ભાગ- 5

રોમીયો અને જુલીયટ
મુખ્ય વાર્તા લેખક- માટ્ટઓ બેન્ડેલા.


ંગ્રેજી ભાષાંતર- વિલિયમ પેઇન્ટર.                                                                       ગુજરાતી અનુવાદ- મહેન્દ્ર ભટ્ટ

 

(રોમીયો અને જુલીયટ- ના નામથી અજાણ એવો કોઈ જણ શોધવો અઘરો પડે. વિશ્વભરમાં જાણીતા આ પ્રેમીઓના નામ અત્યંત પ્રસિદ્ધ છે. પરંતુ એ મૂળમાં એમની વાત શું હતી – એનાથી અવગત ન હોય એવા ભાવકોને આ રચનાની જાણકારી મળી રહે તે હેતુથી આ કથાને સાહિત્યસેતુમાં હપ્તાવાર પ્રકાશિત કરવામાં આવનાર છે. આશા રાખીએ છીએ કે આપ સૌ આ કથાનો આનંદ ઉઠાવો. પ્રતિભાવો આપશો એવી અપેક્ષા રાખીએ છીએ.    સંપાદક)

 

પત્નિની વાત એન્ટોનિઓને ગળે ઉતરી ગઇ. તરત જ તેણે દિકરીનાં હાથના ઉત્સુક યુવાનોને આમંત્રણ મોકલ્યા. ઘણાંએ ઉમેદવારી નોંધાવી. બધા તેના સૌંદર્ય અને સંપત્તિથી આકર્ષાઇને આવ્યા હતા. પણ એ બધામાં એન્ટોનિઓને જો કોઈ પસંદ પડે તેમ હોય તો તે હતો પેરીસ, લેડ્રોન પણ આવેલો. તેમની ઇચ્છા તો એવી કે તેમની દીકરી તે બે માંથી કોઈ એકને પસંદ કરી લે. મિજબાની ચાલતી હતી. માતા પોતાની દીકરીના હાથની માંગણી કરવા આવેલ આ બધાને જોઈને મનોમન હરખાતી હતી. એમાંય જ્યારે તેના પતિએ તેને પોતાની પસંદગી બાબતે વાત કરી ત્યારે તો તે આનંદથી નાચી ઊઠી. ‘પેરીસ અથવા લડ્રોન’ ‘પોતાની દીકરી કેવા સારા ઘરમાં જશે’. તેનાથી રહેવાયું નહીં. તેણે જુલિયેટને એક બાજુ બોલાવી, તેના પિતા અને પેરીસ વચ્ચે થયેલી વાત કરી. પરીસ એ બધામાં કેવો અલગ તરી આવતો હતો. પણ જુલિયેટ સંમત ન થઈ. તેને થયું તેના કરતાં તો મૃત્યું સારું. તે કંઈ ઋક્ષ અવાજે બોલી.
‘મા, મને આશ્વર્ય એ વાતનું થાય છે કે તું તો સારાસારના વિવેક બુદ્ધિવાળી સ્ત્રી છો. તો પણ તારી દીકરીનું મન જાણ્યા વગર તેને કોઈના હવાલે કરવા વિચારે છે... ? મને તેની પત્ની પણ બનાવી દીધી...? એક વાત સાંભળી લે, જો તારે આ મુરતીયાને પસંદ કરવા હોય તો કરજે. મને પસંદ નથી. મારી ઇચ્છા પણ નથી. પેરીસ પ્રત્યે મને માન છે અને એ હોવા છતાં કહું છું કે, મારા શરીરને અડકશે તે પહેલા હું મારું જીવન ટૂંકાવી દઇશ. ખૂની તું બનીશ સમજી..?. હું જેને પ્રેમ કરું છું તેને તો તું જાણતી નથી હજી. મને મારી રીતે જીવવા દે. આથી વધારે મારી કાળજી લેવાની જરૂર નથી. બસ, મારા દેવે જ એક તો મારા આ હાલ હવાલ કર્યા છે તું તો બસ કર...”
તેની માતાને આનો શું જવાબ આપવો એ ગતાગમ ન પડી. બિચારી ગૂંચવાડામાં પડી ગઈ. રસ્તો કેમ શોધવો તેની ખબર ન પડી એટલે તે ઉપડી તના પતિ એન્ટોનીઓ પાસે. જુલિયેટે જે કાંઇ કહ્યું તે અક્ષરસઃ કહ્યું. એન્ટોનીઓને ખુબ લાગી આવ્યું. તે વ્યથિત થઈ ગયો. એણે આદેશ આપ્યો જુલિયેટને હાજર કરવાનો. આંસુથી લથબથ ચહેરે જુલિયેટ આવી. આવતાંની સાથે જ પિતાના પગ પકડી લીધા. તેના ગરમ ગરમ આંસુએ પિતાના પગ પખાળી દીધા. દયાની ભીખ માંગવા તે મોં ખોલવા જતી હતી ત્યાં તો ડૂસકાં અને નિસાસાએ તના અવાજને ગળામાં જ ગૂંગળાવી દીધો. તે કાંઇ ન બોલી શકી. શબ્દો તેના કંઠમાં જ રહી ગયા. પણ તેના ગરમાગરમ આંસુથી તેના પિતા પીગળ્યા નહીં. તે બરાડી ઊઠ્યાં...

“અહીં આવ ઉચ્છંખલ,, જમતી વખતે ટેબલ પર મેં તને આપણા વડવાઓની –રોમન પૂર્વજોની આજ્ઞાઓની અને મદદ વિશેની વાતો કેટલી વાર કહી છે. ભૂલી ગઈ...? આજ જો તે બધા હાજર હોત તો સીધી કરી દેત તને. તારી આ અવજ્ઞા, કૃતઘ્નાતા અને અશિષ્ટ વર્તનથી મને કેટલો આઘાત લાગ્યો છે તે જાણે છે..? .કેટલા પ્રયત્ને આજીજીઓ કરી આ પ્રદશનો સર્વોત્તમ યુવાન તારા માટે પસંદ કર્યો છે..? પરંતુ મને લાગે છે કે તું તેન લાયક નથી. કેવા ઉમદા કૂળમાંથી તું આવે છે તેનો તને ખ્યાલ છે...? છતાં તને પસંદ નથી...? બળવાખોર..! તેઓ અટક્યા. પછી શરુ કર્યું.
                “સર્વજ્ઞ ઇશ્વરની સાક્ષીએ તને કહું છું કે, આવતા મંગળવારે વિલાફ્રોકોના કિલ્લામાં એક ભવ્ય મિજબાનીનું આયોજન કર્યું છે. પેરીસ તે દિવસે લગ્ન પ્રસ્તાવ મુકશે ત્યાં આવી. મેં અને તારી માતાએ ગોઠવેલા આ સંબંધ જો તું મંજૂરી નહીં આપે તો યાદ રાખજે, તને મારી તમામ સંપત્તિના વારસદાર તરીકે હું ગેરલાયક ઠેરવીશ અને વંચિત કરી દઇશ તને તારા તમામ હક્કથી અને તારા લગ્ન એવા તો ગરીબ અને ખરાબ યુવાન સાથે કરી દઇશ કે જો જે પછી કેવા હાલ હવાલ થાય છે તારા. તારા જન્મના સમયને તું પલપલ કોશતી રહીશ. માટે અત્યારે જ કહી દઉં છું કે, પેરીસને મેં આપેલા વચન નિભાવ્યા સીવાયનું તું કંઈ પણ કરીશ તો મારો ગુસ્સો કેવો હશે ત હું પણ કહી શકું તેમ નથી. સમજી...?”
અને પુત્રીના જવાબની રાહ જોયા વગર તે બહાર નીકળી ગયા. જુલિયેટ એમને એમ ઘુંટણીએ પડી રહી. તેના પિતાનો ગુસ્સો તે જાણતી હતી. તેના ગુસ્સામાં વધારો કરવાના ભયે તે ચૂપચાપ પોતાના શયનખંડમાં જતી રહી. અને આખી રાત રડવામાં જ વિતાવી. બાજા દિવસે ઉપદેશ સાંભળવાના બહાના હેઠળ આયાને લઇને પહોંચી ફાધર લોરેન્સ પાસે, એકરાર કરવા ફાધર લોરેન્સને બોલાવ્યા. તે આવ્યા કે તરત જ તેના ઘુંટણીયે પડી સજળ નયને જે હકીકત બની હતી તે તમામ કહી સંભળાવી. પેરીસ અને તેના પિતા વચ્ચે થયેલી સમજૂતિની વિગત આપતા બોલી...
“સાહેબ, ઇશ્વરના ન્યાયે હું બે વાર લગ્ન ન કરી શકું. અને મારે તો ઇશ્વરેય એક અને પતિ પણ એક છે. અને એક જ છે શ્રદ્ધા. પછી તો તમારી સામે જે આ હાથ જોડાયેલા છે, તેના વડે જ ગળે ટૂંપો દઇને મારું જીવન ટૂંકાવી દઇશ. મારો આત્મા સ્વર્ગે સીધાવશે. રહેશે પૃથ્વી પર મારો નિશ્ચેતન દેહ. મારી વફાદારી અને વિશ્વાસના પ્રતીકરૂપે.”
વાત પૂરી કરી એણે આજુબાજુ જોયું. તેના ચહેરા પર ક્રૂરતા ઉભરાઈ આવી. તે જોઈ લોરેન્સને ભય લાગ્યો કે ગમે ત્યારે તે કોઈ અયોગ્ય પગલું ભરી બેસે તો....! તે બોલ્યા... “કુમારી જુલિયેટ, શાંત થા. તારા દુઃખને હળવું કર. તું ઇશ્વરના ઘરમાં છે તને ખાતર પણ શાંતિ અને ધીરજ ધર. મને વિચારવા દે, હું તને એવો ઉપાય શોધી આપીશ કે તારું દુઃખ દૂર થશે અને તને સંતોષ પણ થશે.” આમ કહી, મનમાં કંઈક નક્કી કરી તે બહાર ગયા અને વિચારવા લાગ્યા. ‘પેરીસ સાથે થનારા લગ્નમાં રોમિયો સાથેનું તેનું લગ્ન, વિઘ્નરૂપ હતું. જુલિયેટ અન્ય કોઇની અર્ધાંગીની બની ચૂકી હતી. હવે તેમને ખ્યાલ આવ્યો કે, એક નિષ્પાપ કુંવારકા અને યુવાનની દયા ખાવા જતાં કેવા મોટા સંકટનો સામનો કરવાનો વખત હવે આવ્યો. રોમિયો અને જુલિયટના છૂપા લગ્ન કરાવીને કેવું મોટું જોખમ તેમણે લીધું હતું ત હવે તેમને સમજાયું. હવે જો તે છાનું ન રહ્યું તો... કેટલી સાવચેતીથી કામ લેવું પડશે તેનો અંદાજ કાઢતાં તે ધ્રૂજી ગયા..ભાંડો જો ફૂટે તો તેમની અપકીર્તિ થવાની અને રોમિયો જુલિયેટને સજા, તે લટકામાં...ઘણી ઘણી યુક્તિ-પ્રયુક્તિઓ તેમણે વિચારી, જુલિયેટ પર ફરીવાર તેને દયા ઉપજી આવી. તે પોતાના માન-મરતબો, કીર્તિ, અપકીર્તિ કશાનો વિચાર કર્યા વગર બધું જ હોડમાં મુકવા તૈયાર થઈ ગયા. પેરીસ સાથે જુલિયેટ પરણે તો તો મોટો અનર્થ થઇ જાય. કેવું છિનાળ અપકૃત્ય.’?  વાત પણ તેઓ સહન કરી શકે તેમ નહતા. અંત જાણે તેમણે કંઈક નક્કી કર્યું હોય તેમ કોટડીનું બારણું ખોલી તે અંદર પ્રવેશ્યા. જુલિયેટ જાણે નસીબનું પાનું વાંચતી હોય તેમ તના તરફ જોઈ રહી. હજી તે તંદ્રામાં હોય તેમજ લાગતું હતું. લોરેન્સે તેને લગ્ન દિવસની તારીખ પૂછી, તેના હાથમાં એક નાની શીશી હતી.
“બુધવાર, બુધવારે મારા લગ્નનો પ્રસ્તાવ થશે અને મારે તેમાં સંમતી આપવાની છે, પરંતુ લગ્નવિધિ સપ્ટેમ્બરના દસમા દિવસ પહેલા તો નહીં જ હોય.”
“બરોબર તો તો આનંદ કર પુત્રી, ઇશ્વરે મને એવો રસ્તો સુઝાડ્યો છે કે તું અને રોમિયો છુટશો આ બધી બબાલમાંથી. તારા પ્રિયતમને તો હું તે પારણામાં હતો ત્યારથી જાણું છું. તેના અંતઃ સ્તલમાં છુપાયેલા તમામ રહસ્યોનો તેણે મારી સામે એકરાર કર્યો છે. હું ને એટલો ચાહુ છું, કેમ જાણે તે મારો પોતાનો પુત્ર ન હોય...ટલે જ તેને નુકશાન થાય તે મને ગમે નહીં. ખાસ કરીને મેં તેને સલાહ આપી હોય ત્યારે તેને કાંઇ નુકશાન થવું ન જોઈએ. તું ની પત્ની છે. બસ, એટલું પુરતું છે. તને પણ હું એટલી જ ચાહું છું. તેથી તને તારા દુઃખ, દર્દ અને તેની યાતનામાંથી છોડાવવી એ મારું કર્તવ્ય છે. જો સાંભળ, હવે જે કાંઇ હું તને કહું ત બરોબર સાંભળ. કોઈને કાને આ વાત ન પડે તેની કાળજી રાખજે, આ તારા જીવન-મરણનો સવાલ છે. શહરના સામાન્ય લોકોને તો તું જાણે છે. પરંતું મને હજી તું પુરો જાણતી નથી. હું તો દુનીયા આખી ઘૂમી વળ્યો છું. એ દેશાટન સાવ અફળ તો નથી જ રહ્યું. મેં ઘણાં અનુભવોનું ભાથું બાંધ્યું છે. ઇશ્વરકૃપા હશે તો તમાંના એકાદનો તને અનુભવ થશે. પૃથ્વીના પેટાળના તમામ રહસ્યો, પથ્થર, ધાતુ, છોડ, એ બધાના વિશિષ્ટ લક્ષણોનું મને જ્ઞાન છે. ટલે કોઈ સામાન્ય માનવી પોત જટલી પોતાના મદદ કરે તના કરતાં હું મારી જાતને વદારે મદદ કરી શકું તેમ છું. જો ખાસ જરૂર ઊભી થાય તો જ મને લાગે છે કે ઇશ્વરને વાંધો નહીં હોય ત્યારે જ. એક ચૂર્ણ બનાવવાનું ઘણાં લાંબા સમયથી હું જાણું છું. જે પાણી સાથે લેતા ઘણી વિષમ પરિસ્થિતિમાં પણ નિદ્રા આવી જાય. લીધા પછી પા કલાકમાં જ એવી ઉંઘ આવી જાય કે જીવનના તમામ જુસ્સાને, ઇન્દ્રિયોને અચેતન કરી ઢબૂરી દે અને ઉત્તમ તબિબ તપાસે તો તેને પણ થાય કે વ્યક્તિ મૃત્યુ પામી છે. તેની એક અદભુત અસર એ છ ક જે વ્યક્તિ તે લે તેને કોઈ જ દર્દ થતું નથી. અને માત્રા અનુસાર વ્યક્તિ નિદ્રામાં રહે છે.અને જેવી તેની અસર પૂરી થાય કે તે તેની પૂર્વવત્ પરિસ્થિતિમાં આવી જાય છે.” - તે અટક્યા.
‘હવે ધ્યાનથી સાંભળ.’ તે ફરી બોલ્યા. “જુલિયેટ, તારી સ્ત્રી સહજ લાગણી હવે છોડ. તારા સંબંધે જે ઘટના કે દુર્ઘટના થવાની છે તેને સહન કરવા મન કઠણ કરી લે. રાખ, આ નાની શીશી તને આપું છું. તેનું જીવની જેમ જતન કરજે. લગ્નની આગલી રાતે કે વહેલી સવારે તેને પાણી સાથે લઇ લેજે. જેટલું આમાં છે તેટલું બધું જ લઇ લેવાનું. પછી આવશે મીઠી નિંદર, ધીરે ધીરે તારા શરીરના દરેક અવયવોમાં તે ફેલાઈ જશે અને પછી તો એટલી ઘેરી અસર થશે કે શરીરનું કોઈ અંગ હલન-ચલન સુદ્ધાં નહીં કરી શકે. તની રોજિંદી ક્રિયાઓ પણ નહીં. કુદરતી લાગણીઓ-સંવેદનો બધું ગુમાવી દેશે. પુરા ચાલીસ કલાક સુધી તું આ અત્યાનંદની સ્થિતીમાં રહીશ. કોઈ નાડીના ધબકાર નહીં અનુભવાય. પામી શકાય એવું કોઈ ચેતન નહીં હોય તારા શરીરમાં. બધાને આશ્ચર્ય થશે, જોવા આવશે. છેવટે મૃત માની, કબરમાં.. આપણા શહેરમાં રિવાજ પ્રમાણે તને અમારા ચર્ચની બાજુમાં આવેલ કબ્રસ્તાનમાં જ્યાં કેપેલેટ્સ માટે જગ્યા મુકરર કરવામાં આવી છે ત્યાં દફનાવી દેવાશે. દરમ્યાન રોમિયોને સમાચાર પહોંચાડવાની જવાબદારી મારી. તેને આપણી આ યુક્તિભરી યોજનાની ખાસ સંદેશાવાહક દ્વારા જાણ કરી દઇશ. અત્યારે તે મોન્ટૂઆમાં છે. બહુ દૂર નથી. ત્યાંથી રાત પડતા તો તે આવી પહોંચશે. અને લઇ જશે તને તેની સાથે. તારા માતા-પિતા, મિત્રો કોઈનેય ખ્યાલ નહીં આવે. પછી તો સમય જતાં રોમિયોને સજા સમાપ્ત થાય અને વેરોનામાં પાછા આવવાનું બને ત્યારે જ બધા સત્ય જાણશે.”
શબ્દો અહીં અટક્યા. અને જુલિયેટના મનમાં નવા જ અદભુત આનંદનો જન્મ થયો. તે બધી વાત શાંતિથી સાંભળતી હતી. બધું તેને યાદ આવ્યું. તે બોલી, “તમે કહો છો તે પ્રમાણે જ કરીશ તેમાં શંકા ન રાખશો. પેરીસના હાથમાં તો હાથ નહીં જ મુકું. તેના કરતાં તો જલદમાં જલદ ઝેર શરીરમાં ઉતારી દેવું સારું. તે મને ગમશે. કોઈપણ વિનાશકારી ભયનો સામનો કરવા હું મન મજબૂત કરીશ.”
“તો જા, પુત્રી સર્વશક્તિશાળી ઇશ્વર તારું રક્ષણ કરશે. તેની અદ્વિતીય શક્તિ તારી સાથે રહેશે. અને તારી ઇચ્છા અને મનને દૃઢ બનાવજે. જા, તારું કાર્ય પરિપૂર્ણ થાઓ.”          
ફ્રાયર લોરન્સ પાસેથી નીકળી જુલિયેટ તેના પિતાના ઘરે પાછી ફરી ત્યારે લગભગ બે કલાક જેવો સમય વિતી ગયો હતો. બારણામાં જ રાહ જોતી તેની માતા તેને મળી. તેણે જુલિયેટનું મન જાણવા કોશીશ કરી. પરંતુ તે ફરી ફરીને પૂછે તે પહેલા જ જુલિયેટ બોલી.
“મા, હું સેન્ટ ફ્રાંસીસના દેવળમાં ગઇ હતી. ત્યાં વધારે રોકાઈ ગઇ. જો કે, વધારે રોકાવાનું સાવ નિરર્થક તો ન જ ગયું. નસીબ જોગે ફ્રાયર લોરેન્સ મળી ગયા. તેમના આગ્રહને વશ થઇ, જીવનનો સૌથી લાંબો એકરાર મેં આજે કર્યો. એકરારમાં ખાસ તો મારી અને પિતાજીની વચ્ચે મારા અને પેરીસના લગ્ન બાબતે જે બોલાચાલ થયેલી તે જ મુખ્ય વાત હતી. પરંતુ તે સંત આત્માએ  તો તેની પવિત્ર વાણીથી અને ખરા ભાવથી કરલ આજ્ઞાથી મારું મન એવું તો ફેરવી નાંખ્યું કે મારા મનમાં રહેલા વિષાદને જ મીટાવી દીધો.  મારા વ્યથિત આત્માને શાંતિ મળી. હવે હું રાજીખુશીથી તમારી આજ્ઞા આંખ-માથા પર ચડાવવા તૈયાર છું. આ વાત મારા પિતાજી સુધી પહોંચાડજે અને તેમના હ્યદયમાં કોઈ કડવાશ હોય તો દુર કરી દેજે. તેમને કે કહેજે કે તેઓ પણ એવી કોઈ કડવાશ રાખ્યા વગર મને માફ કરી દે. તેમને કહેજે કે તેમની આજ્ઞાનુસાર વિલાફ્રાન્કોના કિલ્લામાં પેરીસને મળવા હું જરૂર આવીશ અને તમારી હાજરીમાં તેને મારા પતિ તરીકે સ્વીકારીશ. ધીરજ અને ખાત્રી રાખજે અને મને હવે જવા દે મારા ખંડમાં. મારે પણ હવે બધાની સામે તે દિવસે ઉપસ્થિત થવાનું છે તો કાંઇક તૈયારી તો કરવી પડશેને...હજી તો હિરા-મોતીના ઝવેરાત પસંદ કરવા છે. મારી જાતને તે દિવસે એવી તો શણગારીશ કે તમે બધા મને જોઈ આનંદથી નાચી ઉઠશો.”
આનંદના અતિરેકમાં તેની માતા એક પણ શબ્દ બોલી ન શકી. તે પોતાના પતિ એન્ટોનિઓને વાત કરવા ઝડપથી ઉપડી. જઇને પુત્રીના શુભાશયની વાત તેને કરી. ફ્રાયરના ઉપદેશથી તેનું મન કેવી રીતે બદલાયું તેની વાત પણ કરી. એન્ટોનીઓને પણ ખુબ આનંદ થયો. તેણે મનોમન ઇશ્વરનો આભાર માન્યો, તે બોલ્યો.
“વહાલી, સંત પુરુષનો આ પહેલો પરચો નથી. શહેરના દરેકે દરેક તેને કેટલો ચાહે છે...? હું તો ઇશ્વર પાસે ઇચ્છું કે તેની આ વીસ વર્ષની સતત સેવા બદલ મારી સંપત્તિનો ત્રીજો ભાગ હું એના ચરણે ધરી દઉં. તેની વધતી ઉપર મને ચિંતા ઉપજાવે છે.” એમ બોલી એન્ટોનીઓ ઉપડ્યા પેરીસની શોધમાં.
તેને હતું કે તે જુલિયેટની વિલાફ્રાન્કોમાં આવવાની ઇચ્છા અંગે તેને વાત કરે અને તેને ત્યાં આવવા સમજાવે. પેરીસે કહ્યું. ‘તમે આજ્ઞા કરો અને હું ન આવું એવું તો ન બને. આ ઋણની ચુકવણી હું કેમ કરું...? તેમ છતાં લગ્ન પહેલા મારે જુલિયેટને મળવાની ઇચ્છા છે.’
મા એ જુલિયેટને તેના પિતા અને પેરીસના આગમની જાણ કરી. તેની સામે જતાં તે પોતાના સૌંદર્યને નિખાર આપે તેવા આભુષણોથી-મોંઘામાં મોંઘા હીરા-મોતી વડે તેની જાતને શણગારે તેવી સલાહ આપી. જુલિયેટે પણ એવા તો શણગાર સજ્યા કે પેરીસ ઘરે જવા નીકળ્યો ત્યારે તેનું પોતાનું હ્ય્દય તેની પાસે રહ્યું નહોતું. પળેપળ તેના સૌંદર્યનો વિચાર મનમાં વાગોળતો પેરીસ લગ્નના દિવસની રાહ જોવા લગ્યો. કલ્પનામાં રાચતો દિવસો પસાર કરવા લાગ્યો. આ તરફ જુલિયેટની માતાએ મોભા પ્રમાણે ક્યાંય કસર રહી ન જાય તે રીતે લગ્નની તૈયારી શરુ કરી દીધી.
અંતે દિવસ આવી પહોંચતો જોઈ આગલા દિવસની રાતે શયનખંડમાં જતાં જુલિયેટે તેની વૃદ્ધ આયાને કહ્યું. મા, તમને તો ખ્યાલ છે કે આવતી કાલે મારો લગ્ન દિવસ છે. રાતે તો હું પ્રાર્થનામાં જ વિતાવીશ. એટલે મારે એકલા રહેવું છે. આવતી કાલે સવારે વહેલા આવજે. મને તૈયાર થવામાં તારે જ મદદ કરવાની છે માટે અત્યારે આરામ કર. આયાને તેના આશયની સહેજ પણ શંકા ન આવી તેથી તેના કહ્યાં પ્રમાણે એકલી જવા દીધી. જુલીયેટ પોતાના શયનખંડમાં ગઇ. ટેબલ ઉપર પાણી ભરેલ ગ્લાસ તૈયાર જ હતો. ફ્રાયર લોરેન્સે આપેલી નાનકડી શીશી તણે બહાર કાઢી અને બરોબર મીશ્રણ બનાવી પથારી પાસે મુકી, પડી પથારીમાં. તેના મનમાં અનેક વિચારોના વટોળ ઉઠ્યાં. બનાવટી મૃત્યુથી ઊભી થનારી પરિસ્થિતિમાં શું કરવું ત પોતે નક્કી કરી શકતી નહતી.
“અરેરે, દુર્ભાગી, ક્યાં ખેંચી લાવ્યું તને તારું દુર્ભાગ્ય...તારા ચરિત્રને બચાવવા, તારા આત્માના રક્ષણાર્થે તારે આ પીણું લેવું પડે છે જેની અસર કેવી થશે તેનો અંદાજ સુદ્ધાં તને નથી. આ ચૂર્ણની અસર કેટલી વહેલી થશે, કેટલી મોડી, સમયમાં નહીં થાય તો...ભાંડો ફૂટી જશે તો..તું તો લોકકથાનો વિષય બની જઇશ. લોકો તને મૃત માની જમીનમાં ખાડો ખોદી દાટી દેશે. ત્યાં જીવડાં, સાપ કે ઝેરી જીવજંતુ કરડશે તો... રોમિયો અને ફ્રાયર લોરન્સ મદદે આવે તે પહેલાં જ નસીબ જોગે જાગી જઇશ તો કબરમાં પડેલા તારા વડવાઓના હાડ-માંસની દુર્ગંધ સહન કરી શકીશ...?’
આ રીતે શંકા-કુશંકાના ઉંડા વિચારોમાં તે અટવાતી હતી. કે તેની સામે તેના પિતરાઇ થિબાલ્ટની લોહીથી ખરડાયેલી અને ઘાવાળી આકૃતિ તેણે જોઈ. તેનું કોમળ શરીર આવા નગ્ન હાડપીંજરો વચ્ચે થોડાં કલાકોમાં જ દાટવામાં આવશે એ વિચારે તેને પરસેવો વળી ગયો. તેનું શરીર ઠંડુ પડી ગયું. કલ્પના માત્રથી તે ધ્રુજી ઊઠી. ભયન કારણે તેનું હ્ય્દય જડપથી ધબકવા લાગ્યું. એક દર્દ શરું થયું હોય તેવું લાગ્યું. તેન થયું આજુબાજુ હજારો મૃત્યુઓ ટોળે મળેલા છે. જે દરેક બાજુઓથી તેની ઉપર ધસી રહ્યાં છે. તના ટુકડે ટુકડા કરી નાંખી ચૂંટી ખાતા હોય તેવો અનુભવ તેન થયો. ધીરે ધીરે તની શક્તિ હણાતી હોય તેવો અનુભવ તેને થયો. તેને થયું કે આમ જ નબળી પડી જઈશ તો તો યોજના અમલમાં મૂકી જ નહીં શકાય તો... તત્કાલ તે ઉત્તેજિત થઇ ઉઠી. મૂઢ સ્ત્રીની માફક આગળનું કાંઇ પણ વિચાર કર્યા વગર તેણે શીશી મોઢે માંડી, તેમાનું પ્રવાહી ગટગટાવી ગઇ અને પછી બન્ને હાથ પેટ પર મુકી સૂતી. થોડી જ વારમાં તેના સમગ્ર શરીરની ચેતના હણાઇ ગઇ. તમામ શક્તિ મૂર્છાવસ્થામાં ક્ષીણ થતી ગઇ.
સવાર થતાં જ આયાએ તેના શયનખંડનું બારણું ખોલ્યું. તને જગાડી, “ઉઠો, બાનુ. તમે તો બહુ ઊંઘો છો. પેરીસ આવીને જગાડે તે પહેલા ઉભા થાવ. સવાર પડ્યું.” પરંતુ શબ્દો જુલિયેટના કાને અથડાઇને પાછા પડ્યા. તેણે હળવેથી તેના કાનમાં બોલવાની શરુઆત કરી. તેમ છતાં જ્યારે તે જાગી નહીં ત્યારે તેને મનગમતું ગીત ગાવા લાગી. પણ બધું નિરર્થક. તે મૂંઝાઈ, હવે શું કરવું તેની ગતાગમ તેને ન પડી એટલે હાથ પકડી હલાવી જોયો. સ્પર્શ થતાં જ તેને હાથ આરસપહાણ જેવા ઠંડાગાર લાગ્યા. તેણે પોતાના હાથ તેના નાકે મુકી જોયો. તો શ્વાસોશ્વાસ માલુમ પડ્યા નહીં. તેને થયું મરી ગઇ. બહાવરી બની તે દોડી બહાર આવી અને પહોંચી સીધી તેની માતા પાસે, તે પણ વાત સાંભળતા જ દોડી દીકરી પાસે. તેના શયનખંડમાં. દિકરીનું માથું ખોળામાં લઇ વિલાપ કરવા લાગી.
“અરેરે, મારી દીકરી, મારું તો સર્વસ્વ લૂંટાયું. અરે મોત તેં તો મારી વેદના વધારી દીધી. હવે મારે શું કરવું. કોને કહું. તેની ચીસો સાંભળી તેનો પતિ અને પેરીસ દોડી આવ્યાં. ઘરમાં હતા એ સૌ દોડી આવ્યા. ‘જુલિયેટ મૃત્યુ પામી.’ સાંભળતા જ બધા હતપ્રભ બની ગયા.
એન્ટોનીઓએ શહેરના સારામાં સારા ડોક્ટરોને બોલાવ્યાં. બધા આવ્યા, તપાસીને જાહેર કર્યું કે જુલિયેટ મરી ગઇ છે. મૃત્યુનું કારણ ઉદાસીનતા. જ્યારે હકીકત જાહેર થઇ ત્યારે બધાને પારાવાર શોક થયો.
જુલિયેટના મૃત્યુની વાત વેરોનામાં વિજળીવેગે પ્રસરીગઇ. આખું શહેર શોકની ઊંડી ગર્તામાં ગરકાવ થઈ ગયું. લોકોમાં તે ખુબ પ્રિય હતી. તનો વિનયી સ્વાભાવ, તેનું સૌંદર્ય, સદગુણો એક પ્રકારનું કુદરતી ખેંચાણ ઊભું કરતાં હતા. તેથી બધાને ખુબ આઘાત લાગ્યો.
આ તરફ ફ્રાયર લોરન્સ પોતાની શાળાના ફ્રાયર એન્સેલમને વાત કરી રહ્યાં હતા. તેને સમજાવી કરી એક પત્ર તેના હાથમાં મૂક્યો ને મોન્ટૂઓ જઇ રોમિયોને હાથોહાથ પહોંચાડવા સૂચના આપી. જુલિયેટ સાથે થયેલી વાત સવિસ્તાર તેમાં લખી હતી. ખાસ તો ચૂર્ણની વાત હતી જેની અસર રાત સુધી રહેવાની. તે પહેલા વેરોના પહોંચી જવું જરૂરી હતું તેમ જણાવ્યું. પછી જુલિયેટને લઇ ચૂપચાપ મોન્ટૂઆ પાછા ફરી જવાની યોજના અંગ પણ લખ્યું હતું.
ફ્રાયર તરત જ મોન્ટુઆ જવા નીકળી પડ્યો. તે વખતે ઇટાલીમાં પ્રથા એવી હતી કે, મુસાફરીએ જતા ફ્રાયર રસ્તાના કામકાજ નિપટાવવા તેની સાથે એક બીજા સાથીદારને પણ લઇ જાય. તે પહોંચ્યો મોન્ટુઆ પરંતુ બન્યું એવું કે, રોમિયોને પત્ર પહોંચાડવા તે પોતાના સાથી સાથે નીકળતો હતો કે, જ શાળામાં તે ઉતર્યો હતો એ શાળાનો એક ફ્રાયર પ્લેગના કારણે મૃત્યુ પામ્યો હોઈ, ચેપ ફેલાય નહીં તની તકેદારીરૂપે કોઇને બહાર ન જવા દેવાની આજ્ઞા થઈ. પરિણામે એન્સેલમને પણ બહાર નીકળવા દેવાયો નહીં. મેજિસ્ટ્રેટની આજ્ઞા હતી. પ્લેગનો ચેપ ફેલાય તેવી દહેશત હતી. અન્ય કોઈને પણ મળવાની મનાઇ હતી. તેથી તે તો ભરાઈ પડ્યો. તેને કારણે જે દુર્ઘટના બની તેનું બયાન હવે તમને કહેવાનો છું...

(ક્રમશઃ)


000000000

 

Home || Editorial Board || Archive || Submission Gude || Feedback || Contact us