતંત્ર્યને લગતી ૨૪ વિધાનો છે. જેમાં પ્રયોજ્યે સહમત/અસહમત દર્શાવી પોતાનો મત દર્શાવવાનો હોય છે. આ કાર્ય ૧૦ મિનિટ જેટલા ઓછા સમયમાં કરી શકાય છે. આ કસોટીની અર્ધ કસોટી વિશ્વનીયતા ૦.૭૬ અને કસોટી પુનઃ કસોટી ૦.૭૯ છે. આ કસોટીની યથાર્થતા આઇઝેંકની Radicalism તુલા સાથે ૦.૪૪ જેટલી જોવા મળી.
કાર્ય પદ્ધતિ: આધુનિક ભારતીય પુરુષ પ્રધાન સમાજમાં સાહિત્ય અને વિવિધ માધ્યમોની અસર તળે પણ સ્ત્રી સ્વાતંત્ર્યની ઘણી ચર્ચાઓ થાય છે ત્યારે ગૃહિણીઓ અને વ્યવસાયી મહિલાઓ માં પણ આ અભિગમમાં માન્યતા ધરાવવા નું વલણ કેટલા અંશે જોવા મળે છે? અને તેમની ભૂમિકાઓની તેમના સ્ત્રી સ્વાતંત્ર્યના ખ્યાલ ઉપર કેટલા અંશે અસર પડે છે તે જાણવાના હેતુસર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી 120 ગૃહિણીઓ અને 12૦ વિભિન્ન વ્યવસાય સાથે મહિલાઓ ની પસંદગી કરવામાં આવી. જેમાં સાધન તરીકે પ્રો. ભૂષણની સામાજિક સ્ત્રી સ્વાતંત્ર્ય તુલા આપી અભ્યાસ કરવામાં આવ્યો જેમાં મહિલાઓ એ તુલના વિધાનો સાથે " સહમત" કે "અસહમત" દર્શાવવાનું હતું. તુલના ઉત્તરો માં તેમના મનો વલણોનો ખ્યાલ ચકાસવાનો હતો માહિતી એકત્રીકરણ પછી  પ્રાપ્તાન્કો ની ગણતરી કરી બંને જૂથો ના મધ્યક પ્રમાણિત વિચલન શોધી 't ' કસોટી દ્વારા વિશ્લેષણ કરી ને અર્થઘટન તારવવામાં આવ્યું.
પરિણામ
કોષ્ટક

 

 

X

 

SD

 

‘t’

 

ગૃહિણી

12.28

2.16

8.78

વ્યવસાયી મહિલાઓ

14.30

2.75

પ્રસ્તુત સંશોધન અગાઉ જણાવ્યા પ્રમાણે આધુનિક નારી જયારે પુરુષ સમોવડી બનવા લાગે છે. ત્યારે ફક્ત તેઓના વ્યવસાયના જ કારણે તેમના અભિગમ બદલાય છે તે જાણવા માટે થયેલા આ અભ્યાસ માં બંને જૂથોમાંથી ગૃહિણીઓ ના પ્રાપ્તાંકોનો વિસ્તાર 9 થી 17 અને વ્યવસાયી મહિલાઓના પ્રાપ્તાંકોનો  વિસ્તાર ૮ થી ૨૨  જોવા મળ્યો. જેનું આંકડાકીય પૃથક્કરણ, મધ્યક અને પ્રમાણિત વિચન દ્વારા ઉપર પ્રમાણે કર્યું.
ગૃહિણીના પ્રાપ્તાંકોનો મધ્યક ૧૨.૨૮ અને વ્યવસાયી મહિલાઓનો પ્રાપ્તાંકનો મધ્યક ૧૪.૩૦ જોવા મળ્યો. જે સ્પષ્ટપણે વ્યવસાયી મહિલાઓના નારી સ્વાતંત્ર્ય અંગેના ગૃહિણીઓની સરખામણીમાં વધુ વિધાયક વલણ ધરાવે છે. તેઓ ના પ્રમાણિત વિચલન પણ અનુક્રમે ૨.૧૬ અને ૨.૭૮ જોવા મળ્યા. જેને આધારે 't ' કસોટી કરતાં ૮.૭૮ 't ' મૂલ્ય જોવા મળ્યું.
જે ૦.૦૧ ક્ક્ષાએ સાર્થક છે. એટલે કે ગૃહિણીઓ અને વ્યવસાયી મહિલાઓના સામાજિક સ્ત્રી સ્વાતંત્ર્યના અભિગમમાં નોધ પાત્ર તફાવત જોવા મળે છે. ઉપરોક્ત પરિણામો સ્પષ્ટપણે વ્યવસાયિક મહિલાઓનો સામાજિક સ્ત્રી સ્વાતંત્ર્યનો અભિગમ ગૃહિણીઓ કરતાં નોધ પાત્ર રીતે વધુ છે. તેમ દર્શાવે છે.
આમ આધુનિક સમાજમાં પણ સ્ત્રીઓ જયારે ઘરની ચાર દીવાલની બહાર નીકળી છે ત્યારે તેઓના અભિગમો પણ સામાન્ય ઘરરખ્ખું મહિલા કરતાં નોધ પાત્ર રીતે જુદા જોવા મળે છે. તેઓ ગૃહિણીઓ કરતાં વધારે સ્વતંત્રતા ઈચ્છતા હોય અથવા તો પોતાના સમાજ પાસેથી સ્ત્રીઓને વધારે સ્વતંત્રતામળે એવી અપેક્ષા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
વ્યવસાયી મહિલાઓનો પણ પ્રાપ્તાંક નો વિસ્તાર ૮ થી ૨૨ જોવા મળે છે જે દર્શાવે છે કે આધુનિક હોવા છતાં પુરુષ પ્રધાન સમાજ માં સામાજીકરણ પામેલ હોવાથી સ્ત્રી સ્વાતંત્ર્યની  બાબત માં તેઓની વિચાર શહેરની પણ પુરુષોના અધીપત્યની અસરવાળી જોવા મળી
જેથી કહી શકાય કે આધુનિક કેહવાતી નારીઓમાં પણ નારી સ્વાતંત્ર્યનો જુવાળ સંપૂર્ણ રીતે પ્રસર્યો નથી.
નિષ્કર્ષ: ગુજરાતની ગૃહિણીઓ અને વ્યવસાયી મહિલાઓ વચ્ચે સામાજિક સ્ત્રી સ્વાતંત્ર્યના અભિગમમાં નોધપાત્ર  તફાવત જોવા મળે છે.
મર્યાદા: ફક્ત ગુજરાતના ખુબ જ નાના નિદર્શ ઉપર અભ્યાસ થયો છે
સમય ના અભાવે ઉમર વ્યવસાયિક ભિન્નતા વિસ્તાર  ભિન્નતા, સામાજિક  ભિન્નતા, કે સંસ્કૃતિક  ભિન્નતા જેવા પરીવર્ત્યોનો સમાવેશ કરી શકાયો નથી . વિવિધ પરીવર્ત્યો સાથે રસપ્રદ પરિણામો પ્રાપ્ત થઇ શકે.  

 

સંદર્ભ :

  1. Dr.L.J Bhushan, Womens Social Freedom Scale (WSF Scale), Agra, N.C.P
  2. Kaur Indrajeet, “Status of Women in India Allhabad “ – 1983, Chugh Publication
  3. Mehta Shushila, “Revolution and the status of Women in India” 1982, New Delhi, Metropolltion Publication  Indian 


સંગીતા શાસ્ત્રી
ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગુજરાત