આ ધરા પર


ન બન્યો યશસ્વી કે યજમાન
આ ધરા પર
કર્યૌ ન્યોછાવર જેને ખજાનો અમુલ્ય
આ ધરા પર
કરાવી રંગત,રમ્ય'રસાળ સૃષ્ટિરૂપે
આ ધરા પર
રંગ પૂર્યો રહેમિયત ર્દષ્ટિરૂપે મનેખે
આ ધરા પર
ન થતો યકિન આજ નયને રચયિતાને
આ ધરા પર
મનુજ ર્દષ્ટિએ અનેરા અનોખા સગપણ
આ ધરા પર
નથી ખ્યાલ યતકિંચિંત કુદરત નાતાનો
આ ધરા પર
રક્ષિત છે જેનાં થકી નથી સભાન મોહમાં
આ ધરા પર
પરહરી ન શકે પરધન પિપાસાને
આ ધરા પર
બન્યો પાંગળો પરધને સ્પર્શે પરાધીનતાને
આ ધરા પર
કોસતો થતાં નાસિપાસ જગત કર્તાને
આ ધરા પર
ભૂલતો સંસાર તણા મોહથી સ્વધર્મ જગે
આ ધરા પર
વિસરે પરમેશ્ર્વર પરમાટ થાયે પતન
આ ધરા પર.

સુમિત્રા પટેલ