પુસ્તક પરિચય – માહિમની ખાડી

(લેખક – મધુ મંગેશ કર્ણિક, અનુવાદક – દીપક મહેતા, પ્રકાશક – નેશનલ ટ્રસ્ટ બુક, ઇન્ડિયા, નવી દિલ્હી)

 

સાહિત્ય અને સમાજ બંને ૫રસ્પરના પૂરક છે. જયાં જયાં માનવસમાજ અને સંસ્કૃતિ વિકસ્યાં છે ત્યાં ત્યાં સમકાલીન સમાજજીવનનું પ્રતિબિંબ ઝીલતું સાહિત્ય૫ણ રચાયું છે. તો કેટકલીકવાર સામાજિક ૫રિબળો સાહિત્ય ૫ર પ્રભાવ  પાડતાં પણ જોવા મળે છે. સજર્ક  પોતાની આસપાસના સમાજમાં બનતાં બનવોથી પ્રભાવિત થયા  વગર પણ રહેતો નથી. એવી જ રીતે પોતાના સામાજિક વાતાવરણથી પણ પ્રભાવિત થયાં વિના રહેતો નથી.
વર્તમાન સમયમાં ગામડાંમાથી શહેર તરફનુ સતત સ્થળાંતર થઇ રહયું છે. એના પરિણામે શહેરો અને પ્રકારની સમસ્યાઓથી ઉભરાય રહયાં છે. આ સમસ્યાઓ આજના સર્જકને પ્રભાવિત કર્યા વગર રહી નથી. શહેરની સમસ્યાઓમાં ખાસ રહેઠાણની સમસ્યા અને એના પરિણામે શહેરમાં ઉદભવતી ઝૂંપડપટીઓ અને એમાં વસતાં જનસમૂદાઓનું ચિત્ર એક યા બીજા સ્વરૂપે આપણી સામે આવતું રહયું  છે.
મુંબઇ એ માત્ર મહારષ્ટ્નું જ નહી પણ ભારતની આથિર્ક રાજધાની ગણાય છે. આ મુંબઇની ઝૂંપડપટીઓ  અને એનું વાસ્તવિક ચિત્ર આપણી સામે હિન્દી ફિલ્મો દ્વારા મુકાતું રહયું છે. મરાઠી સાહિત્યમાં પણ મુંબઇની ઝૂંપડપટીઓ પર લખાતું રહયું છે. ૧૯૬૯માં મઘુ મંગેશ કર્ણિકે “માહિમચી ખાડી” નવલકથા લખી “માહિમચી ખાડી” મુંબઇની એક ઝૂં૫ડપટીનું આલેખન કરે છે. આવી અસંખ્ય ઝૂંપડ૫ટીઓ મુંબઇમાં તેમ જ મુંબઇ જેવા બીજા મહાનગરોમાં જોવા મળે છે.
“માહિમચી ખાડી મુંબઇ”નો પ્રારંભ લેખકે દાદુમિયાનો પરિવાર ધોડબંદર રોડ પર માહિમની ખાડી પર પથરાયેલ ઝૂંપડપટીમાં રહેવા આવે છે ત્યારથી કરે છે અને અંત દોઢ વર્ષ પછી જયારે  આ ઝૂંપડીને આગ લગાડીને હટાવવામાં આવે છે ત્યારે કરે છે. આટલા સમયની અંદર લેખકે પોતાની વર્ણનાત્મક શૈલીમાં આપણી સમક્ષ ઝૂંપડપટીનું ભયાનક ચિત્ર ખડું કરી દીઘું છે.
ઝૂંપડપટીમાં કશું જ સારુ કહી શકાય તેવું નથી. નીતિ મર્યાદા જેવા નૈતિક મૂલ્યોનું કોઇ સ્થાન નથી. આ વાસ્તવિકતાને રજૂ કરવા માટે લેખકે દાદુમિયા અને શકીના, કિશન અને ગંગા, જયા અને ભીખો, રોશન અને શામુ પૅન્ટર, કાશીરામ અને યેશુ, સુરજકોળી અને વાયોલીવાળો જેવા ૫ત્રોનું સર્જન કર્યું છે.
ખાડીના વાતાવરણની અસર જ એવી છે કે અહિયા કશું સારુ ટકતું નથી. ખાડીના વાતાવરણ સામે નૈતિકમૂલ્યો બળીને ખાખ થઇ જાય છે. રોશન જયારે ગામડેથી દાદુમિયાને ત્યાં આવે છે  ત્યારે કમરેથી ઘાઘરો પડી જવાથી શરમની મારી આત્મહત્યા કરવા માટે ખાડીમાં કૂદકો મારે છે. અંતે આજ રોશન તમામ લાજ શરમ મૂકીને ખુલ્લેઆમ વ્યભિચાર કરવા માડે છે.
ખાડીમાં શરીરએ જરૂરિયાત પૂરી કરવાનું સાઘન બને છે. જયા પોતાની જરૂરિયાત સંતોષવા માટે ધંધો કરે છે. ધંધો નું બહાનું પણ આજ રીતે આગળ ઘરે છે, “ખાવાનું કૂતરાંબિલાડાંની જેમને જીવવાનુંયે તેમની જેમ જ....શું કામ ? રહેવાનું ઝૂંપડપટીમાં, ખાવાનું હેઠું-જૂઠું, કપડાં ભિખારી જેવા પે‘રવાનાં અને મોઢે આબરૂની વાતો કરવી. શા માટે ? આજ સુઘી મે ખૂબ જોઇ લીધું, મારાથી નહીં રહેવાય આ રીતે, તારી આબરૂ રાખ તારી પાસે ...... મને તો મારી પોતાની હકની ઓરડી જોઇએ.....ધરમાં પાણીનો નળ જોઇએ...... સૂવા માટે મજાની પથારી જોઇએ..... ખાવા માટે મટન રોટી જોઇએ ....  અને પહેરવા માટે આવા ચમકતાં નવા નકોર કપડાં જોઇએ....અને કયારેક કયારેક પકિચર જોવાં...... ” (પૅજ ૫૯)
ખાડીનાં વાતાવરણમાં લોહી કે પ્રમના કોઇ સંબંઘો ટકતા નથી. જયાના ધંધ માટે દલાલી ખૂદ એનો ભાઇ ભીખો કરે અને અંતે પોતાના જાતિરોગમાંથી મુકિત મેળવવા માટે પોતાની જ આઠ વર્ષની બેન રતનને પકડે છે ત્યારે પરાકાષ્ઠા આવે છે, “સાલું આવું તો સપનામાં પણ જોયું ન હોતું.... આ તો કળિયુગનો મહિમા ભાઇ ઊઠીને પોતાની સગી બહેનને..... ” (પૅજ ૧૬૮)
પેટનો ખાડો પૂરવા માટે અહીંના લોકો બઘુ જ કરી છૂટે. બાળકના જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યા પછી ધાવણથી ઉભરાતી માની છાતી માંથી ધાવણ નીચોવીને  બીજા બાળકને પીવડાવવું એ કલ્પનાજ ભયાનક છે, “ જોઇ શું રહી છે વાઝણી ! આ અમરત છે છતાંય છોકરાને ભૂખે શું કામ મારે છે બાઇ ! ચાલ કાઢ વાટકીમાં દૂધ, ને પીવડાવ વાસુને. બીજું કાંઇ ખાવાનું તો ઘરમાં છે નહીં છોકરા માટે.-
યેશુ શૂન્ય નજરે સાસુના ચહેરા તરફ જોઇ રહી. તેને જાણે કાંઇ સમજાયું જ નહીં. એટલે ડોસી આગળ આવી. વહુની ચોળીની ગાંઠ એક જ આંચકે ખોલીને તેણે તેનાં ફાટફાટ થતાં સ્તનો દબાવવાની શરૂઆત કરી. દૂધની સફેદ ધાર વહેવા લાગી...એલયુમિનિયમની વાટકી તો જોતજોતામાં ભરાઇ ગઇ.” - (પૅજ ૨૪) આ દ્રશ્યની કલ્પના જ આપણા ભાવ જગતને એક આંચકો આપી જાય છે.
ભૂખમરો, ગરીબી, દાદાગીરી, દારૂ, દેહવિક્રય, સજાતિયસંબંઘો જેવા અનેક દુષણોથી આ ખાડી ખદબદે છે એટલે જ તો સુરજ કોળી કહે છે, “ આ સાલી ખાડી જ આખ્ખી બેઇમાન છે....અહીંના માણસો પાણી પીએ છે તે ચોરીનું....પેટ માટે ઘંઘો કરે તે ચોરીનો.... જે મકાનમાં રહે છે તે મકાન ચોરીનું...... કશું જ પોતાના હકનું નથી અહીંના માણસ પાસે...... પછી ઇમાનદાર લોહી પેદા થાય કયાંથી.” આવું છે આ ઝૂંપડપટીનું ઉગ્ર,દારુણ, ખરડાયેલું અને કરુણ જગત. કર્ણિકે પ્રતીતિકર અને સશકત રીતે આપણી સમક્ષ ચિત્ર ખડું કર્યુ છે.
વ્ચકિત જેવા વાતાવરણમાં ઉછરે છે એવું એનુ ઘડતર થાય છે. આવી ઝૂંપડપટીમાં ઉછરતું બાળક પણ પોતાની આસપાસની સૃષ્ટિમાં જ ભળી જાય છે. મુંબઇની ઝુંપડપટીના વાતાવરણને લઇને બનેલ ફિલ્મો ચાંદની બાર, સ્લમ ડોગ મિલીનીયરમાં પણ આજ વસ્તું તરફ નિર્દેશ કર્યો છે.  ભારતની આઝાદીને ૬૭ વર્ષ પૂણ થવા જાય છે ત્યારે એક નજર જયારે આવા સમાજ તરફ નાખીએ ત્યારે સ્વાભાવિક પ્રશ્ન થાય આપણે કેટલી પ્રગતિ કરી ?

આહિર હરેશ પી.
સરકારી વિનયન કૉલેજ, ભાણવડ
જિ. જામનગર
મો. નંબર – ૯૯૭૪૬૮૩૫૦૦
ઇ મેઇલ- hpvaru1985@gmail.com

000000000

***