‘કણસતા માનવીઓ’

કણસતાં માનવીઓને દીઠાં રડતાં,

આંસુઓ અને ચીસોનો માહોલ દીઠો

ઘરવિહોણાં લૂંટાયેલા હિબકા વણથંભ્યા

ઝનુની સવારીઓ લોહી તરસી,

ક્યારેક ધરતીકંપ,ક્યારેક પુર,

તો ક્યારેક ખુદ માનવ પોતે

રસ્તા થયા લાલ ,રાતોનો અંધકાર

નિ:સાસા નાખતી માનવજાત,

દોઢ વર્ષની બાળકીની આંખોમાં પ્રશ્ન છે

શ્વાસ લઈશું કે લાશ થઈશુ?

કેવી રીતે મરીશુ ?

સ્ટેબીંગથી કે સળગીને?

ડૉ.ઊર્મિલા ચૌધરી
શ્રી પી. કે.ચૌધરી મહિલા આર્ટસ કૉલેજ
સેક્ટર -07, ગાંધીનગર
.

000000000

***